Connect with us

ગુજરાત

વગર નોટિસે મિલ સીલ કરનાર મામલતદાર સામે કનટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની કરાશે કાર્યવાહી

Published

on

રાજમોતી ઈન્ડસ્ટ્રીઝના સમીર શાહે વકીલ મારફતે પૂર્વના મામલતદારને મોકલી નોટિસ

પોતાની રાજમોતી મીલને પૂર્વ નોટિસ વગર સીલ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમિર શાહે પોતાના વકીલ મારફત પૂર્વના મામલતદાર રૂદ્ર ગઢવીને ક્ધટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની નોટિસ મોકલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એક વખતના સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો. (સોમા)ના પ્રમુખ સમિર શાહની રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ (મિલ)ને તાજેતરમાં કરોડોના લેણા વસુલવા મામલે જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરવામા આવી હતી.

આ મામલે સમિર શાહે પોતાના વકિલ અંશ ભારદ્વાજ મારફત મિલ શીલ કરવાર પૂર્વ મામલતદાર કચેરીના મામલતદાર રૂદ્ર ગઢવીને એક નોટિસ મોકલાવી છે.
જેમાં અરજદાર તરફે વકીલે જણાવ્યું છે કે, 30-9-23ના રોજ તેમના સીલની કોઈ નોટિસ અપાઈ ન હોય, મિલ્કત જપ્તીની કાર્યવાહી સત્તાથી ઉપરવટના સાબિત થાય છે.
એટલું જ નહીં કલેક્ટર દ્વારા મિલ્કત જપ્તીનો કોઈ હુકમ ન કર્યો હોવા છતાં અંગત રાગદ્વેશ ખાર રાખી મિલ્કતની જપ્તી કાર્યવાહી કરવામાં આવી હોવાથી અસિલ સમિર મધુકાન્ત શાહ (રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ) દ્વારા તમારી (પૂર્વ વિભાગના મામલતદાર રૂદ્ર ગઢવી) સામે ક્ધર્ટમ્પ્ટ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરશે તેવું વકિલ અંશ ભારદ્વાજે નોટિસમાં જણાવ્યું છે.

ગુજરાત

UPSC પરીક્ષામાં સફળતા મેળવનારા અમદાવાદના 25 યુવાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી

Published

on

By

 

ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.

આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે. સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.

Continue Reading

ગુજરાત

રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો 20મીથી આંદોલન પાર્ટ-2

Published

on

By

  • માફી સમાજને મંજૂર નથી, ઉશ્કેરાટ સ્વયંભૂ છે, સરકાર પરસોત્તમભાઇની ટિકિટ રદ કરે અથવા તે પોતે જ ફોર્મ પાછું ખેંચે એ જ રસ્તો: પી.ટી. જાડેજા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા આગામી તા.19મી સુધીમાં ઉમેદવારી પત્રક પાછુ નહીન ખેંચે તો ક્ષત્રીય આંદોલન સંકલન સમિતિ દ્વારા 20મીથી આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવશે તેમ સંકલન સમિતિ વતી સૌરાષ્ટ્રનો હવાલો સંભાળતા પી.ટી. જાડેજાએ જાહેર કર્યું હતું.

ગતરાત્રે રૂપાલા વિવાદ ઉકેલવા મુખ્યમંત્રી નિવાસે સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતી વચ્ચે યોજાયેલ બેઠક પડી ભાંગ્યા બાદ આજે સવારે પી.ટી. જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, પરષોતમભાઇ રૂપાલાને માફી આપવાનું સમાજને મંજુર નથી. સરકાર સાથે જયારે પણ વાટાઘાટો કરી ત્યો રૂપાલાની ટિકીટ રદ કરવાની જ માંગણી કરવામાં આવી છે. હાલ સમાજમાં જે ઉશ્કેરાટ છે તે સ્વયંભુ છે.

તેમણે જણાવ્યું હતું કે, કોઇના કહેવાથી સમાજ માની જાય તેવું નથી. હું કોઇપણ આદેશ કરી શકું નહીં. સમાજ મારા ભગવાન છે. ભગવાનની ઉપરવટ જઇ શકું નહીં. હું સમાજ સાથે કોઇ દિવસ વિશ્વાસ તોડી શકું નહીં, રૂપાલાને માફી સમાજને મંજુર નથી.પી.ટી. જાડેજાએ જણાવેલ કે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિએ સંઘર્ષ થાય નહીં તે માટે તા.16મીએ ફોર્મ ભરવાના દિવસે સંમેલન યોજવાના બદલે તા.14મીએ યોજયું હતું. અમે શાંતિ ભંગ કરવા ઇચ્છતા નથી. સરકારનો પણ કોઇ બળપ્રયોગ નથી.
આંદોલનના પીઠબળ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમારી પાછળ કોઇ નથી. આગળ પણ સમાજ અને પાછળ પણ સમાજ છે.

અમે કોઇના હાથા નથી બન્યા માટે અફવાઓથી લોકો દુર રહે.પી.ટી. જાડેજાએ જણાવેલ કે સરકારે ક્ષત્રિય સમાજના બદલે ઉમેદવારી પાછી ખેંચી લેવા પરષોતમભાઇ રૂપાલાને સમજાવે અને રૂપાલાએ પણ ખેલદિલીપૂર્વક ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઇએ જેથી ભાજપને નુકશાન થાય નહીં.

Continue Reading

ગુજરાત

રામવનમાં કાલે બાળકો અને સિનિયર સિટિઝનને ફ્રી પ્રવેશ

Published

on

By

વોર્ડ નં.15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના બજેટ વર્ષ 2023-સ્ત્ર24માં કરેલ નિર્ણયને અનુસંધાને આગામી તા.17-04- 2024ના રોજ રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)માં 12 વર્ષથી નાની ઉંમરના બાળકો અને સીનીયર સીટીઝન માટે નિ:શુલ્કની પ્રવેશ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીત રામવનનું નિર્માણ કરવામાં આવેલ છે. વધુમાં વધુ બાળકો અને સિનીયર સીટીઝનો ભગવાનશ્રી રામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ બાળકોને તેમના દાદા-દાદી તથા નાના-નાનીના ભગવાનશ્રી રામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી દર વર્ષે રામનવમીના દિવસે રામવનમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તેમજ સિનીયર સીટીઝનને નિ:શુલ્ક પ્રવેશ આપવાનું બજેટ વર્ષ 2023-સ્ત્ર24માં નિર્ણય કરવામાં આવેલ છે. નાગરિકો રામવનની મુલાકાત લઇને મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની તા.17-04-2024ના રોજ રામનવમીના પવિત્ર દિવસે મુલાકાતે આવતા 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનીયર સીટીઝનો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

Continue Reading

Trending