Connect with us

ગુજરાત

ભાવનગરના ભૂતેશ્ર્વર ગામમાં બે જૂથ વચ્ચે મારામારી: 14 લોકો ઘાયલ

Published

on

ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં ગઈકાલે સાંજે થયેલ ઝઘડાની દાઝ રાખી બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થતા બંને જૂથમાં મળી 14 વ્યક્તિને નાની મોટી ઈજા તથા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઘોઘા પોલીસ કાફલો ભૂતેશ્વર દોડી ગયો હતો અને બંને જૂથના મળી કુલ 11 લોકો વિરુદ્ધ સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના ભૂતેશ્વર ગામમાં રહેતા વિશાલભાઈ દીપકભાઈ કંટારીયાને ગામમાં રહેતા કરણ ભરવાડ અને હમીર ભરવાડની સાથે ઘર પાસે મોટરસાઇકલ લઈને નીકળી હોર્ન મારવા અને કાતર મારવા બાબતે સામાન્ય બોલાચાલઈ થઈ હતી. આ ઘટના બાદ ગઈકાલે રાત્રિના સમયે બંને જૂથ વચ્ચે ધારિયું, છરી, પાઇપ, લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકી મારામારી થતા વિશાલભાઈ દીપકભાઈ કંટારીયા, વિષ્ણુભાઈ કંટારીયા, અક્ષયભાઈ અરવિંદભાઈ કંટારીયા અને વિમલભાઈને બીજા પહોંચી હતી. સામા પક્ષે ભરતભાઈ ડાયાભાઈ પરમાર, મેઘાભાઈ, ધારાભાઈ, લક્ષ્મણભાઈ, બાલુબેન, રામુબેન, લાભુબેન, રાધાબેન, જયાબેન, નીતાબેનને પણ નાનીમોટી ઇજા થઈ હતી. આ બનાવ અંગે ભરતભાઈ ડાયાભાઈ પરમારે ગામમાં રહેતા વિશાલ દીપકભાઈ કંટારીયા, લક્ષ્મણ અરવિંદભાઈ કંટારીયા, વિષ્ણુ દીપકભાઈ કંટારીયા, વિમલ દીપકભાઈ કંટારીયા, દિનેશ પાંચાભાઇ કંટારીયા, મનીષ મુકેશભાઈ કંટારીયા વિરુદ્ધ ગઈકાલે સાંજે ઝઘડો થયેલ તે બાબતની દાઝ રાખી તમામ આરોપીઓએ હાથમાં ધારિયું, પાઇપ, લાકડી, છરી જેવા હથિયારો ધારણ કરી ઘર પાસે આવી વારાફરતી મારામારી કરી પથ્થરના ઘા ઝીંકી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે વિશાલભાઈ દીપકભાઈ કંટારીયાએ ગામમાં રહેતા ભરત ડાયાભાઈ પરમાર, ધારા નાજાભાઇ પરમાર, મેઘા નાજાભાઇ પરમાર, હમીર ભાકાભાઈ પરમાર અને કરણ ધારાભાઈ પરમાર વિરુદ્ધ ગઈકાલે સાંજે થયેલ બોલાચાલીની દાઝ રાખી તમામે તમારે અહીંથી નીકળવું નહીં તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુ તેમજ લોખંડનો પાઈપ અને લાકડી વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે બંને જૂથની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

જૂની કલેક્ટર કચેરીમાં મહેફિલ જામી? ક્લેક્ટરનો તપાસનો આદેશ

Published

on

By

પૂરવઠાની ઝોનલ કચેરીમાં ગુરુવારે રાત્રે ગ્લાસ ખખડ્યા, કોઈએ પોલીસને જાણ કરતા મોબાઈલ દોડી ગઈ પણ ‘જામ’ ઢોળાઈ ગયા: કલેક્ટર સુધી માહિતી પહોંચતા મામલો સળગ્યો

રાજકોટની જૂની કલેક્ટર કચેરી સાંજ પડેને રેઢીપડ થઈ જાય છે ત્યારે જૂની કલેક્ટર કચેરી હવે લુખ્ખા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે ગુરૂવારે રાત્રે જૂની કલેક્ટર કચેરીમાં આવેલ પુરવઠાની ઝોનલ ઓફિસની લોબીમાં સાંજ પડતાની સાથે જ મહેફીલ મંડાઈ હતી અને ગ્લાસ ખખડવા લાગ્યા હતાં. કોઈએ લોબીમાં મહેફીલ જામી હોવાની પોલીસને ફોન કરતા પોલીસ મોબાઈલ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ પાછળથી ભીનું સંકેલાઈ ગયું હતું. જો કે, આ ઘટનાની કલેક્ટર કચેરી વર્તુળોમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. અને મહેફીલ અંગેની માહિતી છેક કલેક્ટર સુધી પહોંચતા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.


કલેક્ટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં સાંજે છ વાગ્યા પછી સરકારી કર્મચારીઓ ફરજ પરથી ઘરે જવા નિકળ્યા બાદ આખી જૂની કલેક્ટર કચેરી ઉજ્જળ વેરાન જેવી બની જાય છે. કોઈ કોઈક દિવસ જૂની કલેક્ટર કચેરીમાં આવેલ પૂરવઠાની ઝોનલ કચેરી મોડી સાંજ સુધી ધમધમતી હોય છે.


સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે સાંજે પુરવઠાની ઝોનલ કચેરી મોડે સુધી ચાલુ હતી. રાશનના અમુક વેપારીઓ અને કમિશન એજન્ટો પુરવઠાની કામગીરી માટે ઝોનલ કચેરીમાં આવ્યા હતાં. કચેરી સમય પૂર્ણ થયા બાદ કર્મચારીઓ અને અધિકારીઓ ઘરે જતાં રહ્યા હતાં. ત્યારે ઝોનલ કચેરીની લોબીમાં જ રાત્રે આઠ વાગ્યે મહેફીલ મંડાઈ હતી.


રાત્રીના આઠ વાગ્યા પછી પણ જૂની કલેક્ટર કચેરીમાં ગ્લાસ ખખડતા હોવાની છેક પોલીસ કંટ્રોલ સુધી કોઈએ માહિતી પહોંચાડી હતી જેના પગલે રાત્રીના 8:30ના અરસામાં જૂની કલેક્ટર કચેરીમાં પોલીસ મોબાઈલ પણ ધસી ગઈ હતી. જો કે, પોલીસ જૂની કલેક્ટર કચેરીમાંથી ખાલી હાથે પરત ફરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કાફલો જૂની કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ મહેફીલના રંગમાં ભંગ પડ્યો હતો. બાદમાં ભીનું સંકેલાઈ ગયું હતું અને જામ ઢોળાઈ ગયા હતાં. જો કે, આ વાતનો ગણગણાટ કલેક્ટર કચેરીમાં શરૂ થયો હતો. ગુરૂવારે રાત્રે બનેલી ઘટના અંગે શુક્રવારે વાત વહેતી થઈ હતી. પરંતુ શનિ-રવી રજાના કારણે કલેક્ટર સુધી છેક સોમવારે મહેફીલની વાત પહોંચતા ચોંકી ઉઠેલા જિલ્લા કલેક્ટરે ખાનગી રાહે તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ જૂની કલેક્ટર કચેરીમાં મંડાયેલી મહેફીલમાં એકલ-દોકલ કર્મચારી પણ હોવાની વાત વહેતી થઈ છે જ્યારે તેની સાથે રેશનીંગના વેપારી અને કમિશન એજન્ટો હોવાનું જાણકારોએ જણાવ્યું છે. ત્યારે આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ કલેક્ટરે ખાનગીરાહે તપાસના આદેશ આપ્યા છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાશે
જૂની કલેક્ટર કચેરીની પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગુરૂવારે રાત્રે મહેફીલ મંડાઈ હોવાની ચર્ચાએ કલેક્ટર કચેરીમાં ભારે જોર પકડ્યું છે ત્યારે આ ઘટનાની છેક કલેક્ટર સુધી માહિતી પહોંચતા ખાનગી રાહે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અને જૂની કલેક્ટર કચેરીમાં સાંજના છ વાગ્યા પછી કોની કોની અવર જવર થઈ હતી તે અંગેની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદ એરપોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સી થઇ દોડતી

Published

on

By

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેઇલ મળ્યો છે. ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ છે. એરપોર્ટ પર ચેકીંગ કરવામાં આવ્યુ. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.એરપોર્ટ પરથી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી હોવાનું સામે આવ્યું છે.

કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી પણ ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ એરપોર્ટ ડાયરેક્ટરે સ્થાનિક પોલીસને કરી, ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્કવોડ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને એરપોર્ટને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

દર 10 થી 15 દિવસે ઈ-મેલ દ્વારા દેશના વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.આ પહેલા ગત 12 મે, 2024ના રોજ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Continue Reading

ગુજરાત

ગોંડલના ઘોઘાવદર નજીકથી નવ પશુ ભરેલો ટ્રક ઝડપાયો

Published

on

By

રૂા. 6.80 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત

ગોંડલના ઘોઘાવદર પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલ ટ્રક ઝડપી ગોંડલ તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી. રાજકોટના જીવદયા પ્રેમી ભાવિનભાઈ ધિયાડ અને તેમના મિત્રોને માહિતી મળી હતી કે ધોરાજીથી એક ટ્રક ભેંસો ભરીને નીકળવાનો છે જે ગેરકાયદેસર હોઈ શકે જેના આધારે તેમણે ગોંડલ આવી ત્યાંથી ટ્રકનો પીછો કરતા ઘોઘાવદર પાસે ટ્રક રોકાવીને જોતા ટ્રકમાં 9 જેટલા પશુઓને હલનચલન ન કરી શકે તેમ બાંધીને રાખવામાં આવ્યા હતા.


જીવદયા પ્રેમી ભાવિનભાઈ અને તેમના મિત્રોએ ટ્રકમાં ભેંસોની હાલત જોતા પોલીસ ને જાણ કરી હતી. જોકે ટ્રક ચાલક ભરત ગરચર અને ક્લિનર મુસ્તાક અલી સેતાને પરમિટ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યુ હતું કે ભેંસો કાયદેસર તબેલાની છે અને તેમની પાસે પરમિટ છે પરંતુ તેઓ પરમિટ રજૂ કરી શકયા ના હોય બન્ને વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ કલમ 11(1), ડી, ઇ, એફ, એચ, તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ 125(ઇ) તથા આઈ.પી.સી. 114 મુજબ અને એક બીજાને મદદગારી કરવા બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.


પોલીસે પણ બંને શખસોની અટકાયત કરી તેમજ 8 મોટી ભેંસો એક પાડો અને ટ્રક મળી કુલ 6,80,000નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂૂ કરી હતી. અને પશુઓને રાજકોટ ની ગૌ શાળા માં ઉતારવામાં આવ્યા હતા.

Continue Reading

Trending