આજથી બાંગ્લાદેશમાં 1 સપ્તાહનું લોકડાઉન

કોરોના વાઇરસ સંક્રમણની અસર વધતા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારથી એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે બાંગ્લાદેશે સોમવારે, 5 એપ્રિલથી 7 દિવસ માટે બીજીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યુ છે. ફક્ત ઇમરજન્સીની સેવાઓ જ ચાલુ રાખવાને મંજૂરી આપવામાં આવી છે.
બાંગ્લાદેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે અને
શુક્રવારે 6830 લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે 50 લોકોના મોત નિપજ્યા. અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા બાંગ્લાદેશમાં 9000થી વધુ થઇ ગઇ છે.
બાંગ્લાદેશમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે એટલે
કે 2020ની 8 માર્ચે સામે આવ્યો હતો. જેના આશરે 2 અઠવાડિયા બાદ બાંગ્લાદેશમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે અનેબીજી વાર સંપૂર્ણ લોકડાઉન કરવાનો હેતુ કોરોના ફેલાવાને અટકાવવાનો છે. બાંગ્લાદેશમાં, તાજેતરના સમયમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થયો છે, તેથી શેઠ હસીના સરકારે દેશમાં બીજી વખત સંપૂર્ણ
લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારને આશા છે કે લોકડાઉનથી કોરોના સામે હકારાત્મક પરિણામો મળશે.જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં ગુરુવારે પણ કોરોના સંક્રમણના 6469 નવા કેસો સામે આવ્યા હતા. ગત વર્ષે માર્ચમાં મહામારી શરુ થયા બાદથી જ કોઈ એક દિવસની સર્વાધિક સંખ્યા હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) એ એક નિવેદનમાં કહ્યું હતું કે મહામારીને કારણે વધુ 59 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વડાપ્રધાન શેખ હસીનાએ સંસદમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અંગે નિવેદન આપ્યું હતું અને લોકોને સાવચેતી રાખવાની હાકલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