રાજકોટના 4 સહિત વધુ 6ના મોત, 37 પોઝિટિવ

HCG હોસ્પિટલના બે તબીબ, પોપ્યુલર જ્વેલર્સના માલિકને પોઝિટિવ
શહેરમાં કોરોના વોરિયર્સ પણ હવે કાતિલ વાયરસના સકંજામાં સપડાવા લાગ્યા છે. ગઇકાલે કેન્સર હોસ્પિટલના ત્રણ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે એચ.સી.જી. હોસ્પિટલના બે તબીબ ડો.હીમાંશુ કોયાણી અને ડો.નિરવ કરમટાને કોરોના થયો છે. આ ઉપરાંત પોપ્યુલર જ્વેલર્સના વજુભાઇ આડેસરા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

રાજકોટમાં કાતિલ કોરોના વાયરસ હવે બેકાબૂ બનતો જાય છે. પોઝિટિવ કેસ તો બમણાજોરે વધી જ રહ્યા છે સાથે મોતનો સીલસીલો અટકતો નથી. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીમાંથી ગઇકાલે એક જ દિવસમાં 12ના મોત થયા બાદ આજે વધુ 4 દર્દીએ દમ તોડ્યો હતો. તેમાથી ચાર રાજકોટના જ્યારે એક જેતપુરના તબીબ અને એક જુનાગઢના રહેવાસી છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ હવે ખુદ
સી.એમ.ના મતવિસ્તારમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અનલોક બાદની છુટછાટ વચ્ચે સ્થાનિક પ્રશાસન તંત્ર કોરોનાને કાબૂમાં લેવામા સદંતર નિષ્ફળ નીવડી રહ્યુ છે. મહાપાલિકા, જિલ્લા આરોગ્ય, પોલીસ અને કલેકટર તંત્ર સહિતના તમામ મોરચે બેઅસર સાબિત થઇ રહ્યા છે. છેલ્લાં કેટલાય દિવસથી એકપણ દિવસ એવો નથી ગયો કે કોરોનાથી મોત થયુ હોય.
ગઇકાલે તો હાહાકાર મચાવી દીધો હતો. રાજકોટની સિવિલ અને ખાનગી
હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ હોય તેવા દર્દીમાંથી 12 દર્દીના ગઇકાલે મોત થયા હતા અને એક જ દિવસમાં 44 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દરમિયાન આજે જેતપુરના એક તબીબ તેમજ રાજકોટના 4 તેમજ જૂનાગઢના એકરહેવાસી સહિત છ દર્દીના મોત રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. દરમિયાન પોઝિટિવ કેસનો આંકડો પણ ચિંતાજનક રીતે વધતો જાય છે. આજે વધુ 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં
કુલ કેસનો આંકડો 1215 થઇ ગયો છે. તેમાથી હાલ 646 દર્દી સારવાર હેઠળ છે.

પોઝિટિવ કેસનો આંકડો 1215 થઇ ગયો, 646 દર્દી હાલ સારવાર હેઠળ

જેતપુરના તબીબે રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

આજે મૃત્યુ પામેલા દર્દીઓ

  • વસંતભાઇ સોલંકી(ઉ.વ.64), ચંપકનગર(રાજકોટ)
  • દીપકભાઇ માથુકિયા, વર્ધમાનનગર(રાજકોટ)
  • ઇન્દુબેન સોની(ઉ.વ.65), અલ્કાપુરી(રાજકોટ)
  • મહેબુબભાઇ સમા(ઉ.વ.67), દૂધસાગર રોડ
  • ડો.દીપક યુ.દોશી(ઉ.વ.55), જેતપુર
  • કરશનભાઇ કરણભાઇ ચાવડા(ઉ.વ.40), જૂનાગઢ
    મોત અને પોઝિટિવ કેસની સાથે હવે વિસ્તાર જાહેર કરવાનું પણ બંધ!
    ખુદ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં બેકાબૂ થયેલા કોરોના સામે સ્થાનિક પ્રશાસનની નિષ્ફળતા ઢાંકવા હદ બહારના હવાતિયા ચાલતા હોય તેવુ છેલ્લા કેટલાક સમયથી દેખાઇ રહ્યુ છે. પહેલા કોરોનાથી થતા મોતની વિગત જાહેર કરવાનું બંધ થયુ. એ પછી પોઝિટિવ કેસમાં નામ-સરનામા જાહેર કરવાનું બંધ કરી દેવાયુ અને હવે પોઝિટિવ કેસ ક્યાં વિસ્તારમાં આવ્યો એ ક્ધટેઇનમેન્ટ ઝોન પણ જાહેર કરવાનું બંધ કરી દેવાયુ છે.


રિલેટેડ ન્યૂઝ