Connect with us

ગુજરાત

શક્તિ મંદિરમાં માઈ ભક્તોની ભીડ, બે દી’માં 12 લાખ શ્રધ્ધાળુઓ ઉમટ્યા

Published

on

જગત જનની માં અંબા માતાની આરાધના પર્વ નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થતા સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં માઈભક્તો માતાજીની આરાધના, વંદનામાં લીન બની ગયા છે. નવ દિવસનો નવરાત્રી ધાર્મિકોત્સવ ઉજવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ, આસ્થા જોવા મલી રહી છે.
ખાસ કરીને દેશની શક્તિ પિઠો ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જે ધાર્મિક સ્થાનો-મંદિરોની ભાવિકોમાં અનન્ય ગણના થઈ રહી છે. તેવા અંબાજી, આશાપુરા માતાજીના મઢ, પાવાગઢ, બહુચરાજી, જૂનાગઢ અંબાજી, અને ચોટીલામાં ભક્તોના ઘોડાપુર જોવા મળે છે. માતાના મઢ અને પાવાગઢમાં તો પ્રથમ નોરતે જ બે લાખ ભાવિકોએ ગગનભેદી નારા સાથે માતાજીને શીશ ઝુંકાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રથમ નોરતે અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, માતાના મઢ સહિતના શક્તી મંદિરોમાં 12 લાખ ભાવિકોએ શિશ ઝુકાવ્યું હતું.
અંબાજી શક્તિ પીઠ
ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલ મા અંબાજી માતાનું મંદિર પવિત્ર શક્તિ તિર્થ અને 51 શક્તિ પીઠોમાંનું એક છે. અહીં પ્રતિ વર્ષે લાખો ભાવિકો નવરાત્રી દરમિયાન ઉમટી પડી, પૂજા અર્ચનાનો અને આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ અહીં માનવમહેરામણ સ્પરૂપે હાજર ભાવિકોથી મંદિર અને સમગ્ર શહેરના તમામ રાજમાર્ગો મંદિર તરફ ફંટાતા જોવા મળ્યા હતાં. અહીં ક્ષતીનું હદય પડ્યું હોવાથી માતાજીના દર્શન કરી તેમના હદય સુધી પહોંચવાની ઝંખના ભાવિકોમાં સેવાતી હોય છે.
પાવાગઢ
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે અને અહીં ઉજવાતા નવરાત્રી મહોત્સવનો લ્હાવો લેવાપ્રથમ દિવસે જ બે લાખ માઈ ભક્તો ઉમટી પડ્યા હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું હતું. સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢમાં અત્યારે ભાવિકોને કોઈતકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. લાખો ભાવિકોની મેદની વચ્ચે મોબાઈલ નેટવર્કથી કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે માચી અને ડુંગર પર ખાનગી કંપનીના બે વધુ ટાવર ઉભા કરાયા છે. એ સિવાય ભક્તો માટે સ્ટોલ અને દુધિયા તળાવને ભક્તોને સ્નાન માટે સ્વચ્છ કરાયું છે. લાખો ભક્તોનો સમુહ પ્રથમ નોરતે જ પાવાગઢમાં એકત્ર થઈ જતા મોટાભાગના રોડ, રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
માતાના મઢ-કચ્છ
કચ્છની કુળદેવી એવા માં આશાપુરાના મંદિર (માતાના મઢ-કચ્છ-ભૂજ) ખાતે નરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ લાખો ભક્તોની હાજરી વચ્ચે મંગલમય આરાધના શરૂ થઈ હતી. માતાના મઢ ટ્રસ્ટીના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે આશરે એકલાથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા.
ચોટીલા
રાજકોટ નજીક ચોટીલામાં પણ માં ચામુંડા માતાજીને શીશ ઝુકાવવા ગઈકાલે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. અહીં માતાજી સુધી પહોંચવાના પગથિયા તેમજ મંદિર પ્રાગણમાં આસ્થાળુઓની મેદનીથી હૈયેહૈયુ દળાયું હતું અહીં પણ નવ દિવસ માં ચામુંડા માતાજીની આરાધના કરાશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ ગંધાઇ ઉઠયું

