Connect with us

ગુજરાત

‘હાથમાં છે વ્હીસ્કી,આંખમાં છે પાણી’ ગીત પર બાળકોએ કર્યો ડાન્સ

Published

on

મહીસાગર જિલ્લામાં આવેલી અને સંસ્કારનું સિંચન કરતી જાણીતી ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. વીરપુરની એક ખાનગી શાળામાં દારૂૂ અને બિયરની મહેફિલના ગીતો પર નાના ભૂલકાઓ એવા વિદ્યાર્થીઓને ડાન્સ કરાવ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વીડિયો વાઇરલ થતા સ્થાનિકો અને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ શાળાની પ્રવૃત્તિ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

મહીસાગર જિલ્લાના વીરપુરમા આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. સંસ્કારનું સિંચન કરતી શાળાનો એક વિવાદાસ્પદ વીડિયો વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાઇરલ થતા સ્થાનિકો અને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે, શાળાના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ દરમિયાન દારૂૂની વાતો થઈ અને દારૂૂ અને બિયરની મહેફિલના ગીતો પર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. નાના ભૂલકાઓને દારૂૂ અને બિયરના ગીતો પર ડાન્સ કરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે લોકો દ્વારા શાળાની પ્રવૃત્તિ સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે.

ગુજરાત

કાળીયા ઠાકોરને ચાંદીના આયુધ અર્પણ કરાયા

Published

on

By

ભગવાન દ્વારકાધીશને ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાધીશના ઉથાપન સમયે રાજકોટના ભાવિક પરિવારના યોગેશભાઈ ભીખુભાઈ દેથરીયા પરિવાર દ્વારા ચાંદીથી બનાવેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંદિરના પૂજારી મહેશભાઈએ આ ભક્ત પરિવારને દ્વારકાધીશના ઉપવાસ તરફથી આશીર્વાદ આપ્યા હતા. શ્રદ્ધાળુ દાતા પરિવારએ દ્વારકાધીશ અને મંદિર પરિસરમાં જ આવેલા શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ શંખ, ચક્ર અને ગદા અર્પણ કર્યા હતા. આશરે 740 ગ્રામ વજનની ચાંદીના આયુધ અર્પણ થયા છે.

Continue Reading

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

Trending