Connect with us

પોરબંદર

ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ

Published

on

રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા. 15 ઓક્ટોબરથી તા. 15 ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે હસ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂૂપે 21 ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂૂપે કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં સમુદ્ર કિનારા ખાતે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરુપે બુધવારે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામેશ્વર પ્લોટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કચરાના નિકાલ માટે જરૂૂરી વ્યવસ્થા પણ કરાઈ હતી.

પોરબંદર

ભાણવડના ઢેબર ગામે જુગાર દરોડો: 2 મહિલા સહિત ચાર પકડાયા

Published

on

ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર ઢેબર ગામના નવાપરા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા આમદ બાવાભાઈ હિંગોરા (ઉ.વ. 40) અયુબ ઉર્ફે અબ્બાસ મુસા હિંગોરા (ઉ.વ. 42), અમીનાબેન જુસબ હીંગોરા (ઉ.વ. 50) અને હાજરાબેન હશનભાઈ હિંગોરા (ઉ.વ. 60) ને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂૂપિયા 10,110 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
સુરજકરાડીની યુવતીને
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતી દિવ્યાબેન રાહુલભાઈ રોશિયા નામની 24 વર્ષની પરિણીત મહિલાને આરંભડામાં રહેતા જીલ રાયઠઠ્ઠા દ્વારા ગત તારીખ 13 નવેમ્બરના રોજ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી કરી, દિવ્યાબેન ઉપરાંત તેણીના પતિ રાહુલ લખમણભાઈ રોશિયા, સસરા લખમણભાઈ અને સાસુ ગૌરીબેનને અપમાનિત કરી, ધમકી આપતા આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 354 (એ), 323, 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

પોરબંદર

વગર મોસમની કેરીના એક બોકસના રેકોડબ્રેક રૂા.15510 ભાવ ઉપજ્યા

Published

on

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 4 બોક્સ કેરીની આવક થઇ હતી અને એક બોક્સના 15510 રૂૂપિયા જેવા રેકોર્ડબ્રેક ભાવે તેનું વેચાણ થયું હતું. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે બે દિવસ પહેલા 600થી 700 રૂૂપિયે કિલો લેખે કેરીના ત્રણ બોક્સનું વેચાણ થયું હતું. ત્યાર બાદ ગઈકાલે વધુ 4 બોક્સ કેરીની આવક થઇ હતી.
આ અંગે યાર્ડમાં પેઢી ધરાવતા કેતનભાઈ રાયચુરાએ જણાવ્યું હતું આજે ખંભાળા પંથકમાંથી બે બોક્સ કેરીની આવક થઇ હતી.
આથી હરરાજીમાં તે 1551 રૂૂપિયાની કિલો એટલે કે 1 બોક્સના 15510 રૂૂપિયાના ભાવે વેચાણ થયું હતું. યાર્ડના અને કદાચ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ ભાવ સૌથી ઉંચો હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચાર દાયકાથી તેઓ ફ્ળોનો હોલસેલ વેપાર કરે છે. સીઝન દરમિયાન જે ભાવ બોક્સનો હોય છે તે ભાવે આજે એક કિલો કેરીનું વેચાણ થયું છે.
એ સિવાય અન્ય એક વેપારી નીતિનભાઈ દાસાણીને ત્યાં પણ જાંબુવંતીની ગુજ્ઞ નજીક આવેલ જ્ઞર્મમાંથી બે પેટી કેરીની આવક થઇ હતી. ત્યાં પણ કિલોના 1551 રૂૂપિયાના ભાવે બન્ને પેટીની હરરાજી થઇ હતી. આમ ચાર બોક્સ કેરીનો ભાવ 62040 રૂૂપિયા ઉપજ્યો હતો. સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં જ શિયાળા દરમિયાન પણ યાર્ડમાં આ વર્ષે કેરીની આવક થઇ છે. છેલ્લા બે વર્ષથી શિયાળા દરમ્યાન જ યાર્ડમાં કેરીની આવક થાય છે ત્યારે સુકા મેવા કરતા પણ વધુ ભાવે કેરીનું વેચાણ થતા ઉપસ્થિત ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થયા હતા.
કેતનભાઈએ હરરાજીમાં ઉપસ્થિત સૌનું પેંડાથી મોઢું મીઠું કરાવી ગુલાબના ફૂલથી કેરીના વધામણા કર્યા હતા. જો કે કેરીનું હોલસેલમાં 1551 રૂૂપિયાના કિલો લેખે વેચાણ થયું હતું ત્યારે તેનું રીટેલમાં શું ભાવે વેચાણ થાય છે અને આટલી મોંથી કેરી કોણ ખરીદે તે પણ જોવાનું રહ્યું છે. જો કે લોકો ઉનાળાની ગરમી કેરીનો સ્વાદનો સ્વાદ માણતા હોય છે, પરંતુ ભર શિયાળા કેરીનો સ્વાદ માણવા મળે તો કેટલાક કેરીના શોખીનો કોઈ પણ ભાવે ખરીદે છે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું.

