કોરોનાથી નવા 15 કેસ, એક પણ મોત નહીં

રાજકારણીઓના પાપે ફરી સંક્રમણ ચિંતાજનક રીતે વધવા લાગ્યું !

નવા કેસોમાં ઉછાળો અને ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા રિકવરી રેઈટ ઘટીને 97.94 ટકા થયો

છેલ્લા 8 મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવતો કોરોના દિવાળી બાદ ટાઢો પડતા કેસમાં ઘટાળો નોંધાયો હતો પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થતાની જ સાથે કોરોના કેસમાં ફરી ઉછાળો નોંધાયો છે. ચૂંટણી અગાઉ દરરોજ 20થી 25 નવા કેસ નોંધાતા હતા જેની સામે ગઈકાલે એક જ દિવસમાં 55 જેટલા કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આજે બપોર સુધીમાં નવા 15 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં કોરોનાથી એકપણ મોત ન નીપજતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. આ ઉપરાંત ગઈકાલે નવા 55 કેસની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા નીચે આવી ગઈ હતી અને 38 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા જ્યારે હજુ 158 દર્દીઓ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા કોરોનાના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટની
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક પણ દર્દીનું મોત ન થયાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બપોર સુધીમાં નવા 15 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ગઈકાલે 38 દર્દીઓએ કોરોનાનેમ્હાત આપી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હજુ 158 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5.94 લાખ
લોકોને કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે જેમાંથી 16105 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 15759 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 158 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારોે નોંધાતા રિકવરી રેઈટ ઘટીને 97.94 ટકાએ પહોંચ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2474 બેડ ખાલી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

કોરોનાની આજની સ્થિતિ
આજના કેસ 15
કુલ કેસ 16105
કુલ ડિસ્ચાર્જ 15759
રિકવરી રેઈટ 97.94%
કુલ ટેસ્ટ 5,94,196
પોઝિટીવીટી રેઈટ 2.70%

રિલેટેડ ન્યૂઝ