Connect with us

ગુજરાત

CM પટેલને આજે દિલ્હીનું તેડું, ક્ષત્રિય સમાજની નારાજગી અંગે નિર્ણયની સંભાવના

Published

on

  • અગાઉના ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ હાઈકમાન્ડ નવી સૂચનાઓ આપશે

લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે.આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભ્ય હોય તેના માટે તેઓ આજે ફરી દિલ્હી જનાર છે,મુખ્યમંત્રીની દિલ્હીની આ મુલાકાત દરમિયાન રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂૂપાલાના મુદ્દે હાઇકમાંડ સાથે તેઓ ચર્ચા કારે અને ક્ષત્રિય સમાજના વિરોધ અંગેનો સંપૂર્ણ અહેવાલ પણ રજૂ કરે તેવી શક્યતા છે.

આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં વડાપ્રધાનને મળીને આવ્યા બાદ તાબડતોબ ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે બેઠક યોજી ડેમેજ ક્ધટ્રોલ હાથ ધર્યુ હતું. આ બેઠક બાદ ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રતિનિધિઓ સાથે પણ મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી પરંતુ ક્ષત્રિય સમાજ રૂૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી ઉપર અડગ રહેતા ભાજપ માટે મૂંઝવણ વધી ગઈ છે.

આવી સ્થિતિમાં આજે મુખ્યમંત્રી દિલ્હી ખાતે વડાપ્રધાન કે અમિત શાહ અથવા જે.પી. નડ્ડા સાથે રૂૂપાલાના મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.
રૂૂપાલા સામે ક્ષત્રિય સમાજે ખોલેલા મોરચાના કારણે ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ ભાજપથી વિમુખ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત દરમિયાન કોઈ નિર્ણય લેવાય તેવી પણ સંભાવના જણાય છે.

ગુજરાત

દેશની 190થી વધુ સંસ્થામાં PGપ્રવેશની CUETનું પરિણામ જાહેર

Published

on

By

  • 5,77,400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 157 વિષયમાં ટોપર્સ જાહેર, ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે 6540 ચોઈસ

દેશની 190થી વધારે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગતવર્ષની સરખામણીમાં ચાલુવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાયો છે. ચાલુવર્ષે કુલ 768414 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 75.14 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશની તમામ 39 સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, 39 સ્ટેટ યુનિવર્સિટીઓ, 15 સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ-ડીમ્ડ મળીને 97 સંસ્થાઓ મળી કુલ 190 સંસ્થાઓમાં પ્રવેશ માટે પી.જી.કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. ગત 11મી માર્ચથી લઇને 28મી માર્ચ સુધી દેશના 262 શહેરો, 9 દેશ બહારના શહેરોમાં મળીને 572 સેન્ટરો પરથી નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવાયેલી પરીક્ષામાં 18 હજાર પ્રશ્નો, 15 દિવસ અને 44 શીફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષામાં 768414 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ જે પૈકી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 20 થર્ડ જેન્ડર ઉમેદવારોએ પણ પરીક્ષા આપી હતી. કેટેગરી પ્રમાણે સૌથી વધુ જનરલ કેટેગરીમાં 289039, એસ.સી.માં 84661, એસટીમાં 55974, ઓબીસીમાં 269830, ઇડબલ્યુએસ કેટેગરીમાં 68910 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2022થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે કોમન એકઝામ જાહેર કરવામાં આવી હતી.વર્ષ 2022માં 607648 પૈકી 334997 એટલે કે 55.13 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજ રીતે વર્ષ 2023માં 877492 રજિસ્ટ્રેશન પૈકી 539776 એટલે કે 61.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેની સામે ચાલુવર્ષે 768414 રજિસ્ટ્રેશન પૈકી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં 75.14 ટકા હાજરી નોંધાઇ હતી. આમ, સરેરાશ દરવર્ષે 10 ટકા વિદ્યાર્થીઓનો વધારો જોવા મળી રહ્યો છે. પરીક્ષા દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓને કાયમી એડ્રસની બાજુમાં જ પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું હતુ. ડાયાબીટીસની બીમારી ધરાવતાં વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જુદા જુદા 157 વિષયોમાં ટોપર્સ આવેલા વિદ્યાર્થીઓના નામ સાથેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પરિણામના આધારે જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પી.જી.કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી પ્રવેશની ફાળવણી કરવામાં આવે છે.ગતવર્ષે વિદ્યાપીઠમાં માત્ર 157 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા હતા. વિદ્યાપીઠમાં હાલમાં પી.જી.ની અંદાજે એક હજાર બેઠકો પર પ્રવેશ માટે ચાલુવર્ષે 6540 વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. જોકે, આ વિદ્યાર્થીઓ પૈકી કેટલાએ પરીક્ષા આપી અને કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તે મહત્વનું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી 18મી એપ્રિલથી પ્રવેશ માટેનું કાઉન્સેલિંગ શરૂૂ કરવામાં આવશે.

કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી
એલએલબી- 48251
એમબીએ -74116
પોલિટીકલ સાયન્સ- 30242
અંગ્રેજી -22756
બી.એડ.- 16597
લાઇફ સાયન્સ -24268
ઝુઓલોજી- 14965
ફિઝિક્સ- 13325
કોમ્પ્યુટર સાયન્સ -32963
કેમિસ્ટ્રી -15966

Continue Reading

ગુજરાત

ધાનાણીને લોહીથી તિલક કરી શુભેચ્છા પાઠવતા જેની ઠુમ્મર

Published

on

By

  • રાજકોટમાં રૂપાલા સામે ચૂંટણી જંગમાં ઉતરતા પહેલા ધાનાણીનો હુંકાર

રાજકોટ સીટ ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ હોવાનું જણાય છે. જો કે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ગુજરાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ક્ષત્રિયની નારાજગી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા રાજકોટથી ઉમેદવાર જાહેર કરાયા બાદ ધાનાણીએ કવિતા દ્વારા ભાજપ અને રાજકોટના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂૂપાલા પર આકરા પ્રહારો કર્યા છે.

ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર રાજકોટની ચૂંટણીને સ્વાભિમાનની લડાઈ ગણાવી હતી. ધાનાણીએ લખ્યું છે કે રાજકોટમાં આંતરિક વિખવાદને કારણે રૂૂપાલાજીને ભારે મુશ્કેલી પડી છે. હું તેમને અમરેલી પરત લાવવા રાજકોટ જાઉં છું.ધાનાણીએ વધુમાં લખ્યું છે કે, રાજકોટની લડાઈ કોઈ એક વ્યક્તિ સામે નથી પરંતુ અહંકારની અને બંધારણ અને સ્વાભિમાનને બચાવવાની લડાઈ છે. તાજેતરમાં જ ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ધમકી આપી હતી ત્યારે ધાનાણીએ કહ્યું હતું કે અમારી બહેનોએ જૌહર કરવાની કોઈ જરૂૂર નથી. ધાનાણીએ 2002ની અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂૂપાલાને હરાવ્યા હતા. આ પછી રૂૂપાલા હવે ચૂંટણી લડી રહ્યા છે. રૂૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિયોના આંદોલન વચ્ચે કોંગ્રેસે ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. રૂૂપાલા કડવા પાટીદાર છે જ્યારે ધાનાણી લેઉવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર લેઉવા પાટીદારોની સંખ્યા વધુ છે. પરષોત્તમ રૂૂપાલાની જેમ પરેશ ધાનાણી પણ અમરેલીના રહેવાસી છે.

રાજકોટમાંથી ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને પોતાના લોહીથી તિલક કરી અસ્મિતા લડાઈમાં જીતની શુભેચ્છા પાઠવી હતી. જેનીબેન ઠુમ્મર અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરે સેફ્ટી પીનનો ઉપયોગ કરીને પોતાની આંગળીમાંથી લોહી કાઢીને પરેશ ધાનાણીના કપાળ પર લગાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધાનાણીએ જણાવ્યું હતું કે આ લડત રાજકોટના સ્વાભિમાન માટેની છે. મને આ યુદ્ધ જીતવાનો વિશ્વાસ છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે જ્યારે પરેશ ધાનાણી 18મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજે આજે રાજકોટમાં ઓળખ સંમેલન બોલાવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ભાજપ રૂૂપાલાને ટિકિટ રદ કરે.ક્ષત્રિય સમાજ આંદોલનની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર મામલો હવે ઘણો આગળ વધી ગયો છે. ક્ષમા માટે કોઈ જગ્યા નથી.

