Connect with us

rajkot

ધોરાજીમાં વીજ હેલ્પરની પરીક્ષામાં પોલ ટેસ્ટમાં અન્યાય થયાની ફરિયાદ

Published

on

જીલ્લા ના ધોરાજી મા આજરોજ વિજ હેલ્પર પરીક્ષા મા પોલ ટેસ્ટ મા અન્યાય થતા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવેલ અને ન્યાય તાત્કાલિક મળે તેવી માંગ કરાઈ.
ફેબ્રુઆરી 2023 થી અલગ અલગ તારીખ મા અલગ અલગ પોલ ટેસ્ટ નુ,આયોજન થયેલ હતુ તેમા જામનગર ગોંડલ અમરેલી અંજાર સુરેન્દ્રનગર જેવા અનેક સર્કલ મા પોલ ટેસ્ટ મા પોલના કલેમ ને હાથ અડાળી ને આવી જવા નુ હતુ પણ જુનાગઢ સર્કલ મા ઘર ના નિયમો બનાવી પોલ ના કલેમ ઉપર પગ મુકાવયો હતો જેથી પોલ ચડાવામા વાર લાગેલી અને ઉમેદવારો ને માર્ક ઓછા આવેલ આ આવેદનપત્ર ના માધ્યમ થી લોકોએ માગ કરાઈ છે કે જુનાગઢ સર્કલ ના પોલ ટેસ્ટ ની વિડીયો ગ્રાફી જોઈ પોલ ટેસ્ટ મા જે ઉમેદવારો એ હાથ અડળેલ હોય તે માન્ય રાખી તે થતી સેક્ધડ જોઈએ તેના તમામ ઉમેદવારો ના માર્કસ મુકવામા આવે છે કારણ કે જેટકો ની એક પરીક્ષા હોય તો એક જ નિયમ હોવો જોઈએ આમ ઉમેદવારો ને અન્યાય થયો હોય અને તેથી તાત્કાલિક ઉમેદવારો ન્યાય મળવો જોઈએ તથા જવાબદારો સામે પગલાંઓ લેવાય તેવી માંગ કરાઈ છે અને જો ઉમેદવાર ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આશ્ર્ચર્ય જનક કાર્યક્રમો આપવામા આવશે તેવી ચિમકી પણ ઉચચારવામા આવી હતી.

rajkot

એરપોર્ટ માટેની બસ બંધ, બમણા ભાડા ચૂકવવા મુસાફરો મજબૂર

Published

on

By

અમદાવાદ હાઇ-વે પર શહેરથી 35 કિમી દુર આવેલા આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે જવા માટે એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ ડેપોથી 22 જેટલી એસી બસો દર બે કલાકે દોડાવવામાં આવી રહી છે. જે એકાએક બંધ કરી દેતા મુસાફરો એરપોર્ટ જવા માટે બમણું ભાડું ચૂકવવા મજબૂર થવા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ સમિટમાં તમામ 22 એસી બસો મોકામ દેવામાં આવી હોય રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી દોડતી બસો બંધ કરી દેવામાં આવી છે.જ્યારે અન્ય અધિકારીઓએ જણાવ્યુ હતું કે બસ મેઇન્ટેન્સ માટે મોકલવામાં આવી હોવાથી તા.13 જાન્યુઆરી સુધી સંચાલન બંધ રાખવામાં આવ્યું છે. જયારે તા.14 જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ એસી બસનું એરપોર્ટ સુધી સંચાલન કરવામાં આવશે.

વધુમાં કહ્યું હતું કે અન્ય બસોની હાઇ-વે સુધીની સેવા શરૂ જ છે. પરંતુ હાઇ-વેથી એરપોર્ટનું અંતર 4થી 5 કિલોમીટર અંદર હોવાથી હાઇ-વે પર ઉતરી અંદર જામાટ.

