દેશમાં 230 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 13,596 કેસ નોંધાયા

- દેશમાં કોરોના વાયરસ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે 13,596 નવા કેસ નોંધાયા છે,

230 દિવસમાં અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ સક્રિય કેસ 1, 89, 694 છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 166 દર્દીઓના મૃત્યુ થતા મૃત્યુઆંક 4,52,290 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા
આંકડાઓ પછી, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 3 કરોડ 40 લાખ 81 હજાર 315 થઈ ગઈ છે, જેમાંથી માત્ર 1 લાખ 89 હજાર 694 કેસ સક્રિય છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 19,582લોકોએ કોરોનાને હરાવ્યો, ત્યારબાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,34,39,331 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા હાલમાં 1,89,694 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ 98.12
ટકા છે.

મહારાષ્ટ્ર: કલ્યાણની આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોના સંક્રમિત
કલ્યાણની આધારવાડી જેલમાં એકસાથે 20 કેદીઓ કોરોના પોઝિટિવ જણાઈ આવતા ખળભળાટ મચી ગયો છે મળી રહેલી જાણકારી અનુસાર આ તમામને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