રાજકોટમાં 500થી વધુ બાળક કોરોનાની ઝપટે

કોરોનાના બીજા રાઉન્ડમાં નવી ચિંતા, બાળકોમાં સંક્રમણ વધુ

15 દિવસથી દરરોજ 25થી 30 બાળકનાં રિપોર્ટ આવે છે પોઝિટિવ

કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે. બાળકોમાં એટલા ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે કે હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે. આવામાં રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું છે. રાજકોટમાં 500 જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં 60 ટકા બાળકો 5 વર્ષ કરતા નાની ઉંમરના
હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
છેલ્લાં 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં વધુ 4 બાળકો સારવાર માટે દાખલ થયા છે.
ચોંકાવનારી માહિતી તો એ છે કે, 2 થી 7 દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.
તબીબના જણાવ્યા અનુસાર, નાના બાળકોમાં શ્વસનનીસમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય
તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે. બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. આવામાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