સ્થાનિકોની અનેક રજુવાતો છતાં કેમ તટસ્થ તપાસ થતી નથી ? : માનવ વસાહતમાં આવેલી આ ટાંકી દુર્ઘટના સર્જ તે પેહલા લોકોના આક્ષેપોની તટસ્થ તપાસ કરવી જરૂૂરી
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવ ના આંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે તેના સાંસદ સભ્ય પોરબંદર, ધારાસભ્ય જેતપુર અને જિલ્લા તાલુકા ના સદસ્ય અમરેલીમાં આવે છે તેથી આ ગામના લોકોના પ્રશ્નો અને મૂંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા જોવા છે. આ ગામના લોકોને વ્યવસ્થિત કાયમી પીવાના પાણીની સુવિધાઓ ઉપાલબ્ધ કરાવવા માટે વાસ્મો યોજનામાં લાખો રૂૂપિયાના ખર્ચે પીવાના પાણીની ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી બન્યાના બે વર્ષ થયા પરંતુ આ ટાંકી બનતી હતી.
ત્યાર થી નબળી ગુણવતા વાળા કામ બાબતે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા પરંતુ ગામમાં પાછળ ના ત્રણ વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ ના હોય તેમ આ પાણીની ટાંકીના કામમા ભ્રષ્ટાચારે માજા મુક્યાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે લોકોના જણાવ્યા અનુસાર આ પાણીની ટાંકી ઉપર જતા ત્રાસી બની છે અને સૌ પ્રથમ વાર તે બન્યા બાદ પાણી ભરાયું ત્યારે તેમાંથી પાણી ટપકતું હતુ ત્યાર બાદ તે ભ્રષ્ટાચાર ને છુપાવવા માટે તેમાંથી પાણી ખાલી કરી ને કેમિકલ મારવામાં આવ્યુ હતું. હાલ આ ટાંકી માં પાણી ભરવામાં આવે છે પરંતુ તેનું આયુષ્ય ટૂંકું છે ત્યારે અનેક વાર આ ભ્રષ્ટાચાર બાબતે રજુવાતો કરવામાં આવી હતી.
તો આજ દિન સુઘી કોઈ તપાસ થઇ નથી તો આ બાબતે તટસ્થ તપાસ કરી જો કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોય તો કડક કાર્યવાહી કરવી જરૂૂરી બને છે. સાથે સ્થાનિક લોકો અને આગેવાનો જે રીતે જણાવી રહ્યા છે તે મુજબ આ ટાંકી નુ નબળું કામ થયુ હોય તો તે ટાંકી લીકેજ થઇ ને ધરાશય થઇ શકે છે તો તેની તપાસ કરી આ ટાંકીની કેપિસિટી અને ક્ષમતા પણ ચેક કરવા જરૂૂરી છે અન્યથા માનવ વસવાટ વાળા વિસ્તાર માં આવેલી આ ટાંકી કોઈ નિર્દોષ લોકોનો ભોગ લઇ શકે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા હોવાથી આ બાબતે તટસ્થ તપાસ જરૂૂરી બંને છે. હવે જોવાનુ એ રહ્યું કે શું અમરેલી જીલ્લાનું તંત્ર આ બાબતે ક્યારે તટસ્થ તપાસ કરાવે છે કે પછી સબ સલામત ના ગુણગાન ગાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

