પ્રથમ નોરતે જ કોરોનાસૂર 14ને ભરખી ગયો, 27 નવા કેસ

છેલ્લા થોડા દિવસોથી મૃત્યુઆંક નીચો આવ્યા બાદ આજે ફરી ઊંચકાતા તંત્રમાં દોડધામ

રાજકોટમાં કાતિલ કોરોનાના કહેર વચ્ચે છેલ્લા થોડા દિવસોથી મૃત્યુઆંકમાં ઘટાડો થતાં લોકો અને તંત્રમાં હાશકારો હતો. આજથી મા જગદંબાની પૂજા-અર્ચનાનો પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યરે પ્રથમ નોરતે જ કોરોનાસૂર 14 જીંદગી ભરખી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં 27 પોઝિટીવ કેસો નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં કોરોનાના ચડાવ-ઉતાર વચ્ચે એક સમયે મૃત્યુઆંક 39 સુધી પહોંચી ગયો હતો જે ધીમે-ધીમે ઘટતા-ઘટતા પાંચ સુધી આવી ગયો હતો. ગઈકાલે
રાજકોટમાં કોરોનાથી પાંચ દર્દીઓના મોત નિપજ્યાં હતા. જ્યારે કોરોનાથી સાજા થતાં દર્દીઓનું પ્રમાણ પણ વધવા લાગતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ત્યાં આજે નવરાત્રિના પ્રથમ નોરતે જ આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા બુલેટીનમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 14 દર્દીઓના મોત નિપજ્યાનું જાહેર કરાયું છે.
આ ઉપરાંત પોઝિટીવ કેસોની વાત કરવામાં આવે તો રાજકોટ
શહેરમાં વધુ 27 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટીવ કેસનો આંકડો 7677 ઉપર પહોંચી ગયો છે. જ્યારે ગઈકાલે 92 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હજુ 1005 શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓની રિકવરી રેઈટ 87.21 ટકાએ પહોંચ્યો છે. જ્યારે દૈનિક ટેસ્ટમાંથી 2.60 ટકા લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે.


-->

ડેથ ઓડિટ કમિટીના ચોપડે એક પણ મોત નહીં!
કોરોનાની વાસ્તવિક સ્થિતી ઉપર ઢાંકપીછોડો કરવા ઉપરથી આવેલી સુચનાના પગલે સ્થાનિક તંત્ર પોઝીટીવ કેસના આંકડા તો છૂપાવી જ રહ્યું છે. સાથે મોતના કેસમાં પણ આવી જ કરામત કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટ શહેર-જિલ્લામાં પાંચ દર્દીઓના મોત થયા હતા. પરંતુ ડેથ ઓડિટ કમિટીના ચોપડે આમાંથી એકપણ મોત કોરોનાથી ન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને તમામ મોત અન્ય બિમારીમાં ખપાવી દેવામાં આવ્યા છે.
કુલ કેસનો આંક 7677 થયો,
હજુ 1005 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેર અને જિલ્લાભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 78 પોઝીટીવ કેસ નોંધાતા
શહેરમાં કુલ પોઝિટીવ કેસનો આંક 7677 ઉપર પહોંચી ગયો છે. જેમાંથી હાલ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 1005 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધારો નોંધાતા રિકવરી રેઈટ 87.21 ટકાએ પહોંચ્યો છે.

આજના પોઝિટિવ કેસ:
27
કુલ પોઝિટિવ કેસ:
7677
કુલ ડિસ્ચાર્જ:
6672
રિકવરી રેઈટ :
87.21%
કુલ ટેસ્ટ :
294474
પોઝિટિવિટી રેઈટ :
2.59%

રિલેટેડ ન્યૂઝ