Connect with us

જુનાગઢ

જૂનાગઢમાં સ્વચ્છતા અભિયાનનાં ભાગ રૂપે ખાપરા કોડિયાની ગુફા સહિતના સ્થળોએ સફાઈ

Published

on

જૂનાગઢ હાલ ટોચના નેતાઓને ખુશ રાખવા માટે સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ખાપરા કોડિયાની ગુફા સહિતના જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ અભિયાન તંત્રની વાસ્તવિકતા ની પોલ ખોલી નાખી હતી. શહેરના હેરિટેજ વિસ્તારમાં ગણાતી ખાપરા કોડીયાની ગુફા ઉપરાંત શહેરમાં વોર્ડ નંબર-2માં ખામધ્રોલ ગામ, સુભાષ કોલેજ રોડ અને મહાપુરુષોની પ્રતિમાની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી આવી હતી.
આ સફાઈ અભિયાનમાં સીએનડી વેસ્ટ, કચરા તથા ઝાડી ઝાંખરા સહિત આશરે 38 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં 80 જેટલા લોકો જોડાયા હતા. ઉપરાંત 3 ટ્રેક્ટર અને 1 જેસીબી અને 1 સુપડા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ કામગીરી સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ હાજા ચુડાસમા અને રાજુભાઈ ત્રિવેદી તથા વિનાયક ગૌસ્વામીની દેખરેખ કરવામાં આવી હતી. જે શહેરમાં નિયમિતપણે સફાઈ પાછળ લોકોના પરસેવાની કમાણી ના કરોડો રૂૂપિયાનું આંધણ કરવામાં આવે છે છતાં શહેરની ખ્યાતનામ જગ્યાઓએથી હજારો કીલો કચરો નીકળે અને તેમાં પણ તંત્ર ગર્વ કરે વક્તો વખત તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે તે ખૂબ સારી વાત છે પણ શહેરની ઘણી બધી હેરિટેજ જગ્યાઓ કે જેને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે સરકારે બ્રાન્ડ એમ્બેસેડર પાસે જાહેરાતો કરાવી એક સમયે કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું હતું પરંતુ ગુજરાતી કહેવત મુજબની સિખામણ જાપા સુધી એ જૂનાગઢના અધિકારીઓએ અને પદાધિકારીઓએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે ગુજરાત અને ભારતના ટોચના નેતાઓ વડાપ્રધાન ના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરવા માટે કમર કસી રહ્યા છે ત્યારે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ફક્ત અમુક દિવસો સપ્તાહો અને પખવાડિયાઓ કે પછી મહિનાઓ ના ફોટો સેશન પૂરતા અભ્યાનો ચલાવી ઉપરના નેતાઓને ખુશ કરવા કમર કસી રહ્યા છે જે જૂનાગઢની પ્રજાને અત્યંત છેદની લાગણી નો અનુભવ કરાવે છે.

ગુજરાત

જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી

Published

on

By

જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા ભવનાથ મહાદેવ, અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પોતાના ઇન્ડિયા ગઠબંધનના સમર્થકોની ઉપસ્થિતિમાં દોમડીયા વાળી ખાતે સભા સંબોધી હતી. સભા પૂર્ણ કરી હીરાભાઈ જોટવા પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જુનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવા ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમા ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જુનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના પ્રભારી વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે લોકસભા સીટ પરથી કોંગ્રેસ અને સર્વે પક્ષના ઉમેદવાર તરીકે હીરાભાઈ ફોર્મ ભર્યું છે. હીરાભાઈ જોટવામાં સમર્થનમાં સભા સંબોધવામાં આવી હતી અને ત્યારબાદ શહેરમાં રેલી યોજવામાં આવી હતી. ભ્રષ્ટાચારી, સરમુખત્યાર શાહી સરકારને હટાવવા માટેનો આ પ્રયત્ન છે.

