Site icon Gujarat Mirror

છાવાની વૈશ્ર્વિક કમાણી 731 કરોડે પહોંચી, એનિમલનો રેકોર્ડ તોડશે?

બોલિવુડ ફિલ્મ છાવા બોક્સ ઓફિસ પર હજુ પણ ધૂમ મચાવી રહી છે. છાવામાં વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. ચોથા અઠવાડિયામાં પણ ફિલ્મે મજબૂત પકડ જાળવી રાખી છે. ગુરુવારે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, જ્યારે ફિલ્મે 4 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી. હવે આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદની પઠાણનો રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે, જેમાં શાહરૂૂખ ખાન અને દીપિકા પાદુકોણ હતા.
ફિલ્મ છાવાએ 28મા દિવસે 4.5 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની સ્થાનિક કમાણી 539.5 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગઈ છે. જો છાવા આ ગતિએ કમાણી કરતી રહેશે, તો તે ટૂંક સમયમાં પઠાણનો રેકોર્ડ તોડી નાખશે. પઠાણએ બોક્સ ઓફિસ પર કુલ 543.09 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી.

છાવાએ ગુરુવારના રોજ ભારતમાં ₹4.5 કરોડનું ચોખ્ખું કલેક્શન નોંધાવ્યું, જેનાથી તેનો સ્થાનિક કલેક્શન ₹539.5 કરોડ પર પહોંચી ગયો. કુલ આંકડામાં હિન્દી વર્ઝનનો ફાળો 3.75 કરોડ રૂૂપિયા હતો, જ્યારે તેલુગુ વર્ઝનનો ફાળો 75 લાખ રૂૂપિયા હતો. આ સાથે ફિલ્મનું વૈશ્વિક કલેક્શન 731 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગયું છે.

જો છાવા આ ગતિએ કમાણી કરતો રહેશે, તો સપ્તાહના અંતે તેનું સ્થાનિક કલેક્શન 550 કરોડ રૂૂપિયાને પાર કરી જશે. પરિણામે, આ ફિલ્મ સ્થાનિક નેટ કલેક્શનમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં નવમા ક્રમે આવશે. જો છાવા, પઠાણને પાછળ છોડીને પોતાની ગતિ જાળવી રાખશે, તો તે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનીત એનિમલને પાછળ છોડીને આઠમા સ્થાને પહોંચી જશે, જેણે 553.87 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી.

Exit mobile version