Connect with us

સૌરાષ્ટ્ર

સાવરકુંડલામાં બ્રહ્મસેના દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી

Published

on

સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત બ્રહ્મસેના દ્વારા શક્તિ નવરાત્રી મહોત્સવ મા માંની આરાધના ઉપાસના અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં મૉં ના ગુણલાં ગાવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરતાં શ્રી બ્રહ્મસેના પ્રશંસનીય કામગીરી
મૉં ની ઉપાસના અને શક્તિ ભક્તિના પર્વ પર સાવરકુંડલામાં સેવાકીય ક્ષેત્રે એવી બ્રહ્મસેના દ્વારા 1500 જેટલા બ્રાહ્મણ પરિવાર ને આપણી પ્રાચીન પરંપરાને અરવાચીન સ્વરૂૂપે સાકાર કરવાના હેતુથી સાવરકુંડલા શહેરમાં બ્રહ્મપુરી કાણકીયા કોલેજ રોડ ખાતે તારીખ 15 ઓકટોબરથી તારીખ 24 ઓકટોબર દશેરા સુધી દર વર્ષની જેમઆ વર્ષે પણ 11 મો શક્તિ નવરાત્રિ મહોત્સવનું આયોજન નુ મંગળ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બ્રહ્મપુરી ખાતે મૉં ભગવતીની ભક્તિ અને નવલાં નોરતાની ઉજવણી માં તમામ ભૂદેવ પરિવાર દ્વારા માની મંગળ આરતી કરવામાં આવી. ત્યારબાદ ગરબા કરી અને મૉં ભગવતીના સવ ઉપર આશીર્વાદ મળી રહે એ ઉદ્દેશથી છેલ્લા દસ વર્ષથી બ્રહ્મસેના દ્વારા આ આયોજન થાય છે. શક્તિ નવરાત્રી મહોત્સવ ના મુખ્ય સ્પોન્સર મુકેશભાઈ જોશી આશુતોષ પેટ્રોલિયમ ખાંભા રહ્યા છે . સમગ્ર મહોત્સવ બ્રહ્મસેના ના પ્રમુખ કિરીટભાઈ મહેતા તેમજ માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય અને આ મહોત્સવના ક્ધવીનર હરિતભાઇ જોશી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોરબી

મોરબીના લાલપરમાં પરિણીતાએ બ્લેડ વડે ગળાના ભાગે કાપા મારી પહેલા માળેથી લગાવી મોતની છલાંગ

Published

on

મોરબીના લાલપુરમાં રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની જાતે ગળાના ભાગે બ્લેડ વડે કાપા મારી પહેલા મારાથી મોતની છલાંગ લગાવી હતી પરિણીતાના આપઘાતથી બે વર્ષની માસુમ બાળકી અને ત્રણ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતી મિતલબેન સંજયભાઈ પરમાર નામની 29 વર્ષની પરિણીતા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે બ્લેડ વડે ગળાના ભાગે ઇજા પહોંચાડી પહેલા માળેથી છલાંગ લગાવી હતી ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન પરમારને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન પરમારના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી છે મિતલબેન પરમારે બીમારી કંટાળી પગલું ભર્યું હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પતિ સહિતના પરિવાર અને તેના માતા પિતાની માફી માંગતો અને બાળકોને બાળકોને ધ્યાન રાખવા ભલામણ કરતો વિડિયો વાયરલ કરી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

અલગ થવાના પ્રશ્ને નવદંપતીનો સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ

Published

on

જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા નવદંપતીએ અલગ થવાના પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો નવદંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા કુલદીપ મુકેશભાઈ પંચાળ (ઉ.વ.20) અને તેની પત્ની અસ્મિતાબેન કુલદીપભાઈ પંચાળ ( ઉ.વ.19) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રિના બેએક વાગ્યાના અરસામાં બંનેએ સજોડે એસિડ પી લીધું હતું. દંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે સજોડે એસિડ પી લેનાર દંપતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં કુલદીપ પંચાળ અને અસ્મિતાબેન પંચાળના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને નવદંપતીએ અલગ થવા પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

Trending