Continue Reading

ગુજરાત

ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ-હળવદમાં અકસ્માતથી 13ના મોત

Published

on

By

  • પગપાળા રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે જતા સાત પદયાત્રીને ટ્રકે હડફેટે લેતા પિતા-પુત્ર સહિત ચારનાં મોત
  • વટામણ-ધોલેરા ચોકડી પાસે દીવથી અમદાવાદ જતાં પરિવારની કારને ટ્રકે ઠોકરે લીધી, બાળક સહિત ચારનો ભોગ લેવાયો

મોરબી,અમદાવાદ, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો. જેમાં મહેમદાવાદનો સંઘ ખોડીયાર રાજપરા દર્શન કરવા જતો હતો.ત્યારે ગણેશગઢ પાસે ટ્રકે અડફેટે લેતા ચાર લોકોના મોત થયા હતા.જ્યારે વટામણ-ધોલેરા રોડ પર કાર-ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાર વ્યક્તિઓ જીવ ગુમાવ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો પાટડીમાં ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે વ્યક્તિ ભેડથુ થઈ ગયા હતા.પાટડી પંથકના ખારાઘોડા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક ચાલકનું મોત નિપજયું હતું તેમજ હળવદમાં અકસ્માતમાં બેના મોત થયા હતા.

અકસ્માતના સૌ પ્રથમ બનાવમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતેથી ગત તા.9ના રોજ 40 જેટલા શ્રધ્ધાળુઓનો પદયાત્રા સંઘ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલા સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો.સંઘ રાત્રિના સમયે શિવનગર તાલુકાના ગણેશગઢ ગામે રાત્રિના સવા ત્રણેક વાગ્યાના અરસામાં ચાલવાનું શરૂૂ કર્યું હતું. અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા સનેસ ગામે ટૂંકું રોકાણ કર્યા બાદ પદયાત્રિકો પગપાળા નીકળ્યા બાદ પરોઢિયે ભાવનગર પાસિંગની ટ્રકના ચાલકે સાત પદયાત્રીને અડફેટે લઈ કચડી નાંખી ટ્રક લઈ શખ્સ નાસી ગયો હતો.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાતેયને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ગંભીર ઈજા પામેલા ધીરૂૂભાઈ ઉર્ફે ચંગભાઈ ઉદેસંગભાઈ ગઢવી (ઉ.વ.60), તેમનો પુત્ર વિજયદાન પીરૂૂભાઈ ગઢવી (ઉ.વ.35, રહે, બન્ને ચંદ્રાસણ, તા.કડી, જિ.મહેસાણા) અને પ્રતાપસિંહ ભીમસિંહ ચૌહાણ (ઉ.વ.30, રહે, વરસોડા ગામ)ને ગંભીર ઈજા થતાં તેમના કરૂૂણ મોત થયા હતા.જ્યારે બકાભાઈ છોટાભાઈ પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.સંઘના સાત પદયાત્રિકોને અડફેટે લેનારા ટ્રકચાલક શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં અમદાવાદના શાહપુરમાં રહેતા 67 વર્ષીય અબ્દુલ શેખ અને તેમના પરિવારના અન્ય આઠ સભ્યો દીવ ખાતે ગયા હતા.રવિવારે સવારના તેઓ કાર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે વટામણ-ધોલેરા હાઇવે પર જતા સમયે ભોળાદ પાસેના હાઇવે પર કાર સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં અબ્દુલ શેખ,હનીશાબેગમ અબ્દુલ શેખ (59),સગુફતા પરવીન શેખ (ઉ.વ.40) અને સાત વર્ષના ઈનાન શેખ નામના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે જમીરભાઈ શેખ ઉ.વ.33), અબ્દુલ શેખ (ઉ.વ.40),ફરદીન શેખ (ઉ.વ.30), મહંમદ શેખ (ઉ.વ.1) અને સહિરા શેખ (ઉ.1.3)નેગંભીર ઈજા થતા સારવાર માટે ધંધુકા ખસેડાયા હતા.

રીબડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી રાજકોટના યુવકનો આપઘાત

રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા સુરેશભાઈ અરજણભાઈ ખાટરીયા ઉમર વર્ષ 41 એ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતીઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ વાગડીયા ને થતા દોડી ગયા હતા ત્યાં યુવાનનું બાઈક પડ્યું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના આધારે યુવાનના પરિવારજનોનો ગણતરીની કલાકમાં જ સંપર્ક થયો હતોપોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરીયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શરૂૂ કરી હતી દરમિયાન પોલીસ નો સામેથી ફોન આવતા જાણ થતા પરિવારજનો શોક મગ્ન બન્યા હતા યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

હળવદના ચરાડવા પાસે ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી જતા ચાલકનું મોત

હળવદ તાલુકાના ચરાડવા કેટી મીલ પાસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ધુળની ડમરીઓ વચ્ચે આગળ જતો ટ્રક નહીં દેખાતા ડબલ સવારી એકટીવા પાછળ ઘુસી જતાં ચાલક જયરાજ સાકરીયા નામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઈજાઓ પહોચતા મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો સાથે મૃતક જયરાજ સાકરીયાની લાશ હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને બનાવના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયાં હતા તો સાથે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છુટ્યો તો જોકે વાહનચાલકોએ પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદની હરિદર્શન ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકનું મોત

હળવદ માળીયા હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. જ્યારે ફરી એકવાર હળવદ-માળીયા હાઈવે પર હરિદર્શન ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માતની ઘટના બની હતી. હરિદર્શન ચોકડી પાસે ટ્રક નંબરના ચાલક સોમાભાઈ બીજલભાઈ રબારી રહે. કચ્છ વાળાએ બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી આગળ જતા ટ્રકની પાછળ ઠાઠામાં અથડાવતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી.જે બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાટડી તાલુકાના ગવાણા ગામ નજીક પેટ્રોલ પંપ સામે રવિવારે વહેલી સવારે ટ્રેલર તથા ડમ્ફર વચ્ચે જોરદાર ટક્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ તુરંત વાહનોમાં આગ ભભુકી ઉઠી હતી આ તરફ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ આગ વિકરાળ અને ઝડપથી પ્રસરી હોવાથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ડમ્ફર ચાલક સહિત બે લોકો ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું આ બંને મૃતકોની લાશને પાટડી હોસ્પિટલ પીએમ આર્થેની કામગીરી શરૂૂ કરી સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત બાદ આગની ઘટનાના બનાવની તપાસ શરૂૂ કરી છે.

પાટડી પાસે ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બેનાં કરૂણ મોત

પાટડી તાલુકાના ખારાઘોડા રણ વિસ્તારમાં મીઠાની સિઝન પૂર્ણ થતાં વેપારીઓ દ્વારા મીઠું ખરીદી કરી અન્ય વાહન થકી મીઠું ભરવા માટેની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે શનિવારે બપોરના સમયે ખારાઘોડા રણમાં સામસામે ટ્રકનું અકસ્માત થયું હતું સ્થાનિક મીઠું પકવતા અગરિયાઓ દ્વારા જણાવાયું હતું કે ધૂળની ડમરી ઉડવાના લીધે બંને ટ્રક ધડાકાભેર સામસામે અથડાતાં હતા જેમાં ટ્રક ચાલક આગળની કેબિનમાં ફસાયો હતો જેથી તાત્કાલિક ક્રેનની મદદથી ટ્રક ચાલકને બહાર કાઢવાના કલાકોના પ્રયત્ન બાદ ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો આ તરફ બંને ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાતા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા આ દરમિયાન પોલાભાઈ બાથાણી નામના ટ્રક ચાલકનું મોત થયું હતું જ્યારે ભાવેશભાઈ બાથાણીને ગંભીર ઈજા હોવાથી તેઓને વધુ સારવાર શરૂૂ કરી હતી.

Continue Reading

Trending