Site icon Gujarat Mirror

મુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવો

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23માં કેસરિયો લહેરાયો, 4માં કોંગ્રેસને બહુમતી, માલેગાંવ અને વસઇ વિરારમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા

મહારાષ્ટ્રની 29 મહાપાલિકાઓની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે. પ્રતિષ્ઠીત બૃહદ મુંબઇ મહાપાલિકાની કુલ 227 બેઠકોમાંથી મહાયુતિના ભાગીદાર પક્ષો, ભાજપના 89 અને શિવસેનાને 29 બેઠકો મળી છે. જે દર્શાવે છે કે ગઠબંધનને જરૂરી બહુમતી કરતા 4 બેઠકો વધુ મળી છે. જેનાથી મેયર પદ માટે શિવસેનાનો સાથ અને સહમતી ભાજપ માટે અનિવાર્ય બન્યા છે. અહેવાલ મુજબ મેયર પદ માટે શિવસેનાએ પોતાનો દાવો રજુ કર્યો છે. અન્ય પક્ષોમાં કોંગ્રેસને 24, ઓવેસીના પક્ષને 8, રાજ ઠાકરેની મનસેને 6, ઉધવ ઠાકરેની શિવસેનાને 65, અજીત પવારની એનસીપીને 3, સમાજવાદી પાર્ટીને 2 અને શરદ પવારની એનસીપીને 1 બેઠક મળી છે.

સમગ્ર મહારાષ્ટ્રના ચિત્ર મુજબ ભાજપ યુતિને 23મા બહુમતી મળી છે. ભિવંડી-નિજામપુર, લાતુર, ચંદ્રપુર અને પરભણીમાં કોંગ્રેસ ઉધવ ઠાકરે યુતિને બહુમતી મળી છે. જયારે વસઇ- વિરારમાં હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ અઘાડીએ પોતાની સત્તા જાળવી રાખી છે. માલેગાંવમાં એનસીપીના ભુતપુર્વ ધારાસભ્ય આશીફ શેખની ભારતીય ધર્મનિરપેક્ષ પાર્ટી 84 બેઠકોવાળા કોર્પોરેશનમાં 35 બેઠકો સાથે મોટી પાર્ટી બની છે.

BMC સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે) ના મહાગઠબંધને રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 23 માં જંગી જીત મેળવી છે. દરમિયાન, BMC ચૂંટણીમાં, મહાયુતિ (મહાગઠબંધન) એ 227 માંથી 118 બેઠકો જીતી લીધી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ખખઈ) માં ભાજપ અને શિવસેનાની લીડએ રાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે, જેનાથી ઠાકરે પરિવારના 28 વર્ષના વર્ચસ્વને ગંભીર રીતે નબળું પડી ગયું છે. જોકે, સાંજ સુધીમાં, ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. શરૂૂઆતમાં BMC માં જંગી વિજય મેળવવાની અપેક્ષા હતી, પરંતુ અંતિમ પરિણામો દર્શાવે છે કે ગઠબંધન બહુમતીથી માત્ર ચાર બેઠકો ઓછી મેળવી શક્યું છે. ભાજપે 89 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેનાએ 29 બેઠકો જીતી હતી.

BMC સહિત મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ, મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભાઈ જગતાપે પાર્ટીના સાંસદ અને વર્તમાન પ્રમુખ વર્ષા ગાયકવાડના રાજીનામાની માંગ કરી છે. પરિણામોના આફટર શોકસ અન્ય પક્ષોમાં પણ અનુભવાઇ રહ્યા છે. ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી મુખ્યમંત્રી ફડણવીશનું સ્થાન વધુ મજબુત બન્યું છે. મહારાષ્ટ્રના સારા પરિણમોનો યશ ફડણવીસને અપાઇ રહ્યો છે. મહારાષ્ટ્રની તમામ કોર્પોરેશનોની કુુલ 2869 બેઠકોમાંથી ભાજપને 1425 બેઠકો અને શિવસેનાને 299 બેઠકો મળી છે. દિલ્હીમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્રનો નારો સફળ થયો છે.

બીજી તરફ પુણે અને બાજુની પિપરી- ચિંચવડ મહાપાલિકામાં એનસીપીનો ગઢ ગણાય છે. અજીત પવાર અને શરદ પવારની એનસીપીએ આ બન્ને મહાપાલિકાની ચુંટણી સાથે લડી હતી છતાં પરિણામો દર્શાવે છે કે બન્ને પક્ષો હાસ્યામાં ધકેલાઇ ગયા છે. સતાધારી યુતિની સામે પડી અજીત પવારે ચુંટણી લડી ત્યારથી જ ભાજપ તેમનાથી નારાજ છે. પરિણામો પછી તેઓ સાઇડ લાઇન થઇ જવાની શકયતા છે. આ સંજોગોમાં બન્ને એનસીપી માટે એકબીજામાં ભળી જવાની સંભાવના વધી છે.

ઓવૈસીની પાર્ટી 126 બેઠકો જીતી ગઇ, માલેગાંવમાં આસિફ શેખનો પક્ષ સૌથી મોટો
મહારાષ્ટ્રમાં મહાનગર નિગમોની ચુંટણીમાં અસદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડીયા મજલિસ-એ ઇતેહાદુલ મુસ્લિમ (એ.આઇ.એમ.આઇ.એમ.) નો દેખાવ નોંધપાત્ર રહ્યો છે. ઓવેશીની પાર્ટીએ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની કુલ 2869 બેઠકોમાંથી 126 બેઠકો ઉપર વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. છત્રપતિ સંભાજીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં 33, માલેગાંવમાં 21, નાંદેડમાં 14, અમરાવતીમાં 12, ધુળેમાં 10, સોલાપુરમાં 8, નાગપુરમાં છ, આંકોસામાં 3, અહિલ્યાનગર અને જાલનામાં બે-બે બેઠકો જીતી છે. જયારે માલેગાંવમાં એનસીપીના પુર્વ ધારાસભ્ય આસિફ શેખ દ્વારા રચાયેલી ભારતીય ધર્મનિરપેક્ષ પાર્ટી 35 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. અહીં કુલ 84 બેઠકો છે તેમાંથી ઓવૈસીની પાર્ટી 21 અને શિવસેના 18 બેઠકો જીતી છે તો ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે.

Exit mobile version