બપોર સુધીમાં કોરોનાની બેવડી સદી

201 નવા કેસ નોંધાયા: ટેસ્ટિંગ વધારવા આરોગ્યકેન્દ્રો સાંજે 6.30 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કોર્પોરેશનનો નિર્ણય

રાજકોટ શહેરમાં ગઇકાલે 1336 અને ગ્રામ્ય વિસ્તારમાં 125 મળી કુલ 1461 નવા કેસ નોંધાતા તંત્ર સાથે લોકોમાં પણ ચિંતાની લાગણી ફેલાયેલ છે. ત્યારે આજે બપોર સુધીમાં 201 નવા કેસ નોંધાયા છે.
બીજી તરફ કોરોનાના નવા કેસોમાં અચાનક જબ્બર ઉછાળો આવતા લોકોમાં ગભરાટ
ફેલાયો છે અને કોરોના ટેસ્ટિંગ બૂથ ઉપરાંત સરકારી હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં લોકોનો જબરો ઘસારો જોવા મળી રહ્યો છે.
શહેરમાં ગઇકાલે બપોરે સુધીમાં 152 અને સાંજ સુધીમાં કુલ 1336 કેસ નોંધાયા બાદ
આજે બપોર સુધીમાં જ કોરોનાએ બેવડી સદી ફટફારી છે અને 201 કેસ નોંધાયા છે. ગઇકાલનો પોઝીટીવ રેઇટ પણ 14.60 ટકાનો નોંધાયો હતો.
કોરોનાએ ફુંફાડો મારતા મહાનગર પાલિકાએ પણ ટેસ્ટિંગ વધારવા આવતી કાલથી આરોગ્યકેન્દ્રો સાંજે 6.30 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની જાહેરાત કરી છે અને કામ ધંધેથી પરત ફરતા લોકો પણ ટેસ્ટિંગ કરાવી શકે તે માટે આરોગ્ય કેન્દ્રોનો સમય દોઢ કલાક લંબાવી દેવામાં આવ્યો છે.શહેરમાં આજ
સુધીના કુલ પોઝીટીવ કેસ 48461 થયા છે જયારે 44108 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને રિકવરી રેઇટ 91.39 ટકા રહ્યો છે.

(કોરોનાના કેસમાં વધારો થતા લોકોએ ટેસ્ટિંગ માટે બુથો ઉપર લાઇનો લગાવી હતી)

રિલેટેડ ન્યૂઝ