Site icon Gujarat Mirror

આટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદ

 

 

 

જસદણના સાણથલી ગામે રહેતા વેપારી પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વેપારીની કાર પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના સાણથલી ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ વોરા નામના 47 વર્ષના વેપારીએ સાણથલી ગામના યુવરાજ બાબુભાઈ વાળા સામે વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું હતું કે અશ્વિનભાઈ વોરાને રૂૂપિયાની જરૂૂરિયાત ઊભી થતા યુવરાજ વાળા પાસેથી દર માસે 10 ટકાના વ્યાજે રૂૂપિયા એક લાખ લીધા હતા અને જેની ચુકવણી માટે પ્રથમ 10,000, 20,000 અને 30,000 ચૂકવી આપ્યા બાદ રૂૂ.50000 નો ચેક આપ્યો હતો વ્યાજે લીધેલા રૂૂપિયાની ચુકવણી કરી દીધી હોવા છતાં વ્યાજખોર યુવરાજ વાળા વેપારીને ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી કાર પડાવી દીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં વીંછીયાના આસલપુર ગામે રહેતા ભુપતભાઈ વાલજીભાઈ સાંકળિયાએ તેના જ ગામના વિક્રમ જીજીભાઈ ડોડીયા વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું હતું કે ભુપતભાઈ સાકરીયાએ વિક્રમ ડોડીયા પાસેથી રૂૂપિયા દસ હજાર દસ મહિને 10 ટકાના વ્યાજે લીધા હતા અને જે રૂૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વિક્રમ ડોડીયા પઠાણી ઉઘરાણી કરી અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version