વિરાટ અનુષ્કાને છૂટાછેડા આપે: ભાજપ MLA

મુંબઇ તા.28
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર્ફેક્ટ કપલ છે. પરંતુ ભાજપના એક ધારાસભ્યએ તેમને છૂટા પડવાની સલાહ આપી દીધી છે. વાંચીને આંચકો લાગશે પરંતુ આ સાચું છે કે ભાજપ નેતાએ વિરાટ કોહલીને પત્ની અનુષ્કાને છૂટાછેડા આપવાની સલાહ આપી છે.
ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુજર્રે હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, વિરાટ કોહલી
દેશભક્ત છે. દેશ માટે રમે છે. તેણે અનુષ્કાને ડિવોર્સ આપી દેવા જોઈએ. નિશ્ર્ચિત રૂપે વિરાટનો આમાં કોઈ રોલ નહીં હોય અને કોઈ મુદ્દે સામેલ નહીં હોય.નંદકિશોર ગુર્જરના મતે, અનુષ્કા શર્માએ આ વેબ સીરીઝ બનાવીને દેશદ્રોહનું કામ કર્યું છે. જેના માટે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અગાઉ અનુષ્કા સામે કાર્યવાહી કરવાની માગ સાથે તેમણે કહ્યું હતું, પાતાલ લોક વેબસીરીઝમાં બાલકૃષ્ણ વાજપેયી નામનાગુનાખોરીમાં સંડોવણી ધરાવતા એક નેતા સાથે માર્ગ ઉદ્ઘાટન કરતા સમયની મારી અને અન્ય ભાજપ નેતાઓની તસવીર દર્શાવવામાં આવી છે. હું હાલ ભાજપનો ધારાસભ્ય છું અને મારી અનુમતિ વિના મારી તસવીરનો ઉપયોગ
ધર્મ-જાતિના તાણાવાણાને વેરવિખેર કરતી પાતાલ લોક વેબ સીરીઝમાં દર્શાવીને રાજદ્રોહનું કામ કર્યું છે.
નંદકિશોર ગુર્જરનો આરોપ છે કે, અનુષ્કા શર્માએ પોતાની વેબ સીરીઝથી ભારતીય જનતા પાર્ટીની
છબિ ખરડવાની કોશિશ કરી છે. તેમણે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ પત્ર લખીને આ સીરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