Connect with us

ક્રાઇમ

દગાબાજ પ્રેમીએ દુષ્કર્મ ગુજારી, સગર્ભા બનાવી ત્યક્તાને તરછોડી

Published

on

  • પ્રેમીએ રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ અવાર-નવાર દુષ્કર્મ ગુર્જાયુ : મહિલાએ પુત્રીને જન્મ આપતા આરોપી મૂકીને અન્ય સ્ત્રી સાથે રહેવા જતો રહ્યો
  • મૈત્રી કરારથી રહેતી ત્યક્તાએ કાલાવડના વડાળા રહેવા જતી રહ્યા બાદ પ્રેમી વિરૂદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ

મૂળ રાજકોટની અને હાલ કાલાવડના વડાળા ગામે પોતાના સંતાન સાથે રહેતી ત્યકતા સાથે મૈત્રી કરાર કરી રહેતા કોઠારીયા સોલ્વન્ટના ભરત મૂળજીભાઈ ચંદ્રપાલ સામે અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી તરછોડી દીધાની રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ નાઈ અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છેલ્લા પાંચેક માસથી મારી દીકરી સાથે એકલી રહુ છુ.આજથી આસરે નવેક વર્ષ પહેલા સાગર બગથરીયા(રહે.રાજકોટ) સાથે મે મંદીરમા લગ્ન કરેલા તેનાથી મારે સંતાનમા એક દીકરો છે અને લગ્નના દોઢેક વર્ષ બાદ આ સાગર સાથે મારે છુટાછેડા થઈ ગયેલા જેથી હું તથા મારો દીકરો અમો બન્ને બાલાજી હોલ પાસે રહેતા હતા.પાંચેક વર્ષ પહેલા મારી બહેનપણી તેના બાળકો સાથે તેના પિતાનુ ઘર છોડીને મારી સાથે રહેવા આવી ગયેલી બાદ હુ તથા સહેલી એમ બન્ને નાના મૌવા સર્કલ પાસે મારા માતાના ઘરે આટો દેવા આવી ત્યારે બહેનપણીનો સગો ભાઈ ભરત મુળજીભાઈ ચંદ્રપાલ(રહે.હરીદ્વાર-01 કોઠારીયા સોલવંટ) તેની બહેનને ઘરે તેડી જવા માટે આવેલ પરંતુ તેણી એ જવાની ના પાડી દીધી હતી.ત્યારે પ્રથમ વખત ભરત ની મુલાકાત થઈ અને બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થતા બંને વાત ચીત કરવા લાગ્યા હતા અને પ્રેમસંબંધ થતા અમે બંનેએ મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા હતા.ત્યા પ્રથમ વખત મારી મરજી વિરુધ્ધ ત્રણથી ચાર વાર શારીરીક સંબંધ બાંધ્યો હતો.બાદ હુ મારો દિકરો તથા ભરત આ જગ્યાએથી શેઠનગર ખાતે રહેવા જતા ત્યાં ભરતે મારી સાથે મરજી વીરુધ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હતો.

બાદમાં મેટોડા ગામે શારીરિક સંબંધ બાંધેલ જેથી મને ગર્ભ રહી ગયો હતો અને મારે આઠેક માસનો ગર્ભ હતો.ત્યા સુધી અમો બન્ને મેટોડા ગામે અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને બાદમાં ગ્રીનલેન્ડચોકડી પાસે નવાગામ પોલીસ ચોકીની બાજુમા ન્યારા પેટ્રોલપંપ પાસે ભાડાના મકાનમાં રહેવા આવેલ ત્યા મે મારી દીકરીને જન્મ આપ્યો હતો.બાદમાં અમે વડાળા રહેવા જતા રહ્યા હતા.ત્યાર બાદ આ ભરત મને તરછોડીને જતો રહ્યો અને હવે હું મારા સંતાનો સાથે એકલી રહું છું.ભરત હાલ અન્ય અનીસા નામની યુવતી સાથે કોઠારીયા સોલવંટમાં રહેવા જતો રહેલ હોય આ બાબતે જાણ થતાં જ બહેનપણીને સાથે રાખી રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

ધોરાજીમાં હવાલા રેકેટ; 15 શખ્સોને ઉપાડી લેતી પોલીસ

Published

on

By

  • અનેક લોકોના ખાતામાં કર્ણાટક-હૈદ્રાબાદથી લાખો રૂપિયાની શંકાસ્પદ લેવડ દેવડ: સાયબર સેલની ટીમ ત્રાટકી, સૂત્રધાર પણ સકંજામાં, મોટા ધડાકા થવાની શકયતા

દેશભરમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યવહારોનું સતત સ્કેનીંગ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી મોટુ હવાલા રેકેટ ઝડપાયાનું જાણવા મળી રહ્યું છે. આ હવાલા રેકટે સંદર્ભે ગાંધીનગર સાયબર સેલની ટીમે ધોરાજીમાં ત્રાટકી 15 થી 20 શખ્સોને ઉપાડી લીધા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ ઘટનામાં ચૂંટણી લક્ષી નહીં પરંતુ અન્ય કોઈ પ્રકારનું હવાલાનું રેકેટ ચાલી રહ્યાનું બહાર આવી રહ્યું છે. જેના પગલે સાઈબર સેલ દ્વારા કેટલાક શંકાસ્પદ શખ્સોના બેંક ખાતા પણ સીઝ કરાવવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષ 2023-24ના અંતિમ મહિનાઓમાં ધોરાજીના કેટલાક છાપેલ કાટલા જેવા શખ્સોના બેંક ખાતાઓમાં હૈદ્રાબાદ અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાની રકમો જમા થઈ હતી. આ બારામાં હૈદ્રાબાદ સાઈબર સેલે ગુજરાત સાઈબર સેલને જાણ કરતાં સાઈબર સેલ સક્રિય બન્યું હતું અને શંકાસ્પદ ખાતાઓની તપાસ શરૂ કરી હતી. જેમાં ધોરાજીના 15 જેટલા નામચીન શખ્સોના ખાતામાં લાખો રૂપિયાની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ થતાં આ તમામ શખ્સોના બેંક ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને 15 જેટલા શખ્સોને સાયબર સેલની ટીમ ગાંધીનગર ઉઠાવી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

જો કે આ શખ્સોના ખાતામાં લાખો રૂપિયા કોણે અને કયા હેતુથી નાખ્યા છે ? તે અંગે કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી પરંતુ પોલીસે આ તમામ લોકોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનો હવાલો લેનાર મોઈન નામના સ્થાનિક સુત્રધારને પણ ઝડપી લીધો હોવાથી તેની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ધડાકા થવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક સાઈબર સેલને હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી પરંતુ ગાંધીનગર સાયબર સેલ દ્વારા જ સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્તતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું જણાવાય છે.

એક એવી પણ માહિતી મળી છે કે સુત્રધાર મોઈને કેટલાક નાના માણસોને પણ ભોળવી તેના ખાતામાં લાખો રૂપિયાની રકમ અન્ય રાજયોમાંથી જમા કરાવડાવી અને રોકડા ઉપાડી લીધા હોવાનું પણ ખુલી રહ્યું છે. આ ઘટનામાં કોઈ ચોક્કસ ગેંગનો કે દેશ વિરોધી તત્વોનો હાથ છે કે કેમ ? તેના એંગલ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે પોલીસ અને સાઈબર સેલના અધિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી પરંતુ 15 જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ થઈ રહી હોવાનું જણાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

માતાની ઉત્તરક્રિયામાં ગયેલા મહિલાના મકાનમાંથી રાણી સિક્કા, દાગીના મળી 91 હજારની ચોરી

Published

on

By

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં રહેતાં મહિલા અને તેનો પરિવાર માતાની ઉતરક્રિયામાં બહાર ગામ ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાં રાખેલા રાણી સિક્કા, સોનાના દાગીના અને રોકડ મળી રૂા.91 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં બ્લોક નં.બી-3માં રહેતા ભાવનાબેન કિશોરભાઈ નિમાવત (ઉ.45) નામના બાવાજી મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તેમના પતિ અને સંતાનો સાથે અહિં રહે છે ગત તા.31-3નાં રોજ ગુંદાસરા ગામે રહેતા તેના માતાનું અવસાન થયું હોય ત્યારથી તેઓ ગુંદાસરા ગામે હતાં. ગત તા.11નાં રોજ તેમના માતાની ઉતરક્રિયા હોવાથી પતિ મકાનને તાળુ મારી ગુંદાસરા ગામે આવ્યા હતાં. પાડોશમાં રહેતા બે જમાઈ પણ ગુંદાસરા ગામે આવેલા દરમિયાન જમાઈ ભાવેશભાઈને તેના માતા ભારતીબેનનો ફોન આવેલો અને કહેલું કે ‘તારા સાસુના મકાનમાં લાઈટ ચાલુ છે અને દરવાજાને તાળુ મારેલું નથી’ તેમ જણાવતાં ફરિયાદી અને પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં અને તપાસ કરતાં તસ્કરો મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો તથા લોખંડના કબાટનો લોક તોડી તિજોરીમાંથી સોનાની ચાર બંગળી કિ.રૂા.50 હજાર, સોનાના બુટીયા કિ.રૂા.10 હજાર, સો વર્ષ જુના ચાંદીના રાણી સિક્કા નં.30 કિ.રૂા.1000 તથા રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ રૂા.91 હજારના માલમત્તાની ચોરી કરી ગયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ જે.જી.તેરૈયાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

Trending