Published

on

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બુર્સ (SDB)નું ગત મહીને નવેમ્બરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ બિલ્ડીંગમાં દુર્ગંધથી ફેલાઈ રહી છે જેને કારણે વેપારીઓ તકલીફમાં મુકાયા છે. નજીકના પ્લોટ પર સ્થિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ખાજોદ ડમ્પસાઇટમાંથી દુર્ગંધ હવે ડાયમંડ બુર્સ સુધી પહોંચી રહી છે, અહીં દરરોજ લગભગ 2,300 મેટ્રિક ટન કચરો જમા થાય છે.
વેપારીઓ અને SDB પદાધિકારીઓને જણાવ્યા પ્રમાણે ખરીદદારો અને વિદેશી મહેમાનોએ પણ દુર્ગંધની ફરિયાદ કરી હતી.
અહેવાલો મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ આનો વિકલ્પ શોધવા માટે કામ કરી રહ્યા છે. ઉમ્બર ગામમાં રૂ. 287 કરોડના ખર્ચે નવી ડમ્પ સાઈટ શરૂ કરવાની યોજના છે, જ્યાં ભારતની બેસ્ટ અને સૌથી આધુનિક સોલીડ વેસ્ટ ટેકનોલોજી હશે.
એક અખબારી અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા ડાયમંડ બુર્સના બાંધકામની શરૂૂઆતથી જ અમે જખઈ કમિશનર, અધિકારીઓ અને સરકારને ડમ્પિંગ સાઇટ શિફ્ટ કરવા વિશે જણાવી રહ્યા છીએ. અમને ડાયમંડ બુર્સની આસપાસ સ્વચ્છ વાતાવરણની ખાતરી આપવામાં આવી હતી.
ડાયમંડ બુર્સમાં 135 વેપારીઓએ ઓફીસ શરૂૂ કરી હતી. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે 20,000 મુલાકાતીઓ આવ્યા હતાજેમાં યુએસ, દુબઈ, હોંગકોંગ અને તુર્કિયેના ખરીદદારોનો સમાવેશ થાય છે. ઘણા મહેમાનો પણ દુર્ગંધને બાબતે ફરિયાદ કરી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીના જણાવ્યા પ્રમાણે સમસ્યાનું જલ્દી નિરાકણ લાવવામાં આવશે. અમે ઉમ્બર ગામમાં નવી સાઇટ શરૂૂ કરવાની લગભગ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. એકવાર અમને કેન્દ્ર તરફથી પર્યાવરણીય મંજૂરી મળી જાય, અમે માત્ર 10 મહિનામાં એક નવી સાઇટ શરૂ કરી શકીશું.

Continue Reading

rajkot

અલગ થવાના પ્રશ્ને નવદંપતીનો સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ

Published

on

જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા નવદંપતીએ અલગ થવાના પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો નવદંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા કુલદીપ મુકેશભાઈ પંચાળ (ઉ.વ.20) અને તેની પત્ની અસ્મિતાબેન કુલદીપભાઈ પંચાળ ( ઉ.વ.19) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રિના બેએક વાગ્યાના અરસામાં બંનેએ સજોડે એસિડ પી લીધું હતું. દંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે સજોડે એસિડ પી લેનાર દંપતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં કુલદીપ પંચાળ અને અસ્મિતાબેન પંચાળના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને નવદંપતીએ અલગ થવા પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

140 નગરપાલિકા પાસે નર્મદાનું 1,297 કરોડનું લેણું

Published

on

રાજ્યની 140થી વધુ નગર પાલિકાઓમાં આઠ મહાનગર પાલિકાઓને સરદાર સરોવર નર્મદા બંધમાંથી પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ સપ્લાય બદલ વોટર ચાર્જીસ પેટે રકમ ચૂકવવાની થાય છે. પરંતુ ઘણા લાંબા સમયથી આ વોટર ચાર્જીસના નાણા નથી ચુકવાયા. તે બદલ નર્મદા નિગમ દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ જેવો નર્મદા નિગમ એસએસએનએલના ઇન્ચાર્જ એમડી છે.
તેમણે જળ સંપતિ વિભાગના સચિવ કે.એ. પટેલને પત્ર લખીને વર્ષોના બાકી નીકળતા વોટર ચાર્જીસ પેટે ₹1,297 કરોડથી વધુ રકમ ચૂકવવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. આવતા દિવસોમાં જો આ રકમ ચૂકવવામા નહિં આવે તો મિલકતો પર બોજો દાખલ કરવામાં આવશે અને પાણી બંધ કરી દેવામાં આવે તો નવાઈ પામવુ નહિ.
ગુજરાત રાજ્ય નર્મદા નિગમ દ્વારા ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે શહેરી નાગરિકોની પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નગરપા લિકાઓને મહાનગરપાલિકાઓ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોને આ પાણી પૂરું પાડવા બદલ નિર્ધારિત રકમ વસુલ કરવામાં આવે છે. જે દર 1000 લિટર દીઠ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ નગરપાલિકાઓને ઔદ્યોગિક વસાહતો લાંબા સમયથી પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડને પાણી પેટે કરોડો રૂપિયાનો બિલ ચૂકવવાનું બાકી છે. આ બાકી રકમ ઓગસ્ટ 2023ના અંતે વધીને 961 કરોડ 74 લાખ રૂૂપિયા થાય છે. જ્યારે 335 કરોડ 44 લાખ પેનલ્ટી ચુકવાની છે. જળ સંપતિ સચિવ મુકેશ પુરીએ પત્ર લખી અને તાત્કાલિક આ રકમ વસૂલવા સૂચના આપી છે.
વર્ષ 2021માં નર્મદાના બાકી રહેલા વોટર ચાર્જીસની વસુલાત ન થતા સમયે જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઔદ્યોગિક એકમોને પાણી વેરો તેમજ પેનલ્ટી ચૂકવી ન રહ્યા હોવાથી મિલકત પર બોજો દાખલ કરવાની જાહેરાત કરી હતી. પણ આ જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ કડક ઉઘરાણીના અભાવે મુદલ વતા પેનલ્ટીની રકમમાં ઉતરોતર વધારો નોંધાયો છે. હવે જળ સંપતિ વિભાગ એ બાકીદારો સામે કડક વસૂલાત કરવા માં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. અત્રે નોંધવું જરૂૂરી છે ઔદ્યોગિક એકમો નર્મદાના પાણીના ઉપયોગ પછી પણ રકમ ચૂકવતા નથી.

Continue Reading

Trending