હિરાભાઈ જોટવાનો જન્મ 1 જૂન, 1968 થયો હતો.હીરાભાઈ જોટવાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી બેચલર ઈન આર્ટસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.તે એક રાજકારણી, ખેડૂત અને ઉદ્યોગપતિ છે, જે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જી.પી.સી.સી.) ના જનરલ સેક્રેટરી અને ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છે. તેઓ શ્રી વૃંદાવન કેળવણી મંડળ (એનજીઓ) ના સ્થાપક અને પ્રમુખ પણ છે, જે દર વર્ષે આશરે 5000 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.તેઓ અગાઉ જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા પંચાયત 2010-2015ના વિરોધપક્ષ ના નેતા હતા. તેમણે જુનાગઢ જિલ્લા સહકારી બેંક 2003-2006 ના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. હિરાભાઈ જન્મથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી) ના સભ્ય છે. અને તેમની રાજકીય કારકિર્દીના છેલ્લા ત્રણ દાયકામાં જુદી જુદી કક્ષા એ કામ કર્યું છે. 1995-2000 માં વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ,2000-2005 જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ ઉપ-પ્રમુખ 2000-2005 બક્ષીપંચ વિભાગના પ્રમુખ, જુનાગઢ ડીસીસી 2005-2010 અને 2015-2018ગુજરાત પ્રાદેશ કોંગ્રેસ કમિટિના કારોબારી સભ્ય તરીકે સેવા આપી હતી.

Continue Reading

ગુજરાત

પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટના જામીન ના મંજૂર

Published

on

By

કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. હાલ તો તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ તેમના વકીલ દ્વારા જામીન માટે 8 એપ્રિલના રોજણ પણ અરજી કરાઈ હતી તે પણ કોર્ટે ફગાવી હતી.

કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. અઝજએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે.

પીઆઈ તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં.પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી.

ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢમાં ભાવિ પતિના આપઘાત બાદ યુવતીએ પણ ઝેરી દવા પી જીવ દીધો

Published

on

By

 

  • બંન્ને સાથે જીવી ન શક્યા પરંતુ સાથે અંતિમ યાત્રા નીકળતા સમાજ અને પરિવાર શોકગ્રસ્ત
  • બંનેના આપઘાત પાછળ યુવતીનું અગાઉનું પ્રેમપ્રકરણ કારણભુત હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

જૂનાગઢમાં ભાવિ પતિએ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લેતા મંગેતરે પણ ઝેરી ટીકડા ખાઈને જીવન ટુંકાવી લેતા બંનેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
શહેરમાં બીલખા રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતા હિરેન બાબુભાઈ ભાસ્કર(ઉ.વ.25) નામના યુવકે બુધવારની રાત્રે બીલખા રોડ ખાતેના ગેઇટ નજીક આવેલ જંગલની દિવાલ પાસે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને યુવાનનાં મળતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ ભવનાથ પોલીસ ચલાવી રહી છે.આ દરમિયાન શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી પૂજાબેન અનિલભાઈ મારુ(ઉ.વ.18) નામની યુવતીએ રાત્રે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે સેલફોસના ઝેરી ટીકડા ખાઈ લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ યુવતીનું સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું.

આ અંગે મૃતક યુવતીના માતા જોશનાબેન અનીલભાઈ મારુએ એ ડિવિઝન પોલીસને નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,પોતે પતિ બે દીકરી અને એક દીકરો સહિતના પરિવાર સાથે આંબેડકરનગરમાં રહે છે. મરનાર દીકરી પૂજાની સગાઈ હિરેન બાબુભાઈ ભાસ્કર સાથે થઈ હતી. હિરેનએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ થતા દીકરી પૂજાએ પણ ઝેરી ખાઈ લેતા તેનું સારવારમાં મળત્યુ નીપજ્યું હતું.આ નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવમાં એ ડિવિઝનના પીએસઆઇ એ. એ. પરમાર અને સ્ટાફે તપાસ કરતા યુવતીનું અગાઉનું પ્રેમ પ્રકરણ હોય તે યુવકે મંગેતરને યુવતીની અભદ્ર તસ્વીર મોકલતા હિરેને આ પગલું ભરી લીધું હતું.બંને સાથે જીવી ન શક્યા પરંતુ બંનેની સાથે અંતિમ યાત્રા નીકળતા સમાજ અને પરિવારમાં શોક છવાયો હતો.

Continue Reading

Trending