Continue Reading

પોરબંદર

પોરબંદરના રાજકારણી વિરૂધ્ધ 20 લાખની છેતરપિંડીની ફરિયાદ

Published

on

પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી ગોરાણીયા વિરુદ્ધ જિલ્લા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેમને ઉછીના અપાયેલા 20 લાખ રુપિયા હજુ પરત ન કરતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના રહેવાસી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી લીલાભાઈ ગોરાણીયા વિરુદ્ધ દિનસુધાબેન પ્રભુદાસ ઠકરાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં લાખણશી ગોરાણીયાએ વર્ષો પહેલાં 20 લાખ રુપિયા ઉછીના લઇ હજુ સુધી પરત ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.
લાખણશી ગોરાણીયા સમાજસેવક ફરિયાદની વિગતો જોઇએ તો ફરિયાદી દિનસુધાબેન ઠકરારે કરેલી અરજીમાં જણાવાયું છે કે વર્ષો પહેલા તેમના પતિ પાસેથી ઉછીના લીધેલ 20 લાખ રૂૂપિયા પરત આપવામાં આવ્યાં નથી. પોરબંદરમાં લાખણશી લીલાભાઈ ગોરાણીયા સમાજસેવક હોવા સાથે રાજકારણમાં પણ છે. તેઓ જેસીઆઈ સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હાલના પ્રમુખ પણ છે.
2014માં આપ્યાં 20 લાખ પોરબંદરના બિરલા હોલ રોડ પર આવેલ દીપપ્રભુ બંગલામાં રહેતા દિનસુધાબેન ઠકરારે આજે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને ઉલ્લેખીને એક ફરિયાદ અરજી આપેલી છે. જેમાં જણાવ્યું છે કે દિનસુધાબેનના સ્વર્ગસ્થ પતિએ તારીખ 4 /7 /2014 ના રોજ ચાર લાખ રૂૂપિયા અને છ લાખ રૂૂપિયાની રકમ લાખણશી ગોરાણીયાને હાથ ઉછીના પેટે આપેલ હતી. ત્યારબાદ એ જ રોજ તારીખ 4/ 7/ 2014 ના રોજ બીજા ચાર લાખ અને છ લાખની રકમ હાથ ઉછીના પેટે આપી હતી એટલે કુલ 20 લાખ હાથ ઉછીના પેટે લાખણશી ગોરાણીયાને આપેલા હતાં. ત્યારબાદ વર્ષ 2016માં પ્રભુદાસ જગજીવનદાસ ઠકરારનું નિધન થઈ ગયું હતું.
દિનસુધાબેનને નાણાંની જરુર પડી પતિના નિધન બાદ દિનસુધાબેનને રૂૂપિયાની જરૂૂર પડતા તેમણે લાખણશી ગોરાણીયા પાસેથી અનેકવાર રકમ પરત મેળવવા માંગણીઓ કરી હતી. પરંતુ હાલ 27 /11/ 2023 સુધી 20 લાખ રુપિયા પરત આપવામાં આવેલા નથી. જેથી આજે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને રૂૂપિયા પરત અપાવવા માટે ફરિયાદ અરજી કરેલ છે. તેમણે બિડાણમાં 20 લાખના વ્યવહારની બેન્ક ડિટેલ પણ શામેલ કરી છે.
લાખણશી ગોરાણિયાની પ્રતિક્રિયા જ્યારે તેમની સામે કરવામાં આવેલી 20 લાખ રુપિયા પરત ન આપવાની અરજી વિશે પૃચ્છા કરવામાં આવી ત્યાતે લાખણશી ગોરાણીયાએ ફરિયાદને સામાજિક પ્રતિષ્ઠા બગાડવા માટેનું ષડયંત્ર છે તેમ કહ્યું હતું. લાખણશી ગોરાણીયા સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ લગ્ન પ્રસંગે વ્યસ્ત હોવાથી કાલે મળશે તેમ જણાવ્યું હતું અને આ સમગ્ર બાબતમાં તેઓની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા બગાડવાનું એક ષડયંત્ર હોવાનો બચાવ કરેલો હતો.

Continue Reading

Trending