Connect with us

Entertainment

રિલાયન્સ પરિવારના આંગણે સેલિબ્રિટીઓનો જમાવડો…. જુઓ ફોટો

Published

on

Entertainment

અમદાવાદના માણેકચોકમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણતા ઓરી-જ્હાન્વી

Published

on

By

અમદાવાદમાં ઈંઙક 2024ની મેચ જોવા માટે બોલિવૂડ સ્ટાર ઓરી અને જાહ્નવી કપૂર બન્ને પહોંચ્યા હતા. આ દરમિયાન આ બંન્નેએ અમદાવાદી ફુડની લિજ્જત પણ માણી હતી. જેમાં તેઓએ માણેકચોકમાં ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યો હતો અને તેમને ત્યાં મજા આવી ગઇ હતી. ઓરી અને જ્હાન્વી કપૂરના ગુજરાત પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક્ટ્રેસના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં જ્હાન્વી સ્ટેન્ડ પરથી ઈંઙક મેચની મજા લેતી જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં તેના ફેન્સને ઉત્સાહિત કરતી વખતે અને હાથ હલાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ઓરી પણ મેચ જોવા માટે આવ્યો હતો. ક્રિકેટ સ્ટેડિયમમાં ઓરીને જોઈ ફેન્સ ઓરી ઓરીની બુમ પાડતા જોવા મળ્યા હતા

Continue Reading

Entertainment

યામી, આલિયાથી અનુષ્કા સુધી બોલિવૂડ હિરોઇનોએ સંતાનોના નામ રાખ્યા સંસ્કૃતમાં

Published

on

By


આજકાલ સ્ટાર કિડ્સના નામ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં બોલિવૂડ સેલેબ્સે તેમના બાળકોના નામ એવા નામ રાખવાનું શરૂૂ કરી દીધું છે જેનો તેમનામાં થોડો અર્થ છે. ઘણાએ પોતાના બાળકનું નામ પણ સંસ્કૃતમાં રાખ્યું છે. બોલિવૂડ સેલેબ્સ તેમના બાળકો માટે ખૂબ જ અનોખા અને અર્થપૂર્ણ નામો રાખે છે જે ઘણી ચર્ચા પણ કરે છે. ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના નામ સંસ્કૃતમાં રાખ્યા છે.


ચાલો જાણીએ કે કયા સેલેબ્સે તેમના બાળકોના નામ સંસ્કૃતમાં રાખ્યા છે. યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધરે તાજેતરમાં એક પુત્રનું સ્વાગત કર્યું છે. આ દંપતીએ જાહેરાત કરી હતી કે તેઓ માતાપિતા બન્યા છે. આ સાથે તેણે પોસ્ટ શેર કરીને પોતાના લાડલાનું નામ પણ જાહેર કર્યું હતું. યામી અને આદિત્યએ તેમના નવા જન્મેલા પુત્રનું નામ સંસ્કૃતમાં રાખ્યું છે. દંપતીના પુત્રનું નામ વેદાવિદ રાખવામાં આવ્યું છે. આ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ વેદનું જ્ઞાન જાણનાર છે.


આ યાદીમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. દંપતીએ તેમની મોટી પુત્રીનું નામ પણ સંસ્કૃતમાં રાખ્યું છે. અનુષ્કા શર્મા અને વિરાટે તેમની લાડલીનું નામ વામિકા રાખ્યું છે. વામિકા એ સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ દેવી દુર્ગાનો અવતાર છે.


બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ તેમની પુત્રીનું નામ રાહા રાખ્યું છે. આ નામ રણબીરની માતા નીતુ કપૂરે પસંદ કર્યું હતું. આલિયાએ કહ્યું હતું કે તેની પુત્રી રાહાનો અર્થ દૈવી માર્ગ છે અને સંસ્કૃતમાં તેનો અર્થ કુળ થાય છે. ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીનું નામ પણ સંસ્કૃત સાથે જોડાયેલું છે. વાસ્તવમાં માલતી એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સુગંધિત ફૂલ.

Continue Reading

Entertainment

સિંઘમ અગેઇનના શૂટિંગ માટે અજય દેવગન, રોહિત શેટ્ટી પહોંચ્યા કાશ્મીર

Published

on

By

અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગની ઘણી તસવીરો સામે આવી હતી. હવે અજય દેવગન અને રોહિત શેટ્ટી કાશ્મીરમાં સૈનિકો સાથે જોવા મળ્યા હતા. જેની તસવીરો સશાસ્ત્ર સીમા બાલે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં અજય અને રોહિત જોવા મળી શકે છે. બંને સરહદ પર જવાનો સાથે સમય પસાર કરતા જોવા મળે છે.


સશસ્ત્ર સીમા બાલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને તસવીર શેર કરી છે, જેમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરતા જોવા મળે છે. તસવીરમાં અજય પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે સિંઘમ અગેનના શૂટિંગમાંથી સીધો સૈનિકોને મળવા આવ્યો હતો. આ વીડિયોને ઈન્ટરનેટ પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ સિંઘમ અગેન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે, આ પહેલા રણવીર સિંહ સિંઘમ રિટર્ન્સમાં જોવા મળ્યો હતો.


અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રોહિત શેટ્ટી સાથેની પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું કે તેણે સિંઘમ અગેનનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. અભિનેતાએ આ ફિલ્મને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી છે. ફ્રેન્ચાઇઝી પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરતાં અર્જુને આગળ લખ્યું, નભારતીય સિનેમાની સૌથી મનોરંજક ફ્રેન્ચાઇઝીમાંથી એકનો ભાગ બનીને હું ધન્યતા અનુભવું છું.


સિંઘમ અગેનએ સિંઘમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો હપ્તો છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. એવી આશા છે કે આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીના પહેલા બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.

Continue Reading

Trending