રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી પણ ફરજિયાત, લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં, બાળકોની કસ્ટડી માટે સંતુલિત જોગવાઇ
પાર્ટનર ત્યજી દયે તો લિવ-ઇનમાં રહેતી સ્ત્રી ભરણપોષણ માટે દાવો કરી શકશે, એકતરફી પણ રિલેશનશિપ ખતમ કરી શકાશે
ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે. UCC બિલ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ બિલ 25 માર્ચે ગૃહમાં રજૂ કરવામાં આવશે. UCCના આ ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ અંગે જણાવ્યું હતું કે, ગૃહમાં UCC લાવવા અંગેનો નિર્ણય લેવાયો છે અને હવે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ બજેટ સત્રમાં ફાળવેલા સમયમાં પક્ષ અને પ્રતિપક્ષ બંને પોતાના પક્ષ રજૂ કરી શકશે. લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે.
આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય.
જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
રજિસ્ટ્રાર રજૂ કરેલા લિવ-ઇન રિલેશનશિપના નિવેદનની વિગતોની તપાસ કરશે અને સંક્ષિપ્ત તપાસ હાથ ધરીને તેણીએ/તેણે ખાતરી થવી જોઇશે કે લિવ-ઇન રિલેશનશિપ કલમ 386 હેઠળ ઉલ્લેખેલ છે તેવા પ્રકારની નથી. લિવ-ઇન રિલેશનશિપના બંને ભાગીદારો (સાથીદારો)અથવા તેમાંથી કોઈપણ, તેને લિવ-ઇન રિલેશનશિપને સમાપ્ત કરી શકશે અને ઠરાવેલા ફોર્મેટમાં અને ઠરાવેલી રીતે જેની હકૂમતની અંદર આવા રહેવાસીઓ સામાન્ય રીતે રહેતા હોય તેવા રજિસ્ટ્રારને સમાપ્તિનું નિવેદન સબમિટ કરી શકે છે.
જો ભાગીદારો/સાથીદારોમાંથી ફક્ત એક જ ભાગીદાર(સાથીદાર) લિવ-ઇન રિલેશનશિપ સમાપ્ત કરે તેવા કિસ્સામાં આવા નિવેદનની નકલ બીજા ભાગીદાર (સાથીદાર)ને પૂરી પાડી શકશે. આવા કિસ્સાઓમાં, રજિસ્ટ્રાર રાજ્ય સરકાર દ્વારા ઠરાવેલા નમૂના (ફોર્મેટ)માં, બંને ભાગીદારો( સાથીદારો)ને લિવ-ઇન રિલેશનશીપનો સંબંધ સમાપ્ત કરવા અંગેનું સર્ટિફિકેટ કાઢી આપશે. લિવ-ઇન પાર્ટનરમાંથી કોઈ એકની ઉંમર એકવીસ વર્ષથી ઓછી હોય, તેવા કિસ્સામાં, પાર્ટનરના માતાપિતા/વાલીઓને પણ જાણ કરવી જોઈશે. જે કોઈ વ્યક્તિ, કલમ 387ની પેટા-કલમ (1) હેઠળ આવા રિલેશનશીપ (સંબંધ)નું નિવેદન રજૂ કર્યા વિના આવા રિલેશનશિપ (સંબંધ)માં પ્રવેશ્યાની તારીખથી એક મહિનાથી વધુ સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહે તે વ્યક્તિ, દોષિત ઠર્યેથી આવે તો, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણ મહિના સુધીની કેદ અથવા 10 હજાર રૂૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તે બંનેની શિક્ષાને પાત્ર થશે.
