Connect with us

ગુજરાત

સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગની લિફ્ટ બે મહિનાથી બંધ ! સેમ્પલના ડોલથી સિંચણીયા

Published

on

ઉપલા-પહેલા માળે બ્લડના સેમ્પલ પહોંચાડવામાં દર્દી અને સ્ટાફ મુશ્કેલીમાં

ધારાસભ્ય દર્શિતાબેન શાહે દર્દીઓની ફરિયાદ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચાડી ઘટતું કરવા તાકીદ

દોરડું બાંધેલી ડોલમાં બ્લડના સેમ્પલ મૂકી ઉપલા માળે પહોંચાડવાની ‘કળા’થી જાણકારોમાં અચરજ

શહેરની સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં રૂમ નં. 10માં ભોયતળિયે લેબોરેટરી આવેલી છે. અહીં આખા બ્લડના સેમ્પલની તપાસણી સહિતની તબીબી વિધિ ઉપલા પહેલા માળે થાય છે. પણ અહીં પહોચવાની લિફ્ટ દોઢ બે મહિનાથી બંધ હોવાથી દર્દીઓ અને સ્ટાફ પારાવાર હાડમારી ભોગવતા હોવાથી ફરિયાદો ઉઠી છે આ બાબતે ધારાસભ્ય દર્શિતાબેન શાહે હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ સુધી આ સમસ્યા પહોચાડીને તાત્કાલીક ઘટતું કરવાની તાકિદ કરી હતી. દર્દીઆલમમાં ઉઠેલી ફરિયાદ બાબતે મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નં. 10માં કાર્યરત લેબોરેટરીનો સ્ટાફ અને અહીં આવતા દર્દીઓ દોઢ બે મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.
કારણ કે, અહીં લેવાતા બ્લડના સેમ્પલ તપાસણી માટે ઉપરના પહેલા માળે મોકલવા પડે છે. પણ અહીં સુધી પહોચવાનીલિફ્ટ તંત્રની બેદરકારીને લીધે બે મહિનાથી બંધ પડી છે. પરિણામે નીચેથી ઉપર સેમ્પલ મોકલવામાં સ્ટાફ અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જાણકારો કહે છે કે આ બાબતે અવારનવાર ફરિયાદો કરાઈ છે. પણ જવાબદાર સતાધિશો એકાબીજા ઉપર જવાબદારી ઢોળવામાં લાગી ગયાનો આક્ષેપ થયો છે.

રાજકીય આગેવાનોને માત્ર ફોટો સેશનમાં રસ ?

જાગૃત દર્દીઓ કહે છે કે તેઓની હેરાનગતિ બાબતે અવારનવાર રજૂઆતો પછીરાજકીય આગેવાનો, નેતાઓ સિવિલ હોસ્પિટલે દોડી તો આવે છે પણ તેઓને દર્દીઓની સમસ્યા હલ કરાવવામા નહીં પણ માત્ર ફોટોસેશનમાંજ રસ હોવાનું વખતોવખત પુરવાર થતું હોવાનો આક્ષેપ થયો છે. કેબીનેટમંત્રી કુવરજી બાવળિયા પણ સમયાંતરે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવે છે પરંતુ તે સુચના આપી જાય તેનું પાલન થાય છે કે નહીં તેની કોઈને ખબર નથી.

રોજના 550 દર્દીઓ બ્લડના સેમ્પલ માટે થાય છે હેરાન
હોસ્પિટલ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, અગાઉ અહીંની લેબોરેટરીમાં રોજ 300-350 દર્દીઓ બ્લડના સેમ્પલ લઈને ાવતા હતા. પણ વર્તમાન સમયમાં 500-550 દર્દીઓનો રોજ રોજ ધસારો થવા લાગ્યો છે. આ વાત સામે સુવિધા વધારાને બદલે હજુ સ્ટાફમાં કોઈ વધારો કરાયો નથી. પરિણામે દર્દીઓને હેરાનગતિમાં વધારો થયો છે.

