Site icon Gujarat Mirror

ભાડાપટ્ટાની જમીનમાં માલિકી હક્ક આપવાનો પરીપત્ર 19 દિવસમાં રદ

રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકના હકને લઈ ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સાત વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ રદ્દ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અગાઉ રાજ્યના સિટી સરવે વિસ્તારમાં લાંબા અથવા ટૂંકા ગાળાના ભાડાપટ્ટાની જમીનોને આપવાનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેને સરકારે રદ્દ કરી દીધો છે.

ગઈકાલે મહેસુલ વિભાગના એકશન અધિકારી અક્તિ પટેલ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે લાંબાગાળા અને ટૂંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડતર કે ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા બાબતે મહેસુલ વિભાગે તા.21/9/2025નાં રોજ ઠરાવથી સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જે ઠરાવને મુળ અસરથી રદ કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા ભાડાપટ્ટાની મિલ્કતોનો કાયમી કબજો આપવા માટે ઠરાવ કર્યો હતો. પરંતુ અધિરકારીઓથી કાચુ કપાઈ ગયાનું ધ્યાને આવતાં માત્ર 19 દિવસમાં જ આ ઠરાવ રદ કરી દેવામાં આવ્યો છે.

Exit mobile version