ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા : હું કોરોના વાઈરસ સંક્રમિત હોય તેવું મને લાગે છે !

સ્વિડનની 17 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કહ્યું છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગઈ હોય તેવું લાગે છે. તેણે કહ્યું હતું કે તે અને તેના પિતા તાજેતરમાં જ યુરોપનો પ્રવાસ કરીને આવ્યા છે. હાલ તેને કોરોનાના લક્ષણો દેખાયા છે. ઈસ્ટાગ્રામ પર પોતાની વાત કરતા તેણે જણાવ્યું હતું કે મને ખૂબ થાક લાગી રહ્યો છે, શરીર ધ્રુજી રહ્યું છે, ગળામાં દુખાવો થઈ રહ્યો છે અને


કફ આવી રહ્યો છે. મારા પિતામાં પણ આ સમાન લક્ષણો જણાઈ રહ્યા છે. હું હાલ સેલ્ફ આઈસોલેશનમાં છું. મારી માતા અને બહેન પણ જર્મનીની મુલાકાતેથી આવ્યા છે. જોકે મેં હજુ ટેસ્ટ કરાવ્યો નથી

રિલેટેડ ન્યૂઝ