ભારતમાં ક્રિકેટના રસિયાઓની કોઈ કમી નથી, આવામાં હાલ વિજય હજારે ટ્રોફી ચાલી રહી છે તેમાં ભારતીય ટીમના ખેલાડીઓ સહિત યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, આ ટ્રોફીમાં બે દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમી રહ્યા છે અને તેમના બેટથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. રોહિતે સદી કરીને મુંબઈની ટીમને અને કોહલીએ સદી કરીને દિલ્હીને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આવામાં આ ખેલાડીઓને રમતા લાઈવ જોઈ શકાયા નહીં તેના કારણે નારાજ જોવા મળ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં લાંબા સમય પછી વિજય હજારે ટ્રોફીમાં કોહલી અને રોહિત મેદાનમાં ઉતર્યા હતા. હજારો ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સને રમતા જોવા માટે સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા, પરંતુ તેમ છતાં, ચાહકોએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે BCCI પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વિજય હજારે ટ્રોફીમાં વિરાટ અને રોહિત બંનેએ પોતપોતાની ટીમો માટે શાનદાર રમત રમ્યા હતા, પરંતુ તેમ છતાં, ચાહકો ગુસ્સે હતા.
એટલું જ નહીં, ચાહકોએ BCCI પ્રત્યે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો જેનું કારણ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં નહોતું આવ્યું. BCCI મેચોનું લાઈવ પ્રસારણ કરી રહ્યું નથી, કે કોઈ પણ પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યું નથી. નોંધનીય છે કે ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડની માત્ર થોડી પસંદગીની મેચો ટીવી પર બતાવવામાં આવી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જે મેચમાં રમી રહ્યા હતા તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. આ કારણે ચાહકો ગુસ્સે હતા. વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીનો મુકાબલો આંધ્રપ્રદેશ સામે હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બંધ દરવાજા પાછળ રમાઈ હતી. વિજય હજારે ટ્રોફીમાં એકસાથે અનેક મેચો રમાય છે. ઘણી મેચો એવા મેદાનો પર રમાય છે જ્યાં પ્રસારણ સુવિધાઓનો અભાવ હોય છે. પરિણામે, BCCI તે મેચોનું લાઈવ પ્રસારણ કરતું નથી. જો કે, BCCI નિયમિતપણે મિનિટ-ટુ-મિનિટ મેચ અપડેટ્સ તેની સત્તાવાર વેબસાઇટ પર શેર કરે છે.

