ગુજરાત
ધો.10-12 ગુજરાત બોર્ડની પરીક્ષાનો તા.11 માર્ચથી પ્રારંભ

શિક્ષણ બોર્ડ દ્વારા ટાઇમટેબલ જાહેર, તા.26 માર્ચ સુધી પેપર લેવાશે: જૂન-જુલાઇમાં પૂરક પરીક્ષા
2023-24થી કરાશે નવી શિક્ષણ નીતિનો અમલ
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને 70 ટકા વર્ણાનાત્મક પ્રશ્નો પૂછાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તા.11 માર્ચથી તા.26 માર્ચ સુધી પરીક્ષા લેવામાં આવશે. જેમાં સવારે ધોરણ 10 અને બપોર બાદ ધો.12ની પરીક્ષા લેવાશે તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીકલ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ ધો.10ની પરીક્ષા સવારે 10.15થી બપોરના 1.15 કલાક સુધી અને ધો.12માં બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી લેવાશે. જેમાં તા.11 મીએ ધો.10માં ભાષાનું પેપર, ધો.12 સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, ધો.12 સામાન્ય પ્રવાહમાં સરકાર પંચાયત અને ધોરણ-12 વાણીજય પ્રવાહમાં નામાના મુળ તત્વનું પેપર લઇ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે.
બોર્ડના ટાઇમટેબલ ધો.10માં તા.18મી સુધી એકાતરા પેપર લેવામાં આવશે જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એકધારા સળંગ પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુન:પરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ 3 વિષયની પુરક પરિક્ષા આપી શકશે. અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થી બે વિષયની પુરક પરીક્ષા આપી શકાતા હતા. આ સાથે ધોરણ 12 સા.પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પુરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પુન: પરીક્ષા જૂન-જુલાઈમાં યોજાશે. આ નિયમનો શૈક્ષણિક વર્ષ 2023-24 માં અમલ થશે. એટલે આ વર્ષથી જ આ નીતિનો અમલ થઇ જશે.
શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવોની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે જે નીચે પ્રમાણે છે.
ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર0 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા ખઈચ (0ખછ) યથાવત રાખવા તેમજ પ0 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.
તા.2 એપ્રિલે ગુજકેટની પરીક્ષા
ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્ર આપવામાં આવશે.
ગુજરાત
સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
ગુજરાત
કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી
જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.
વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.
બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
ગુજરાત
રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.
IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર