Connect with us

jamnagar

ખંભાળિયાના નાયબ કાર્યપાલક ઇજનેરને 3 વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

Published

on

ખંભાળિયામાં વર્ષ 2009 માં પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂૂ. 30,000 ની માંગણી કરતા આ સંદર્ભે લાંચના ગોઠવાયેલા છટકામાં તેઓ રંગે હાથ સપડાઈ ગયા હતા. જે અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા કોર્ટે નાયબ ઈજનેરને ત્રણ વર્ષની સખત કેદ તેમજ રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટનું કામ કરતા જય દ્વારકાધીશ ક્ધટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર દ્વારા ખંભાળિયા પંથકના નવી ફોટ, જુની ફોટ, ખોખરી વિગેરે ગામોમાં પાણીની પાઇપલાઇન નાખવાનો પેટા કોન્ટ્રાક્ટ મેળવી અને આ પ્રકરણના ફરિયાદીએ જય દ્વારકાધીશ ક્ધસ્ટ્રક્શન નામથી રાખેલા કામમાં તેઓએ નર્મદા યોજના હેઠળ પાઇપલાઇનના બિલો કચેરીમાં રજૂ કર્યા હતા.
આ કામના બાકી રહેલા તેમના અંતિમ બિલ માટે ખંભાળિયાની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના નાયબ કાર્યપાલક સુરેશ મોહનભાઈ પટેલ દ્વારા તેમનું કામ જલ્દીથી કરી દેવા માટે રૂપિયા 30,000 ની માંગણી કરવામાં આવી હતી. જેથી આ પ્રકરણના ફરિયાદી દ્વારા પ્રથમ 5,000 રૂૂપિયા આપ્યા હતા અને બાકીના રૂપિયા 25,000 15-20 દિવસમાં આપી દેવા જણાવ્યું હતું. આ સોદા દરમિયાન ફરિયાદીના મિત્ર પણ તેમની સાથે હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર એ.સી.બી. વિભાગને ફરિયાદ કરવામાં આવતા આના અનુસંધાને ટ્રેપિંગ અધિકારી જે.જે. ધ્રાંગા દ્વારા 05-09-2009ના રોજ બે સરકારી પંચોની ઉપસ્થિતિમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ફરિયાદીના ઈસારે સાંજના સમયે એ.સી.બી. કર્મચારીઓએ સુરેશ મોહનભાઈ પટેલને રૂ. 10,000 ની લાંચ સ્વીકારી, આ રકમ પોતે પહેરેલા ડાબા ખિસ્સામાં મુકતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એ.સી.બી. પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં પંચો તેમજ સાહેદોની તપાસ તેમજ તપાસનીસ અધિકારીની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખી, જજ વી.પી. અગ્રવાલએ આરોપી સુરેશ મોહનભાઈ પટેલને તકસીરવાન ઠેરવી, જુદી-જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

jamnagar

જામનગરમાં ટિફિન આપવા ગયેલી બાળાની ક્રૂર હત્યા

Published

on

By

 

  • જેનુ ખાધું તેનું જ ખોદ્યું, વૃદ્ધ ટ્રક ડ્રાઇવરે ખેલ્યો ખૂની ખેલ
  • અગાઉ પત્નીને મોતને ઘાટ ઉતારનાર શખ્સે પાડોશીની માસૂમ પુત્રીના પ્રાણ હરી લીધા : ટિફિન આપવા ગયેલી માસૂમને છરીના 15 ઘા ઝીંકી વેંતરી નાખતા અરેરાટી, આરોપી ફરાર

જામનગરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથળેહાલ હોય જેની ચાડી ખાતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત બુધવારે સમી સાંજે જામનગરમાં સિનિયર વકીલને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધી બાદ સપ્તાહના માં જ હત્યાની બીજી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર શહેર ભરમા ખળભળાટ મચી ગયો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષની બાળકીને પડોશી ટ્રક ડ્રાઇવર ઢગાએ બેરહેમીથી છરીના ઘા ઝીંકી પરલોક પહોંચાડી દેતા સનસનાટી મચી છે. હત્યાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ હત્યાના વારદાતને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વકીલ હારુન પલેજાની હત્યાની શાહી હજુ સુકાણી નથી ત્યાં જામનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામેં આવતા શહેરભરમાં સોંપો પડી ગયો છે.શહેરભરમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શાંતાબેન તેમજ રાજેશભાઈ કારાવદરા ટીફીનના કામ સાથે સંકળાયેલ હતો. આ દરમિયાન માતા પિતા શહેરના શરૂૂ સેક્શન રોડ પર પોતાના મકાનના સરકારી કામને લઈ કચેરીએ ગયા હતા. આથી બાળકી દ્રષ્ટિ કારાવદરા (ઉ.વ.12) તેના પાડોશમાં જ રહેતા લાલજી કૈલાશભાઈ પંડયા(ઉ.વ. 60)નામના ટ્રક ચાલકને ટિફિન આપવા માટે ગઈ હતી.
આ વેળાએ ટ્રકચાલક આરોપીએ કોઈ કારણસર બાળકી પર હુમલો કરી દીધો હતો. દયહીન આરોપીએ છરીના 15 જેટલા ઘા ઝીંકી દેતા માસુમ બાળકીની લોહીલુહાણ હાલત થઈ હતી. બાળકી પર હુમલો કરી આરોપી પલાયન થઇ ગયો હતો. બીજી બાજુ સરકારી કામ સબબ ગયેલા બાળકીના માતા-પિતાને જાણ થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જ્યા માતાપિતાના કરુણ રુદનથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

બાદમાં 108 ની સ્ટાફને જાણ કરતા ટુકડીએ દોડી જઇ બાળકીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેણીનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો, અને ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. આથી પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ નિવેદનમાં મૃતક બાળકીના માતાપિતાએ જણાવ્યું કે હુમલાખોર આરોપી લાલજી કૈલાશભાઈ પંડયા જે પરિવાર સાથે વર્ષોથી સંબંધો રાખે છે, અને તેને જમવાનું પણ ટિફિન પહોંચાડતા હતા. દરમિયાન બપોરે દ્રષ્ટિ (12 વર્ષ) આરોપીને ટિફિન આપવા ગઈ હતી અને હત્યાનો ભોગ બની હતી. આરોપી લાલજી પંડાયએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હતી અને જેલવાસ ભોગવીને છૂટયો હોવાનું જાણવા મળે છે.

મકાન ભાડે અપાવ્યું, જમવાની વ્યવસ્થા કરી દીધી છતાં ગરીબ પરિવારની દીકરી છીનવી
મેર પરિવાર છેલ્લા બે વર્ષથી અહી ભાડાના મકાનમાં રહે છે. ટ્રક ચાલક તરીકે વ્યવસાય કરતા રમેશભાઈને કેન્સરની બીમારી હોવાથી તેઓના પત્ની પણ ઘરેથી ટીફીન સર્વિસ ચાલુ કરી હતી. વ્યવસાય દરમિયાન રમેશભાઈને આરોપી લાલજીથી ભેટો થયો હતો. આરોપી પણ ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. મૂળ ખંભાલીયાના આરોપી લાલજીને રમેશભાઈ અઢી-ત્રણ વર્ષથી ઓળખતા હતા. જામનગરમાં પોતાના મકાનથી થોડે દુર ભાડાથી મકાન પણ રમેશભાઈ અને તેના પરિવારે શોધી આપ્યું હતું. આરોપી પોતે એકલો જ હોવાથી મેર પરિવારે શરૂૂઆતમાં પોતના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં લાલજી મોડો આવતો હોય અને વર્તન પણ સારું ન હોવાથી તેના ઘરે ટીફીન આપવાની વ્યવસ્થા કરી હતી. આરોપી જયારે ટ્રકમાંથી પરત આવતો ત્યારે મેર પરિવારની બાળકીઓ તેનો રૂૂમ સાફસુફ કરી આપતી અને ટીફીન પણ પહોચાડી આવતી. આરોપી લાલજી અગાઉ પાંચેક વખત બાળકીઓને ફરવા પણ લઈ ગયો હતો. જો કે ઘરે જમવાની પાડેલી ના મેર પરિવારને ભારે પડી હતી. આ અવમાનનાને મગજમાં ધરબી બેઠેલ લાલજીએ ગઈ કાલે અંત લાવી બાળકીને ક્રુરતા પૂર્વક પતાવી નાશી ગયો છે.ખંભાલીયાના આરોપી લાલજી પંડ્યાએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું અને જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુનાહિત માનસિકતા ધરવતા સખ્સોથી દુર રહેવું જોઈએ એમ આ ઘટના સમાજને શીખ આપે છે.

Continue Reading

jamnagar

હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ

Published

on

By

  • કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Continue Reading

jamnagar

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

Published

on

By

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Continue Reading

Trending