Connect with us

રાજકોટ

આત્મીય યુનિવર્સિટીમાં વ્યાપાર એક્સ્પોમાંનો પ્રારંભ: લાભ લેવા અનુરોધ

Published

on

કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ એ વૈશ્વિક બજારમાં આવનારા સમયનું વ્યાપારીક ભવિષ્ય છે. વિદ્યાર્થીઓને ફક્ત થીયરીકલ અભ્યાસ જ નહી, પ્રેક્ટીકલ જ્ઞાનનો પણ બહોળો અનુભવ હોવો જરૂૂરી છે આ અભ્યાસ કોલેજ કક્ષાએથી જ આપવામાં આવે તો તેઓની વ્યાપારિક સમજ વધે છે અને આવનારા વર્ષોમાં તેઓનું ભાવી વધુ ઉજળું બને છે. તેમજ વિદ્યાભ્યાસની સાથે-સાથે તેઓને વ્યાપારિક પ્લેટફોર્મ પણ પ્રાપ્ત થાય છે. આવા શુભ આશયે આત્મીય યુનિવર્સિટીમાં વ્યાપાર એક્સ્પો. 2.0નું આયોજન આજે તા.19 અને 20 એમ બે દિવસો દરમ્યાન થયું છે. આ વ્યાપાર એક્સ્પોમાં 108થી વધુ સ્ટોલ આવેલા છે જેમાં વિવિધ બીઝનેસને લગતી માહિતીઓના સ્ટોલ્સ, વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ જેવા ઇનોવેટીવ પ્રોડક્ટ્સના સ્ટોલ્સ, નાનાથી લઈને મોટી ટેક્નોલોજીની વિવિધ આઈટમ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, જવેલરી આઈટમ્સ, જેન્સ અને લેડીઝ કપડા, ઈમિટેશન, બુક્સ સ્ટોલ, ટી-સ્ટોલ, સ્પોટ્સ કંપાર્ટમેન્ટ, કિચનવેર આઈટમ્સ, આઈસ્ક્રીમ સ્ટોલ્સ વગેરે જેવા 108થી વધુ સ્ટોલો રાખવામાં આવ્યા છે. સવારે 9:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેનાર આ વ્યાપાર એક્સ્પોમાં વ્યાપારની સાથે-સાથે એક્સ્પોનો ભાગ બનેલા ગ્રાહકોને વિદ્યાર્થીઓ લાઈવ ટેલેન્ટ શો (કરાઓકે, મિમિક્રી, ઇન્સ્ટુમેન્ટલ શો) રજુ કરી પોતાની પ્રતિભા ખીલવી પ્રોત્સાહિત કરશે. આશરે 15000થી વધુ લોકો આ સ્ટોલનું નિહાળે તેવી વકી છે. આ વ્યાપાર એક્સ્પોને સફળ બનાવવા ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ડિન ડો. વિશાલ ખાસગીવાલા, કો-ઓર્ડીનેટર તરીકે ડો. ભાવિન પટેલ, પ્રો. પ્રિયંકા સૂચક, પ્રો. ઈશા ત્રિવેદી વગેરે સ્ટાફ તેમજ મેનેજમેન્ટ રી-પ્રેસેન્ટેટીવ તરીકે ડો. જીજ્ઞેશ રાઠોડનો સાથ અને સહકાર સાપડયો છે.

ક્રાઇમ

શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

Published

on

By

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

Continue Reading

ગુજરાત

રતનપર ગામે રહેતી સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવાનું કહી નીકળ્યા બાદ લાપતા

Published

on

By

શહેરીન ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતી 15 વર્ષિય સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સગીરાના પિતાને ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રતનપર ગામે જાળીયા રોડ પર રહેતી 15 વર્ષિય સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે તેની પુત્રી ઘરની બાજુમાં આવેલી દુકાને ફેર એન્ડ લવલી લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પરત નહીં આવતાં ફરિયાદીએ તેની પુત્રીને ફોન કર્યો હતો ત્યારે તેણે દુકાન વાળાના દિકરાને રમાડું છું તેમ કહેતા ફરિયાદી ઘર પાસે આવેલી દુકાને જોવા જતાં તેની દિકરી ત્યાં હતી નહીં જેથી તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હોય જેથી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધવાની હાઈકોર્ટની જોગવાઈ મુજબ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ચાલીને જતા હો ત્યારે પીચકારી મારશો તો પણ પકડાઈ જશો, વધુ-6 ઝડપાયા

Published

on

By

જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 બેફીકરાને દંડ, 2.5 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ન્યૂસન્સ પોઈન્ટ ઉપરથી 25.7 ટન કચરાનો નિકાલ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ અલગ અલગ પ્રકારની ઝુંબેશ હાથ ધરી છે જેમાં ખાસ કરીને પાનની પીચકારી મારતા લોકોને સીસીટીવી કેમેરા દ્વારા વાહનોની નંબર પ્લેટના આધીરત પકડી ઈમેમો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ચાલીને જતા લોકો પણ જ્યાં ત્યાં પીચકારી મારતા હોવાનું ધ્યાને આવતા હોવા હવે નવી ટ્રીક અપનાવી ચાલીને જતા લોકોને પણ મેમો ફટકારવાનું ચાલુ કર્યુ છે તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 લોકો દંડાયા હતા અને 2.5 કિ.ગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી 25.7 ટન કચરાનો નિકાલ કરવામા આવ્યો હતો. જાહેરમાં પાનની પીચકારી મારતા લોકોને પકડવાનું ચાલુ કર્યુ છે. જેમાં હવે ચાલીને જતા કોઈ વ્યક્તિ પીચકારી મારતા સીસીટીવીમાં પકડાય ત્યારે રેકોર્ડીંગ રિવર્સ કરી આ વ્યક્તિ કઈ જગ્યાએ વાહન પાર્ક કરીને આવ્યો તે ચેક કરવામાં આવે છે તે વાહનના આધારે વ્યક્તિના ઘરે મેમો ફટકારવાનું સરૂ કરવામાં આવ્યું છે. આથી વાહન કોઈપણ જગ્યાએ પાર્ક કરી બજારમાં આંંટા મારતા લોકો પીચકારી મારશે તો તેને પણ મેમો ભરવો પડશે.

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે06 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1764 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 467 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે આજે 2 સફાઈ કામદાર કચરો રોડ પર ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે.

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.02/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 41 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 2.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.

Continue Reading

Trending