સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરના ચરિત્ર બાબતે ફરી વિવાદમાં

અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા દ્વીઅર્થી ભાષા બોલે છે, ચોક્કસ જ્ઞાતિના છાત્રોને વધારે ગુણ આપવાની ફેવર કરતા હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…

અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા દ્વીઅર્થી ભાષા બોલે છે, ચોક્કસ જ્ઞાતિના છાત્રોને વધારે ગુણ આપવાની ફેવર કરતા હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ચરિત્રનું ઘડતર કરતા પ્રોફેસરોના ચરિત્ર પર સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પણ અધ્યાપકોના ચરિત્રને લઈને વિવાદમાં આવી ચુકી છે અને સમગ્ર રાજ્યમાં નીચાજોણુ થયું છે ત્યારે વધુ એક પ્રોફેસરના ચરિત્રને લઈ છેક મુખ્ય મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ સાસ્ત્રભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થીનીઓ સાથે દ્વિ અર્થી ભાષામાં વાત કરતા હોય છે અને ચોક્કસ જ્ઞાતિના વિદદ્યાર્થીઓને વધારે ગુણ આપવાની ફેવર કરતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ અર્થ શાસ્ત્રભવનના પ્રોફેસર સંજય પંડ્યા વિરુદ્ધ પાંચ જેટલી વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે.

જેમાં ફરિયાદના સુરમા જણાવ્યું છે આસી. પ્રફેસર ડો. સંજય પંડ્યા દ્વી અર્થી ભાષામાં અવાર નવાર વિદ્યાર્થીઓ જોડે વાત કરતા હોય છે તેમજ ક્લાસરૂમમાં પણ આ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવે છે. જ્યારે ભવનમાં અમુક સિલેક્ટેડ જ્ઞાતિના વિદ્યાર્થીઓને વધારે માર્ક આપવાની ફેવર કરતા હોય છે. આલેટર સીએમઓને મળતા સીએમઓમાંથી આયોગમાં મોકલવામાં આવ્યો હતો અને આયોગમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેટર બાબતે જાણ કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચુકી છે. અને પ્રોફેસરો ભવનની વિદ્યાર્થીનીઓ સાથે મોબાઈલ ફોન મારફતે કુચેસ્ટા ભરી વાતો કરતા હોવાના સ્ક્રીનસોટો અને ઓડિયો ક્લીપ પણ વાયરલથઈ ચુકી છે. ત્યારે વધુ એક પ્રોફેસરના ચરીત્રને લઈને ગાંધીનગર સુધી ફરિયાદ થતાં સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીને કરવામાં આવેલો પત્ર ખરેખર સાચો છે કે કોઈએ ષડયંત્ર કરેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રોફેશર વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પણ ચોંકી ગયા હતા અને સતર્ક થઈ ચુક્યા છે. આ બાબતે ભવનના વિદ્યાર્થીઓ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યાના પણ નિવેદનો લેવામાં આવશે. તેવુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

ભવનના અધ્યક્ષનો અભિપ્રાય લઈ બાદમાં કાર્યવાહી કરાશે
મુખ્યમંત્રીને કરવામાં આવેલી ફરિયાદ આયોગમાં મોકલવામાં આવી હતી. ત્યાર બાદ આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ લેખીત ફરિયાદ અંગે જાણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અર્થ સાસ્ત્રભવનના વડાને આ અંગે જાણ કરવામાં આવીછે. અને તેમનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. હાલ ભવનના વડા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કામકાજ માટે ગાંધીનરમાં ગયા હોવાથી એક-બે દિવસમાં પરત આવી જશે અને ત્યાર બાદ તેમનો અભિપ્રાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોકલશે આ અભિપ્રાય આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
(ડો. ઉત્પલ જોશી :- કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બદનામ કરવાની કોશીશ નથીને ?
મુખ્યમંત્રી સુધી કરવામાં આવેલી ફરિયાદમાં પાંચ વિદ્યાર્થીનીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલી અરજીમાં એક સમાન લખાણ અને એકસમાન અક્ષરમાં જ સહી હોવાનું સામે આવ્યું છે. હાલ આ વિદ્યાર્થીનીઓ ભવનની જ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીને બદનામ કરવાનું કાવતરું નથીંને? તે અંગે પણ યુનિવર્સિટી એલર્ટ મોડમાં આવી છે અને જો આ પ્રકારનું કાવતરું હશે તો કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવસે નહીં તેવું સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે.