Sports
ટીમ બ્લુ INDIA !!! અમદાવાદ ક્રિકેટ ફેનના સમુદ્ર માં ફેરવાયું… જોવો તસ્વીરો
india
IND vs SA / મોહમ્મદ શમીની ઈજાએ ભારતીય ટીમની ચિંતા વધારી, ઝડપી બોલર લઈ રહ્યા છે ડોક્ટરની સલાહ

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીની સમસ્યા થઈ રહી છે જેને સારવારની જરૂર છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે, તે દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર ફિટ થઈ જશે.
શમીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. જાણવા મળ્યું છે કે શમી તેના પગની સમસ્યાની સારવાર માટે મુંબઈમાં ‘સ્પોર્ટ્સ ઓર્થોપેડિક’ની સલાહ લઈ રહ્યો હતો.
બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે, આ મેદાન પરની ઈજા નથી. તેને પગની ઘૂંટીમાં થોડી સમસ્યા છે. શમી ડૉક્ટરોની સલાહ માટે મુંબઈ આવ્યો હતો. તે પુનર્વસન અને સારવાર માટે એનસીએ પણ જશે. જો શમી ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ માટે સમયસર સ્વસ્થ થવાની શક્યતા ન હતી, તો રાષ્ટ્રીય પસંદગીકારોએ તેને પસંદ કર્યો ન હોત.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ, સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. . શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
india
IPL-2024નું આયોજન ભારત બહાર થઇ શકે

વર્લ્ડ કપ પુરો થયા બાદ તમામ ક્રિકેટ ફેન્સની નજર IPL 2024 પર છે. બહુ જલ્દી ઓક્શન યોજાવા ઝઈ રહ્યું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટને લઈને અદ્દભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે સામાન્ય ચૂંટણીના કારણે IPL શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબના સમાચાર છે.2008માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટની 17મી સીઝનનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી 2024ને લઈને ઘણા ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત પછી IPL શેડ્યૂલ આવશે. પીટીઆઈ અનુસાર, IPLના શેડ્યૂલની જાહેરાત ત્યારે જ થશે જ્યારે ભારતીય ચૂંટણી પંચ 2024ની લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરશે. આ સિવાય મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, લોકસભા ચૂંટણીને કારણે 2024ની તમામ અથવા અડધી IPL ભારતની બહાર યોજવામાં આવી શકે છે. ચૂંટણીની તારીખો પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. હવે એ જાણવું રસપ્રદ રહેશે કે ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ ક્યારે જાહેર થશે અને તે ક્યાં યોજાશે? ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી બાદ IPL 2024 માર્ચના ત્રીજા સપ્તાહથી મેના ત્રીજા સપ્તાહ સુધી યોજાય તેવી શક્યતા છે. કોઈપણ રીતે IPLની તારીખ ચૂંટણીની તારીખની જાહેરાત પછી જ જાહેર થશે તે નક્કી છે.
Sports
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી શકે પાકનો ઈમાદ વસીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ગરબડ ચાલુ છે. બોર્ડથી નારાજ અનુભવી ઓલરાઉન્ડર ઈમાદ વસીમે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇમાદ અને પીસીબી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ કોઇનાથી છુપાયેલો નથી. ઇમાદે આક્ષેપ કર્યો હતો કે તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શન છતાં બોર્ડ તેની અવગણના કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ જ તેમની નિવૃત્તિનું કારણ પણ હતું.
હવે જ્યારે પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વના હોદ્દા પર ફેરફારો થયા છે ત્યારે તેણે ફરીથી વાપસી કરવાના સંકેત દેખાડી દીધા છે.
જ્યારે 34 વર્ષીય ઓલરાઉન્ડરને પૂછવામાં આવ્યું કે તેણે માત્ર 34 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લીધી? આના પર તેણે જવાબ આપ્યો, નિવૃત્તિનો નિર્ણય મારો અંગત નિર્ણય હતો. મને લાગે છે કે મારે જે મનની સ્થિતિમાં હોવું જોઈએ તે સ્થિતિમાં હું નહોતો. તેણે આગળ કહ્યું, નમેં માનસિક રીતે શાંત રહેવા માટે આ મોટો નિર્ણય લીધો હતો. આ જીવન છે. અહીં કંઈપણ શક્ય છે. મેં નિવૃત્તિનો નિર્ણય યુ-ટર્ન લેવા માટે નથી લીધો. નિવૃત્તિ એ મારો મોટો નિર્ણય હતો. ચાલો જોઈએ કે જીવનમાં આગળ શું લખાય છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો