મોરબી
મોરબી જિલ્લામાં નિયમિત સફાઈ અભિયાન જાળવવા કલેક્ટરના આદેશ
15 ઓકટોબરથી આગામી 2 માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવનાર છે. આ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન વિશે વાત કરતા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અને નસ્વચ્છતા એજ સેવાથ અંતર્ગત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ગ્રામીણ કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો આ અભિયાનમાં સમાવેશ થઈ જાય. મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનો 15મી ઓક્ટોબરથી આપણે શુભારંભ કરીશું અને ત્યારબાદ 2 માસ સુધી આ અભિયાન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવશે.
15 ઓક્ટોબરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની કોર્ટ સંકુલ, પોલીસ વિભાગ, મામતલદાર વગેરે અલગ-અલગ કચેરીઓમાં સફાઇ ઝુંબેશનો આયોજન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જે કચરાના ઢગલા પડેલા હોય તે કચરાના ઢગલા ઉપાડવા અને ત્યાં ફરીથી કચરાના ઢગલા ન થાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી
મોરબીના લાલપરમાં પરિણીતાએ બ્લેડ વડે ગળાના ભાગે કાપા મારી પહેલા માળેથી લગાવી મોતની છલાંગ

મોરબીના લાલપુરમાં રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની જાતે ગળાના ભાગે બ્લેડ વડે કાપા મારી પહેલા મારાથી મોતની છલાંગ લગાવી હતી પરિણીતાના આપઘાતથી બે વર્ષની માસુમ બાળકી અને ત્રણ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતી મિતલબેન સંજયભાઈ પરમાર નામની 29 વર્ષની પરિણીતા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે બ્લેડ વડે ગળાના ભાગે ઇજા પહોંચાડી પહેલા માળેથી છલાંગ લગાવી હતી ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન પરમારને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન પરમારના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી છે મિતલબેન પરમારે બીમારી કંટાળી પગલું ભર્યું હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પતિ સહિતના પરિવાર અને તેના માતા પિતાની માફી માંગતો અને બાળકોને બાળકોને ધ્યાન રાખવા ભલામણ કરતો વિડિયો વાયરલ કરી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી
મોરબીના ખોખરા હનુમાન નજીક પરપ્રાંતીય શ્રમિકની હત્યા

મોરબીમા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે જેમાં મોરબીમાં ત્રણ દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે જેમ કે એક હત્યાનો બનાવ માળિયાના રોહીશાળા ગામે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે બીજો બનાવ મોરબીના ખોખરા હનુમાન નજીક વધુ એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઈ કારણોસર યુવકની હત્યા કરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા મોરબી પોલીસ ચોરી લૂંટફાટ તેમજ દારૂૂ બંધીને નાથવામાં તો ક્યાંક નિષ્ફળ રહી જ છે ત્યારે હવે હત્યાના બનાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે જેમ કે બે દિવસ પહેલા જ મોડી રાત્રે માળિયા(મી) તાલુકાના રોહીશાળા ગામે મજુર દંપતી દ્વારા એક ખેડૂતની હત્યા નિપજાવી હતી જેના આરોપી હજું સુધી પકડાયા નથી ત્યારે ત્રણ દિવસમા બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આજે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન નજીક સીરામીક કારખાનામાં રહેતા અને મજુરી કરતા અમરશી નારાયણ સરકાર (ઉ.વ.23) નામનો યુવક વહેલી સવારે કુદરતી હાજતે ગયો હોય ત્યારે કોઈ કારણોસર હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે મોરબીમાં આ હત્યાનો સિલસિલો ક્યારે અટકશે તે જોવું રહ્યું શું મોરબી જીલ્લા પોલીસ આગળ કડક કાર્યવાહી હાથ ધરી આવા દિન દહાડે બનાતા હત્યા ના બનાવ અટકાવી શકશે કે નહીં તે જોવું રહ્યું.
મોરબી
મોરબીમાં અધિકારીઓના આંખ આડા કાનથી ગેરકાયદેસર રીતે વપરાતો પેટકોક

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા કેટલાક કારખાનામાં પેટકોક વપરાય છે જેને સરકાર તરફથી માન્યતા આપવામાં આવેલ નથી તેમ છતા અન અધિકૃત રીતે ગેરકાયદેસર રીતે અધિકારીઓને હપ્તા પહોંચાડી આ પેટકોકનો ઉપયોગ કારખાનામાં ઈંધણ તરીકે કરવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં મોરબીથી આજે બસોથી વધુ કારખાનાવાળાઓએ આ પેટકોકનો વપરાશ બંધ કરાવવા માટે જીમેઈલ મારફતે જીપીસીબી વિભાગને રજૂઆત કરી છે. ત્યારે જોવું રહ્યું કે હપ્તા ખાવ અધિકારીઓ શું આ પેટકોકનો વપરાશ બંધ કરાવશે કે નહી.
મોરબી સિરામિક એસોસિએશન તેમજ જીપીસીબી વિભાગને જીમેઈલ મારફતે રજુઆત કરી છે કે મળેલ માહિતી મુજબ સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં અમુક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી અન અધિકૃત અને ગેર કાયદેશર રીતે પેટકોકનો ઉપયોગ ઇંધણ તરીકે થઇ રહ્યો છે. આ પેટકોકના વપરાશના લીધે સીરામીક પ્રોડક્ટ ના પડતર કિંમતમાં ખુબ મોટો ફરક આવે છે અને જેના લીધે કાયદાનું પાલન કરી ગેશ વપરાશ કરતા યુનિટોને માર્કેટમાં ખુબ મોટું નુકશાન જઈ રહ્યું છે જો આમજ ગેર કાયદેશર રીતે પેટકોકનો વપરાશ ચાલુ રહેશે તો નિયમોનું પાલન કરતી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ બંધ થશે અને દેશનું એક માત્ર મોરબી સીરામીક ક્લસ્ટર ખતમ થઇ જશે.
વધુમાં જણાવ્યું હતું કે આવી ગેર કાયદેસર થતી પ્રવૃત્તિથી કોલગેશની જેમ દંડ અને સજા આખા ટ્રેડને ભોગવવી પડે છે બસોથી વધુ કારખાનાવાળાઓ દ્વારા જીપીસીબી વિભાગને વિનંતી કરવામાં આવી છે કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા ગેર કાયદેસર પેટકોક વપરાશ બંધ થાય તેવા પગલાં ભરવામાં આવે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર