Site icon Gujarat Mirror

પહેલગામ હુમલા મામલે કોંગ્રેસ હવે મોદી પર હમલાવર

 

પક્ષના સત્તાવાર એકસ હેન્ડલ પર ‘ગાયબ’ પોસ્ટર શેર કર્યું: ભાજપે કહ્યું, કોંગ્રેસ ડીપ સ્ટેટની ટુલકીટ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે પીએમ મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમનું માથું અને હાથ-પગ ગાયબ બતાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આ પોસ્ટરને તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કર્યું છે અને કહ્યું છે કે જવાબદારીના સમયે ૠઅઢઅઇ. જેના પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સીધા પાકિસ્તાનથી ઓર્ડર લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન આતંકવાદની ડીપ સ્ટેટની ટુલકીટ બની ગઈ છે.

ભાજપના સાંસદે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ સમર્થન આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોને લોહી વહેતું જોઈને ગુસ્સે નથી થતા?બીજેપી સાંસદે કહ્યું કે તેમના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું કે પાકિસ્તાનની વાત સાંભળો અને પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે છે? ભારતનું કે પાકિસ્તાનનું? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો સામે આવ્યો છે. બીજેપી નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે કોંગ્રેસે જે રીતે પસર તન સે જુડાથની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. મુસ્લિમ વોટબેંક મેળવવાનો આ પ્રયાસ છે. આ વડાપ્રધાન વિરુદ્ધ છુપી ઉશ્કેરણી છે.

કોંગ્રેસમાં પક્ષના નેતાઓની બે મોઢે વાત
એક તરફ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની વાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસના ઘણા નેતાઓ અલગ લાઇન ફોલો કરી રહ્યા છે. એવા અહેવાલ છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓની હરકતો પર નારાજગી વ્યક્ત કરી છે. મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ મીડિયા સાથે વાત કરી રહ્યા છે તેઓ માત્ર પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરે છે, તેઓ કોંગ્રેસના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી બીજેપીના હુમલાને કારણે કોંગ્રેસ નેતૃત્વને પોતાનો બચાવ કરવાના રસ્તા શોધવા પડી રહ્યા છે. સિદ્ધારમૈયાએ સ્પષ્ટતા આપી છે, પરંતુ મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય વડેટ્ટીવારના નિવેદનથી અલગ જ ખળભળાટ મચી ગયો છે. પહેલગામની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે આતંકવાદીઓ પાસે એટલો સમય નથી કે તેઓ કોઈનો ધર્મ પૂછીને મારી નાખે.કોંગ્રેસના નેતા ન હોવા છતાં રોબર્ટ વાડ્રાના નિવેદનોની ચર્ચા એવી રીતે થાય છે કે જાણે તે ગાંધી પરિવારનું વલણ હોય. કોંગ્રેસના મોટા મોંવાળા નેતાઓ પછી શશિ થરૂૂર અને ઉદિત રાજ વચ્ચેની ચર્ચાએ કોંગ્રેસ નેતૃત્વ માટે મામલો જટિલ બનાવી દીધો છે. જ્યારે શશિ થરૂૂર ગુપ્તચર માહિતી પર કાર્યવાહી ન કરવા માટે કેન્દ્ર સરકારને શંકાનો લાભ આપવાનું કહી રહ્યા છે, અને આતંકવાદીઓ સામે સરકાર તરફથી ઇઝરાયેલ જેવી કાર્યવાહીની રાહ જોવાની સલાહ આપી રહ્યા છે – કોંગ્રેસના નેતા ઉદિત રાજ તેમને ભાજપના પ્રવક્તા કહે છે. કોંગ્રેસનું સ્ટેન્ડ આમ જ તૂટી રહ્યું છે.

Exit mobile version