Continue Reading

rajkot

સગાડિયા પાસે ચાલી રહેલા દારૂના કટિંગ વખતે ત્રાટકી પોલીસ: 1392 બોટલ કબજે

Published

on

By

ધ્રોલના સગાડીયા ગામ પાસે ગઈકાલે વહેલી સવારે ચાલી રહેલા અંગ્રેજી શરાબના કટીંગ વખતે પોલીસ ત્રાટકી હતી. ત્યાં પડેલી એક મોટરમાંથી દારૃની નાની મોટી બોટલ તથા બીયરના 250 ટીન મળી કુલ 1392 બોટલ કબજે કરાઈ છે. પોલીસને જોઈને મોટરનો ચાલક નાસી ગયો હતો. મોરકંડા પાટિયા પાસેથી બાઈકમાં પાંચ ચપટા લઈને જતાં બે શખ્સ ઝડપાઈ ગયા છે. જોડિયા પાસેથી પોણી બોટલ સાથે એક શખ્સ પકડાયો છે.
ધ્રોલ તાલુકાના સગારીયા ગામમાં કેનાલ પાસે ગઈકાલે અંગ્રેજી દારૃનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી ધ્રોલના હે.કો. ધર્મેન્દ્ર વઘોરા, વનરાજ ગઢાદરાને મળતા પીએસઆઈ પી.જી. પનારાને વાકેફ કરાયા પછી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે વહેલી સવારે સગારીયા ગામથી કેનાલ તરફ જતાં રસ્તા પર સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે સફેદ રંગની જીજે-3-એલબી 3032 નંબરની ઈકો મોટર ઉભેલી જોવા મળી હતી. તે મોટરમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. આ સમયે જ પોલીસને આવી ગયેલી જોતા મોટરનો ચાલક મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. પોલીસે મોટરની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 696 મોટી બોટલ, 408 નંગ અડધીયા, બીયરના 288 ટીન મળી કુલ 1392 બોટલ મળી આવી હતી.
અંદાજે રૃા.4,78,800ની કિંમતનો દારૃનો જથ્થો, રૃપિયા અઢી લાખની ઈકો મોટર મળી કુલ રૃા.7,28,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. મોટરના નંબર પરથી તેના માલિક તેમજ ચાલક અને અન્ય વિગતો મેળવવા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા મોરકંડા ગામના પાટિયા નજીકથી ગઈકાલે સાંજે જીજે-10-ડીએલ 503 નંબરનું બાઈક જઈ રહ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલા પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે તે ડબલ સવારી બાઈકને રોકાવી તલાશી લેતાં તેના ચાલક મોટા થાવરીયા ગામના વિશાલ મુકેશભાઈ મકવાણા તથા હિતેન પ્રવીણભાઈ મકવાણા નામના શખ્સો પાસેથી અંગ્રેજી શરાબના પાંચ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા બાઈક મળી રૃા.50625 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સોએ વિક્કી પરમાર પાસેથી દારૃ મેળવ્યાની કબૂલાત આપી છે. પોલીસે તેની શોધખોળ આદરી છે.
જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ પરથી ગઈકાલે સાંજે જઈ રહેલા વાલાભાઈ મચ્છાભાઈ ધ્રાગીયા નામના શખ્સની પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી દારૃ ભરેલી પોણી બોટલ મળી આવી છે. પોલીસે બોટલ કબજે કરી વાલાભાઈની ધરપકડ કરી છે.

Continue Reading

rajkot

ગોંડલનાં કોન્ટ્રાકટર અપહરણ વિવાદમાં કોંગ્રેસના અમિત ચાવડાએ ઝુંકાવ્યું: મુખ્યમંત્રીને રજુઆત

Published

on

By

ચીફ ઓફિસર વ્યાસને સસ્પેન્ડ કરવા શહેર વિકાસ અગ્ર સચિવ પાસે કરી માગણી

ગોંડલ નગરપાલિકા નાં ડોર ટુ ડોર કચરા કલેક્શન નાં ટેન્ડર પ્રકરણ માં સુરત નાં કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાનું અપહરણ કરી ગોંધીરાખી માર મારવાની કથીત ચકચારી ઘટના માં વિધાનસભા નાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય ને લેખીત રજુઆત કરી જણાવ્યું કે કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાનું કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,સદસ્ય ચંદુભાઈ ડાભી સહીતનાએ અપહરણ કરી બંગલા માં ગોંધી રાખી માર માર્યાની ઘટના માં બીપીનસિંહ દ્વારા પોલીસ માં લેખીત ફરિયાદ તથા સ્ટેટમેન્ટ આપવા છતા રાજકીય દબાણ ને કારણે એફઆઈઆર નોંધવામાં આવી નથી.તો તાત્કાલિક એફઆઈઆર નોંધવા બનાવ માં કડક પોલીસ કાર્યવાહી કરવા તથા અરજદારોને પોલીસ રક્ષણ પુરુ પાડવા જણાવ્યુ હતું.

અમીત ચાવડાએ શહેરી વિકાસ નાં અગ્ર સચીવ અશ્ર્વીનીકુમાર ને કરેલી રજુઆત મા નગરપાલિકા નાં વિવાદી બનેલા ચિફ ઓફિસર અશ્ર્વીન વ્યાસ ને સસ્પેન્ડ કરવા માંગ કરી જણાવ્યું કે ગોંડલ નાં પુલ અગે તત્કાલ મજબુત કરવા હાઇકોર્ટ નો નિર્દેશ હોવા છતા કોઇ કામગીરી કરવાને બદલે ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.ઉપરાંત હાઇકોર્ટ માં પીટીશન પડતર હતી તે દરમિયાન નગરપાલિકાની કરોડોની રકમ ગેરવલ્લે વાપરી છે.વિવાદી બનેલા ચિફ ઓફિસર વ્યાસ ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.231123 નાં શોકોઝ નોટિસ અપાઇ છે.તેની મુદત પુર્ણ થવા છતા વ્યાસ ને સસ્પેન્ડ કરાયા નથી.આ સમયગાળા માંજ ચિફ ઓફિસર વ્યાસે કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયા નાં અપહરણ બાદ ગાડીમાં બેસાડી પ્રગટેશ્વર ઝેરોક્ષ ની દુકાને જબરદસ્તીથી નોટરી કરાવી પરત બંગલે લઈ આવેલા.ચાલુ ફરજે તેમણે આ કૃત્ય કર્યુ હોય વધુમાં ફરજ દરમિયાન ગેરરીતીઓ અને બેદરકારી દાખવી હોય સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું.

Continue Reading

Trending