Connect with us

આંતરરાષ્ટ્રીય

વિદેશ જવાનો ક્રેઝ, ગુજરાતમાં 7.70 લાખ પાસપોર્ટ ઇસ્યૂ થયા

Published

on

ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે રાજ્યમાં 7.70 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યુ હતું. અત્યાર સુધીમાં 8.12 લાખ અરજીઓમાંથી 7.70 લાખ અરજીનો નિકાલ કરાયો છે. આ સાથે એપોઈન્મેન્ટના સમયમાં પણ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં લોકોનો વિદેશ ફરવા જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. રાજ્યમાંથી લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. જેને લઈ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે થતી અરજીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો આ વર્ષમાં નવેમ્બરના અંત સુધીમાં ગુજરાત RPO દ્વારા મળેલી 8.12 લાખ અરજીઓ પૈકી 7.70 લાખ અરજીઓના નિકાલ કરી પાસપોર્ટ તૈયાર કરી આપી દેવામાં આવ્યા છે.
વિગતો મુજબ સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ શનિવારે સરકારી રજા હોવા છતાં પાસપોર્ટ ઓફિસની કામગીરી ચાલુ રાખી અરજદારોની અરજીઓના નિકાલ કર્યા હતા. ગુજરાત RPO રેન મિશ્રાના જણાવ્યા મુજબ તમામ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર દિવસે દિવસે ટ્રાન્સપોર્ટ માટેના અરજદારોની સંખ્યા વધી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં રોજના સાડા ત્રણ હજારથી વધુ અરજદારોની એપ્લિકેશન પર કામગીરી કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય

મોરેશિયસમાં શિવરાત્રિ પર્વ પહેલાં આગ: 6નાં મૃત્યુ

Published

on

By

ગઇકાલે મોરેશિયસમાં હિંદુ તહેવાર નિમિત્તે ધાર્મિક વિધિ દરમિયાન આગ ફાટી નીકળતાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું.પોલીસ કમિશનર અનિલકુમાર દિપે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, જ્યારે હિન્દુ દેવતાઓની મૂર્તિઓ દર્શાવતી લાકડાની અને વાંસની ગાડી ખુલ્લી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી ત્યારે આગ ફાટી નીકળી હતી.

અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે, તેમણે જણાવ્યું હતું. 8 માર્ચના રોજ શિવરાત્રિ ઉત્સવ પહેલા, યાત્રિકો ગ્રાન્ડ બેસિન તળાવની પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જે પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આ ઘટના બાબતે સોશિયલ મિડીયા પોસ્ટ દ્વારા દુ:ખ વ્યકત કર્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

દુબઇમાં યોજાઇ વિશ્ર્વની સો પ્રથમ જેટ સૂટ રેસ

Published

on

By

  • સુપરહીરો ફિલ્મ જેવા દ્દશ્યો સર્જાયા

દુબઈમાં વિશ્વની પ્રથમ જેટ સૂટ રેસ યોજાઈ હતી જેણે કોઈ સુપરહીરો ફિલ્મનાં દૃશ્યોની યાદ અપાવી દીધી હતી. ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ તેમના હાથ અને પીઠ પર જેટ એન્જિન લગાવ્યાં હતાં અને દુબઈ મરીનાની ગગનચુંબી ઇમારતોની સ્કાયલાઇન સામે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દુબઈ મરીના રનવે પર યોજાઈ હતી, જેનો ઉપયોગ સ્કાયડાઇવ દુબઈ કંપની કરે છે.
આ કંપની ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમ સાથે જોડાયેલી છે અને રોમાંચક અનુભવો માટે જાણીતી છે. પાઇલટે પહેરેલો જેટ સૂટ 1500 હોર્સપાવરની ક્ષમતા ધરાવે છે જે કોઈ લક્ઝરી સ્પોર્ટ્સકારની ક્ષમતા કરતાં વધારે છે. દરેક જેટ 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. યુનાઇટેડ કિંગડમના પાઇલટ ઇસા કાલફોને ફિનિશ લાઇન પાર કરીને આ સ્પર્ધા જીતી હતી અને ગોલ્ડન જેટ ટર્બાઇન મેળવ્યું હતું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ભારે વરસાદથી ખાનાખરાબી: 29નાં મૃત્યુ

Published

on

By

પાકિસ્તાનમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે મીડિયાને આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદને કારણે અનેક મકાનો પડી ગયા અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતમાં ભારે વરસાદથી વધુ અસર થઇ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રાતથી ખૈબર પખ્તુનખ્વામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 23 લોકોના મોત થયા છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના દરિયાકાંઠાના શહેર ગ્વાદરમાં પૂરમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ લગભગ 10 હજાર લોકોને બોટ દ્વારા બહાર કાઢ્યા હતા.

Continue Reading

Trending