ગોલ્ડ ડીલર્સ એસોસિએશન : રાજકોટમાં સોની બજાર,પેલેસ રોડ પર તમામ જ્વેલર્સ 31 માર્ચ સુધી બંધ

ગોલ્ડ ડીલર્સ એસોસિએશન : રાજકોટમાં સોની બજાર,પેલેસ રોડ પર તમામ જ્વેલર્સ 31 માર્ચ સુધી બંધ રહેશે.

22 માર્ચે રવિવારે દેશભરમાં જનતા કર્ફ્યુને સમર્થન મળ્યું પરંતુ રાત્રે લોકો ફરવા નીકળ્યા હોય તેવો માહોલ રાજકોટમાં જોવા મળ્યો હતો. સરકારે ત્રણ દવિસ સુધી ઘરમાં જ રહેવા સૂચના આપી છે છતાં 23 માર્ચે રાજકોટમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. 144 કલમ હોવા છતાં લોકો રસ્તા પર નીકળી પડ્યા છે. મેડિકલ સ્ટોર, જીવન જરૂરી વસ્તુની દુકાનો ખુલી છે. બીજી તરફ શહેરાના ચોકે ચોકે પોલીસ ગોઠવાઇ ગઇ છે અને વાહનચાલકોને રોકી રોકીને પૂછી ઘરે મોકલી રહ્યા છે.કાલાવડ રોડ પર પોલીસ લોકોને રોકી રોકીને ઉઠક-બેઠક કરાવી રહી છે, કોઇ બહાર આવે તો આ જ હાલ થશે, 150થી વધુ રીક્ષા ડિટેઇન કરી છે. પોલીસ કમિશનરે કડક અમલ થશે, લોકો કામ વગર બહાર ન આવે. રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ લોકડાઉન


જાહેર કરવામાં આવ્યું છે. 25 માર્ચ સુધી જિલ્લામાં લોકડાઉન રહેશે. ધોરાજી, ગોંડલ, જસદણ સહિત તમામ જગ્યા પર માત્ર આવશ્યક સેવા ચાલુ રહેશે. પોરબંદરના સાસંદ રમેશ ધડુકના બે પુત્રો સ્વિત્ઝરલેન્ડ ફરીને
પાછા ફર્યા હોય તેમના ઘરને કોરોન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યું છે. ગોંડલ સ્થિત તેના ઘરની બહાર આરોગ્ય વિભાગે કોરોન્ટાઇનનું પોસ્ટર લગાવ્યું છે. વેરાવળમાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. વેરાવળના 28 વર્ષીય યુવક વિદેશથી પરત ફર્યો છે. યુવકમાં કોરોના વાઇરસના લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. તેના બ્લડના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે.

રિલેટેડ ન્યૂઝ