રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, 5 દર્દીના મોત

તહેવારો ટાણે જ કોરોનાએ ફૂંફાડો મારતા લોકો અને તંત્રમાં ભયનો માહોલ

કોવિડ ડેથ ઓડિટ કમિટીએ ગઈકાલે નોંધાયેલા 6 પૈકી ફકત 1 મોત કોરોનાથી થયાનું જાહેર કર્યુ, શહેરની હોસ્પિટલોમાં 2171 બેડ ઉપલબ્ધ

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત જ છે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી થતા મૃત્યુઆંકમાં ચડાવ-ઉતાર વચ્ચે આજે ફરી ફુફાડો માર્યો હોય તેમ કોરોનાથી રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઉછાળો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 79 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 9171 ઉપર પહોંચી ગયો છે. જ્યારે હજુ 462 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે 60 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રિકવરી રેઈટ 93.22 ટકાએ પહોંચી ગયો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે આજે ફરી કોરોનાએ ફુફાડો માર્યો હોય તેમ મૃત્યુઆંકમાં વધારો નોંધાયો હતો. કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 5 દર્દીના મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મૃત્યુઆંકમાં ઉતાર-ચડાવ વચ્ચે નોંધાયેલા આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે. સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોધાંયો છે. રાજકોટ શહેર-જીલ્લામાં ગઈકાલે 79 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની
સંખ્યા વધીને 9171 સુધી પહોંચી ગઈ છે ગઈકાલે 60 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હજુ 462 દર્દીઓ પણ સારવાર હેઠળ છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 3.74 લાખ લોકોના કોરોના ટેસ્ટ થઈ



ચુક્યા છે જેમાંથી 9171 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 8476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 462 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા રિકવરી રેઈટ 93.22 ટકાએ પહોંચી ગયો છે. સરકાર નિયુકત ડેથ ઓડિટ કમિટીએ આપેલા રિપોર્ટમાં ગઈકાલે મૃત્યુ પામેલા 6 દર્દીઓ પૈકી માત્ર એક જ દર્દીનું કોરોનાથી મોત થયાનું જાહેર કરયું છે આ ઉપરાંત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2171 બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હજુ 462 દર્દી સારવાર હેઠળ
કોરોનાની રફતાર ધીમી પડતા લોકોએ રાધીનો શ્ર્વાસ લીધો હતો ત્યા ફરી તહેવારો ટાણે જ કોરોનાએ ફુફાડો મારતા પોઝીટીવ કિસોમાં ઉછાળો નોંધાયો છે. રાજકોટની
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હજુ 462 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.


કુલ પોઝિટિવ કેસનો આંક 9171 થયો, રિકવરી રેઈટ 93-22 ટકા
શહેરમાં કોરોના ચડાવ-ઉતાર વચ્ચે ફરી પોઝીટીવ કેસોની દૈનિક સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈ કાલે નવા 79 પોઝીટીવ કેસો નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક 9171 ઉપર પહોંચ્યો છે જયારે આ સાથે સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાતા રિકવરી રેઈટ 3.22 ટકા થયો છે.





રિલેટેડ ન્યૂઝ