ગીર સોમનાથના વેરાવળના જાલેશ્વરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતુ અને રોડ પર લોકો ઉતરી આવ્યા હતા અને મારામારી અને પથ્થરમારો કર્યો હતો, પોલીસની ટીમે ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂૂ કરી આતંક મચાવનારની અટકાયત કરી હતી.
ગીર સોમનાથના વેરાવળના જાલેશ્વરમાં ધીંગાણું થયું હતુ અને દરિયાકાંઠે માછલી કાઢવા જેવી બાબતે માછીમારો સામસામે આવ્યા હતા અને મારામારી કરી વિસ્તાર બાનમાં લીધો હતો, આ અથડામણમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ શરૂૂ કરી છે, હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
માછીમાર સમુદાયના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને જૂથ અથડામણમાં 6 વ્યકિતને ઈજા પહોંચી છે, દરિયાકાંઠે માછલી કાઢવા બાબતે બે સમુદાયના લોકોએ લાકડી, લોખંડની પાઇપો, પથ્થર વડે એકબીજા પર હુમલો કર્યો છે, તો પોલીસે બન્ને પક્ષે 13થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે, પોલીસે અમુક આરોપીઓને ઝડપી પાડયા છે, તો અમુક આરોપીઓ હજી ફરાર હોવાની વાત સામે આવી છે, છેલ્લા કેટલાય સમયથી માછલી કાઢવાને લઈ બબાલ હોવાની વાત સામે આવી છે.
પોલીસે ઘટના સ્થળે જઈને સીસીટીવી પણ તપાસ્યા છે અને રાયોટીંગ સહિતનો ગુનો નોંધ્યો છે, તો હાલમાં જે જગ્યા પર પથ્થરમારો થયો હતો ત્યાં પોલીસનો બંદોબસ્ત લાગ્યો છે, દરિયામાંથી માછલી કાઢીને તેના વેચાણનો ધંધો માછીમારો કરી રહ્યાં છે, ત્યારે દરિયાકાંઠે પણ અગાઉ આ સમુદાયના લોકો વચ્ચે બોલાચાલી થઈ હોવાની વાત સામે આવી છે.

