Connect with us

ગુજરાત

કાઉન્ટર એટેક, અંબરીશ ડેર રૂપાલાના સમર્થનમાં

Published

on

  • રાજકોટમાં અમરેલી જિલ્લાના નેતાઓ દ્વારા શુક્રવારે સાંજે ‘સ્નેહસંવાદ’ કાર્યક્રમનું આયોજન

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદીત ટિપ્પણી કર્યા બાદ બે વખત માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરી દીધું છે અને ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર વિનંતીઓ છતાં ક્ષત્રિય સમાજ ટસનો મસ નહીં થતાં હવે ભાજપે કાઉન્ટર એટેક શરૂ કર્યાનું જાણવા મળે છે. આ કાઉન્ટર એટેકના ભાગરૂપે આગામી તા.5 ને શુક્રવારના રોજ સાંજે શ્રી ક્રિષ્ના ગૌશાળા, ટીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની પાસે, રાજકોટ ખાતે ‘સ્નેહસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ માટે આપવામાં આવેલા નિમંત્રણ મુજબ કાર્યક્રમના આયોજકો પણ પરસોત્તમભાઈ રૂપાલાના વતન અમરેલી જિલ્લાના જ દર્શાવાયા છે. નિમંત્રક તરીકે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અબરીશ ડેર, બાબરાના પ્રતાપભાઈ કોઠીવાડ, ખાંભાના ટીપુદાદા બોરીસાગર, અમરેલીના જગદીશભાઈ વ્યાસ, જાફરાબાદના રાજુભાઈ માઢક, બગસરાના ચિરાગ પરમાર તથા સાવરકુંડલાના શરદભાઈ પંડયાના નામો છાપવામાં આવ્યા છે.

રાજકોટ ભાજપના કોઈ નેતાઓ કાઉન્ટર એટેક માટે આગળ નહીં આવતાં રૂપાલાના વતન અમરેલી જિલ્લાના નેતાઓએ આ બીડુ ઝડપી સ્નેહસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હોવાનું જણાવાઈ રહ્યું છે. આમંત્રણ પત્રિકામાં રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના જનસંમર્થન માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજકીય નિરીક્ષકો અમરેલી જિલ્લાના નેતાઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમને ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલી ‘રૂપાલા હટાવો’ ઝુંબેશના કાઉન્ટર એટેક તરીકે જોઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રૂખી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ક્ષત્રિય સમાજ કોઈપણ ભોગે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની રાજહઠ લઈને બેસી ગયો છે. બીજી તરફ ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યાં છે તેવા સમયે ‘સ્નેહસંવાદ’ કાર્યક્રમનું આયોજન સુચક માનવામાં આવી રહ્યું છે.

ગુજરાત

ગોંડલના રામોદમાં બુધવારે નવતર લગ્ન, સ્મશાનમાં વરરાજાનો ઉતારો: ભૂત-પ્રેતનું સરઘસ

Published

on

By

  • કાળી સાડી સાથે ઉંધા ફેરા ફરી કુરિવાજોને અપાશે તિલાંજલિ: સપ્તપદીને બદલે બંધારણના લેવાશે સોગંધ

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમી તા.17 બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. તેમાં ક્ધયા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપશે. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવવાની છે. જેમા વરરાજા જયેશભાઇ નું સ્વાગત રામોદની ક્ધયા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે. વર-ક્ધયાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાશે. મુર્હુતચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરશે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાનાં જણાવ્યાં મુજબ બુધવાર તા. 17 મી એ જાથાની ટીમ રામોદમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરશે. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે.

સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. ક્ધયા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે, કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરવાના છીએ. આ લગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ અને હિરેન સુરેશભાઈ સહિત ગામના જાગૃતો અને મિત્ર મંડળ, જાથાના સદસ્યો જોડાવાના છે.