કોઈપણ વ્યક્તિ, જે કલમ 387ની પેટા-કલમ (1) હેઠળ રજૂ કરાયેલા લિવ-ઇન રિલેશનશિપના નિવેદનમાં કોઈ એવી દલીલ કરે છે જે ખોટી હોય અને જે તેણી/તે ખોટું હોવાનું જાણતી હોય અથવા તેમ માનવાનું કારણ ધરાવતી હોય, અથવા રજિસ્ટ્રારના નિર્ણયને અસર કરતી કોઈપણ મહત્વપૂર્ણ હકીકતને છૂપાવે આવા લિવ-ઇન રિલેશનશિપને રજિસ્ટર કરવું (નોંધવું) કે તેમ કરવાનો ઇનકાર કરવો કે કેમ તેવા રજિસ્ટ્રારના નિર્ણયને અસર કરે, તો દોષિત ગણાશે.
લિવ-ઇન રિલેશનશિપ અંગેનો કોઈપણ ભાગીદાર, કલમ 392 હેઠળ નોટિસ દ્વારા તેમ કરવાનું ફરમાવ્યેથી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન(પત્રક) રજૂ કરવામાં ચૂક કરે તેને, દોષિત ઠર્યેથી, જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા છ મહિના સુધીની કેદની અથવા પચ્ચીસ હજાર રૂૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તે બંનેની શિક્ષાને પાત્ર થશે. જે કોઈ વ્યક્તિ લિવ-ઇન રિલેશનશીપ (સંબંધ) સ્થાપિત કરવા માટે બળજબરી, સખ્તાઇ અથવા છેતરપિંડી દ્વારા કોઈ પણ વ્યક્તિની સંમતિ મેળવે, તેને, પાંચ વર્ષ સુધીની કેદની શિક્ષા થશે અને તે, દંડને પણ પાત્ર થશે.
જે કોઈ વ્યક્તિ કલમ 386ની પેટા-કલમ (2)નું ઉલ્લંઘન કરીને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હોય, તેને, પાંચ વર્ષ સુધીની કેદની શિક્ષા થશે અને તે, દંડને પણ પાત્ર થશે, પરંતુ આ પેટા-કલમમાંનો કોઈપણ મજકૂર, એવી વ્યક્તિને લાગુ પડશે નહીં કે જેણે લિવ-ઇન રિલેશનશિપને સમાપ્ત કરી દીધું હોય અથવા જેના ભાગીદારની સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી સુનાવણી કરવામાં આવી ન હોય.
(6) કલમ 386ની પેટા-કલમ (3)નું ઉલ્લંઘન કરીને સગીર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હોય તેવી કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ, 2012 (વર્ષ 2012નો અધિનિયમ ક્રમાંક 32-મા)માં સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર થશે. કોઈ સ્ત્રીને તેણીના લિવ-ઇન પાર્ટનર(સાથીદાર) દ્વારા ત્યજી દેવામાં આવે, તો તેણી, જ્યાં તેઓ છેલ્લે સહનિવાસ કરતા હતા તેના લિવ-ઇન પાર્ટનર પાસેથી ભરણપોષણનો દાવો કરવા માટે હકદાર થશે, જેના માટે તેણી તે સ્થાનની હકૂમત ધરાવતી સક્ષમ કોર્ટમાં જઈ શકશે અને આવા કિસ્સામાં, આ સંહિતાના પ્રકરણ-5, ભાગ-1માં સમાવિષ્ટ જોગવાઈઓ ઉચિત ફેરફારો સાથે લાગુ પડશે.
લિવ-ઇન રિલેશનશિપની નોંધણી માટે નિયમો
લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પાર્ટનર ગુજરાતના રહેવાસીઓ હોય કે ન હોય, રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવું ફરજિયાત રહેશે. બે વ્યક્તિઓ વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર (નોંધણી) જોઇશે નહીં. રાજ્યના પ્રદેશની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈપણ રહેવાસી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે. લિવ-ઇન રિલેશનશિપનું કોઈપણ બાળક, દંપતીનું કાયદેસર બાળક ગણાશે, પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિ(વ્યક્તિઓ)ને પ્રતિબંધો પર લાગુ પડશે નહીં

