Site icon Gujarat Mirror

ભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટ

 

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ બાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે કોંગી આગેવાનો વિરુદ્ધ રાજકોટની કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ છે.

આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂા. 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યુ હોવાના ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના તાત્કાલીન દંડક સી.જે. ચાવડાએ આક્ષેપો કર્યા હતાં તદન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને રાજકોટ બાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.

નીતિનભાઈ ભારદ્વાજે નોંધાવેલી બદનક્ષીની ફરિયાદમાં નીચેની કોર્ટે ફરિયાદી અને સાહેદોને તપાસેલ હતા તમામ કાર્યવાહીના અંતમમાં નીચેની કોર્ટે ફરિયાદ પરત કરેલ હતી. જે હુકમ સામે નિતિનભાઈ ભારદ્વાજ દ્વારા સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જે રીવીઝન અરજી સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટેસાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ કેસ ચલાવવાનો હુકમ કર્યોહ તો.

જે બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રેોસેસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. જે હુકમ બાદ ઘણી મુદતો વીતી જતા આરોપીો કોર્ટમાં હાજર થયા ન હતાં જેના પગલે ફરિયાદ પક્ષ દ્વારાતમામ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરિયાદ પક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી નિતિનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના યુવા એડવોકેટ અંશ ભારજદ્વાજ, ધીરજ પીપળિયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જિતેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત શ્રેયશ શુકલ, કૃણાલ દવે અને ચેતન પુરોહિત રોકાયા હતાં.

Exit mobile version