ધારાસભ્યની તાકીદનું પાલન થશે કે નહીં?
ધારાસભ્ય દર્શિતાબેન શાહે તાજેતરમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા લેબોરેટરી પર ધસવસતા દર્દીઓની હાલાકી જોવા મળી હતી. દર્દીઓની પરેશાની પાછળ લિફ્ટ બંધ હોવાનું જાણવા મળતા તેઓએ તાત્કાલીક સુપ્રીન્ટેન્ડેન્ટ આર્રીેંમ. ત્રિવેદીને લિફ્ટ ચાલુ કરવાની તાકીદ કરી હતી. તેનું હવે પાલન કરાશે કે કેમ? તે સમય જ બતાવશે.

સંબંધિત અધિકારીઓ રોજેરોજ સિટિંગ-મિટિંગમાં વ્યસ્તના આક્ષેપો
સિવિલ હોસ્પિટલ વર્તુળમાંથી જાણવા મળ્યું છે કે, હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ સહિત જવાબદાર અધિકારીો-સતાધીશો આરોગ્ય વિષયક સુવિધાઓ વધારીને દર્દીોની હાલાકી ઘટાડવા જરાય રસ દાખવતા નથી. અને માત્ર સિટિંગ-મીટીંગમાં જ રહ્યા પચ્યા રહેતા હોવાથી હોસ્પિટલનું વાતાવરણ કથળી રહ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

ઉપલેટાના નવાપરા ગામે પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી યુવાનને માર માર્યો

Published

on

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નવાપરા ગામે ગઈકાલે બપોરે પરિણીત યુવાનને પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી પ્રેમિકાના કાકા સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના નવાપરા ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતાં વિપુલ મનજીભાઈ બારીયા (ઉ.30) નામના યુવાને ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નવાપરા ગામના જ હમીરભાઈ રામશીભાઈ નંદાણીયા, રવિ રાજશીભાઈ નંદાણી, હિરેન રાજશીભાઈ નંદાણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાનને આરોપી હમીરભાઈ નંદાણીયાની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ આરોપીઓને થઈ જતાં ગઈકાલે સમાધાન માટે બોલાવ્યો હતો. નવાપરા ગામે જ દુકાને સમાધાન માટે ભેગા થયા ત્યારે ફરિયાદી યુવાનના પિતા મનજીભાઈ અને ભાઈ રાહુલની નજર સામે જ ત્રણેય આરોપીઓએ ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી બેફામ ગાળો દઈ લાકડી વડે માર માર્યો હતો.
આ બનાવ અંગે ભાયાવદર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ એએસઆઈ પી.પી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

rajkot

ટનલની મેન્ટેનન્સ કામગીરીથી રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનોના રૂટમાં ફેરફાર

Published

on

દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિ નિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે.
ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનો નું સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુટી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા સાલેમ-તિરુપત્તુર-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુટી સ્ટેશનો નું સમાવેશ થાય છે.

Continue Reading

jamnagar

ખંભાળિયા નજીક મારુતિવાનની અડફેટે ચડેલા બાઈકચાલકનું મૃત્યુ

Published

on

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા મહેશ નારુભાઈ હરગાણી નામના 28 વર્ષના ગઢવી યુવાન ગઈકાલે રવિવારે સવારે આશરે 10:30 વાગ્યાના સમયે પોતાના જી.જે. 37 એચ 5262 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયાથી બેહ ગમે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 14 ઈ. 5912 નંબરના મારુતિ વેનના ચાલકે મહેશ હરગાણીના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ ગઢવીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દેશુરભાઈ નારુભાઈ હરગાણી (ઉ.વ. 42, રહે. બેહ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મારુતિ વેનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઈક અડફેટે
ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ હાસમભાઈ ઘાવડા નામના 39 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 13 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ 9654 નંબરના એક મોટરસાયકલના ચાલકે જાવેદભાઈ ઘાવડાને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

Trending