ગુજરાત-કર્ણાટકમાં નવા કેસોમાં બેફામ વધારો: 24 કલાકમાં 441 મોત
ભારતમાં કોરોનાની પીક ટોચના સ્તરે પહોંચી રહી હોય તેમ છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસોમાં 15.13 ટકા વધારા
સાથે બે લાખ 82 હજાર 970 કેસ નોંધાયા છે અને 441 લોકોના મોત નિપજયા છે. જયારે 1 લાખ 88 હજાર 157 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એકટીવ કેસની સંખ્યા પણ વધીને 18.31 લાખ થઇ ગઇ છે.આ સિવાઇ દેશમાં ઓમિક્રોનનાં 8961
કેસ થયા છે.
ગુજરાત અને કર્ણાટકમાં કોરોના પીક ઉપર પહોંચ્યો હોય તેમ કર્ણાટકમાં 24 કલાકમાં 41457 કેસ નોંધાયા છે. તે પૈકી એકલા બેંગલુરુ શહેરમાં જ 25595 કેસનો સમાવેશ થાય છે. કેસ નોંધાતા હતા. કેરળમાં પણ 28484, તમિલનાડુમાં 23888 અને મહારાષ્ટ્રમાં 39209 કેસ નોંધાયા છે.