Continue Reading

ગુજરાત

તળાજા નજીક અકસ્માતમાં વૃદ્ધ દંપતી ખંડિત, વૃદ્ધની હાલત નાજુક

Published

on

By

  • મોગલધામ બાઈક પર જતા હતા તે સમયે કારચાલકે અડફેટે લીધા

ભાવનગર જિલ્લાના તળાજાના સાખડાસર -1 ગામે રહેતા આહિર પંચોલી સમાજના વૃદ્ધ દંપતિ આજે બપોરના સમયે બાઇક લઈને મોગલ ધામ ભગુડા જતા હતા.તે સમયે રસ્તો ઓળંગવા જતા સ્પીડમાં આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત થયુંહતું.

જેમાં વૃદ્ધા નું મૃત્યુ સ્થળ પરજ થયુ હતું. જ્યારે વૃદ્ધને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવેલ છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક બતાવવા આવી રહી છે. તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ સાંખડાસર એક તમે રહેતા મોહનભાઈ સડથાભાઈ લાડુમોર તથા તેમના પત્ની સવિતાબેન મોહનભાઈ લાડુમોર બંને બાઈકનં.જીજે-4બી-227 પર સવાર થઈ ભગુડા સ્થિત આઈ મોગલના દર્શનેજતા હતા.પસ્વી ગામ નજીક પાદરગઢ થી ભગુડા જવાના માર્ગ પર જવા માટે નેશનલ હાઇવે પરથીથીબાઈક વાળતા હતા ત્યારે કાર નંબર જીજે 06 કે એચ 5973 ના ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધાહતા. જેના પગલે સ્થળ પર જ સવિતાબેન 60 નું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

જ્યારે મોહનભાઈ 62 ને પ્રથમ તળાજા સદવિચાર જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમા લઈ જવાતા તબીબે નાજુક હાલત જણાવતા સર્ટી હોસ્પિટલમાં સારવાર સારવાર લેવાની ફરજ પડી હતી.બનાવને પગલે મોહનભાઈના નાનાભાઈ કાબાભાઈ લાડુમોર એ રે.સાંખડાસર-1 રસ્તાપર જ કાર મૂકીને જતા રહેલ અજાણ્યા ચાલક વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છેકે વૃદ્ધ દંપતિ ના દીકરા સહિત પરિવાર ના સભ્યો સુરત સ્થાઈ થયેલ છે.

Continue Reading

કચ્છ

કચ્છ અને ખંભાળિયા પંથકમાં 0ાા થી 2 ઇંચ વરસાદ

Published

on

By

  • ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ખેતીના પાકને ભારે નુકસાન ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

હમામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમા આસ કરીને કચ્છમાં છેલ્લે બે દિવસથસ ઝાપટા સ્વરૂપે પડી રહેલા વરસાદે જોર પકડતા ગઇ કાલે અંજાર સહિતાન ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદ ખાબકતા બે ઇંચ પાણી વરસી ગયુ હતુ જયારે ખંભાળિયા અને ભાણવડ પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે ઝાપટા અને અમુક સ્થળે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો બીજી તરફ કમોસમી વરસાદ થી ખેતીને ભારે નૂકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

કચ્છમા બે દિવસથી પડી રહેલા સતત વરસાદથી એક તરફ ખેડુતો ચિંતીત બન્યા છે ત્યા રવિવારે અંજારમા ખાબકેલા વરસાદે શહેરમા દહેશત સર્જી હતી સદ્દનશીબે ભારે પવન સાથે પડેલા વરસાદથી મોટુ નુકશાન થયુ ન હતુ પરંતુ બીજા દિવસે ખાબકેલા સત્તાવાર 56 ખખ વરસાદે શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી અને શહેરના અનેક વિસ્તારોમા પાણી વહી નિકળ્યા હતા વરસાદને કારણે અંજારમા ચાલી રહેલ સ્વામીનારાયણ મંદિરનો ઉત્સવ એક દિવસ ટુંકાવી પુર્ણ જાહેર કરવામા આવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાનની ચિંતા સેવાઇ રહી છે. અંજાર ઉપરાંત આજે ભુજ,રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમા ભારે પવન અને ક્યાક કરા સાથે વરસાદ પડ્યો હતો તો ગુજરાતના અન્ય જીલ્લામા પણ વરસાદે મુશ્કેલી સર્જી હતી હજુ એક દિવસ રાજ્યના અન્ય જીલ્લામા વરસાદની સંભાવના છે
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Continue Reading

Trending