બોલિવુડ પર કોરોનાની સર્જિકલ સ્ટ્રાઈક

અક્ષયકુમાર, વિકી કૌશલ, ભૂમિ પેડણેકર, બંદિશ બેન્ડિટ્સ, અને ઋત્વિક ભૌમિક સહિતનાં કોરોના પોઝિટીવ

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકર કોરોના પોઝિટિવ આવી છે. આ ઉપરાંત અભિનેતા વિક્કી કૌશલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ભૂમિએ જણાવ્યું કે તે આમ તો સારું મહેસૂસ કરી રહી છે પરંતુ તેનામાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે.
ડોક્ટર સાથે ટચમાં છે અને તમામ
સાવધાની રાખી રહી છે. આ સાથે જ અભિનેત્રીએ કહ્યું કે જે પણ લોકો તેના કોન્ટેક્ટમાં આવ્યા છે તેઓ પોતાનો કોવિડ 19 ટેસ્ટ જરૂર કરાવે.
બોલીવુડમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. અભિનેતા વિક્કી કૌશલ
પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેણે આ જાણકારી આપી છે. સમગ્ર બોલીવુડ પર કોરોના સંકટ તોળાઈ રહ્યું છે. એક પછી એક સેલિબ્રિટિઝ કોવિડ 19 પોઝિટિવ આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે બંદિશ બેન્ડિટ્સ અભિનેતા ઋત્વિક ભૌમિક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
અત્રે જણાવવાનું કે અક્ષયકુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. એવા રિપોર્ટ્સ છે કે કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ હવે
અક્ષયકુમારની હાલત બગડી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સહયોગી વેબસાઈટ ઇજ્ઞહહુૂજ્ઞજ્ઞમહશરય.ભજ્ઞળ ના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે સોમવારે સવારે અક્ષયકુમારનેપવઈ સ્થિત હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જો કે અત્યાર સુધી અક્ષયકુમાર કે તેની ટીમ તરપથી એવું કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

રામસેતૂનાં 45 આર્ટિસ્ટ પણ ઝપટમાં
અભિનેતા અક્ષયકુમારે રવિવારે પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. હવે એવા મીડિયા રિપોર્ટ્સ છે કે તેની ફિલ્મ રામસેતુ ના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત થયા છે. તમામ હાલ
ક્વોરન્ટિનમાં છે. આટલી મોટી સંખ્યામાં સેટ પર કોરોના પોઝિટિવ આવવું એ ફિલ્મ માટે મુસીબતનું કારણ બની શકે છે. રિપોર્ટ મુજબ સોમવારે 5 એપ્રિલના રોજ 100 લોકો રામસેતુના સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. આ તમામ લોકો મડ આઈલેન્ડમાં ફિલ્મના સેટને જોઈન કરવાના હતા. પરંતુ ફિલ્મ જોઈન કરતા પહેલા જ કોરોના ટેસ્ટ રિપોર્ટમાં 45 જૂનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ નીકળ્યા, ત્યારબાદ તેમને ક્વોરન્ટિનમાં મોકલી દેવાયા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સીને એમ્પ્લોઈઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું કે રામસેતુની ટીમ પૂરેપૂરી સાવધાની રાખી રહી છે. આ દુર્ભાગ્ય છે કે જૂનિયર આર્ટિસ્ટ્સ એસોસિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ તમામ હાલ ક્વોરન્ટિનમાં છે.

રિલેટેડ ન્યૂઝ