રાજકોટમાં કોરોનાએ 4 દર્દીના જીવ લીધા

સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, સાજા થતાં દર્દીઓની સંખ્યા વધતા રિકવરી રેઈટ 90.86 ટકાએ પહોંચ્યો

રાજકોટમાં કોરોના અંતિમ પડાવ તરફ જતો હોય તેવું ફલીત થઇ રહ્યું છે રાજકોટની સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ઉતાર ચડાવ વચ્ચે 24 કલાકમાં કોરોનાથી માત્ર 4 દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો શહેર-જિલ્લામાં 24 કલાકમાં 48 કેસો જ નોંધાયા છે મૃત્યુઆંકમાં થતા ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા રીકવરી રેઈટ 90.86 ટકાએ પહોંચ્યો છે.
શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે હવે હકીકતે કોરોનાએ પોતાની પક્કડ ઢીલી પાડી હોય તેવું લાગી રહ્યું
છે કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થતિ વચ્ચે મૃત્યુદરમાં ફરી જબરો ઘટાડો નોંધાયો છે રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકમાં સારવાર લઇ રહેલા માત્ર 4 દર્દીઓના જ મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મૃત્યુઆંકમાં નોંધાયેલા ઘટાડાથી આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણઘટાડો યથાવત રહેવા પામ્યો છે રાજકોટ શહેર-જીલ્લામાં 24 કલાકમાં 48 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 8309 સુધી પહોંચી ગઈ છે આજે
81 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે 549 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

ડેથ ઓડિટ કમિટીના ચોપડે એક પણ મોત નહીં !
રાજકોટ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા શહેર જિલ્લાના દર્દીઓ પૈકી ગઈકાલે 2 દર્દીઓના મોત નીપજ્યા હતા. જોકે સરકાર નિયુકત ડેથ ઓડિટ કમિટીએ આપેલા રિપોર્ટમાં એક પણ મોત કોરોનાથી ન થયાનું જણાવાયું છે.
શહેરની
હોસ્પિટલોમાં કોરોનાના ખાલી બેડની સંખ્યા વધી : 2093 બેડ ઉપલબ્ધ
રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડતા મૃત્યુઆંક અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એક સમયે શહેરની
હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ત્યારે હવે સંક્રમિતોની સંખ્યા ઘટના અને દર્દીઓના સાજા થવાનું પ્રમાણ વધવા લાગતા બેડની સંખ્યામાં વધારો થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલની સ્થિતિએ 2093 બેડ ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