Connect with us

india

યુધ્ધવિરામ ભંગ કરી પાક.નો ગોળીબાર: બે જવાનને ઈજા

Published

on

એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાન તરફ પણ ભારતને ઉશ્કેરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે રાત્રે પાકિસ્તાને આરએસ પુરાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં સીમા સુરક્ષા દળ (BSF)ના બે જવાન ઘાયલ થયા છે.
પાકિસ્તાને મંગળવારે રાત્રે 10.20 કલાકે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતીય સૈનિકો પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં ઇજઋના બે જવાન ઘાયલ થયા હતા, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. અમારા સૈનિકોએ પાક ચોકીઓ ઈકબાલ અને ખન્નોર તરફ ગોળીબાર કર્યો છે.
આ ઘટના આંતરરાષ્ટ્રીય બોર્ડરના વિક્રમ બીઓપી પાસે બની હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સના બે જવાનો ઇલેક્ટ્રિક લાઇટનું કામ કરાવી રહ્યા હતા. તે બોર્ડરથી લગભગ 60 મીટર અને બોર્ડર ચોકી વિક્રમથી લગભગ 1500 મીટરના અંતરે હતું. આ દરમિયાન પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂૂ થયો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

india

CBSE દ્વારા ધોરણ 10 અને 12ના છાત્રોની જાન્યુઆરીમાં પ્રેક્ટિકલ પરીક્ષા

Published

on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ બોર્ડની પરીક્ષા 2024 માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 10મા અને ધોરણ 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.
સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 2024 1 જાન્યુઆરીથી શરૂૂ થશે. બંને વર્ગોની પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા 1 જાન્યુઆરી, 2024 થી શરૂૂ થશે, જે 15 ફેબ્રુઆરી પહેલા સમાપ્ત થશે. જ્યારે સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા, 12માની થિયરી પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2024થી શરૂૂ થશે, જે એપ્રિલ સુધી ચાલશે. જો કે, હજુ સુધી બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી નથી.
સૂત્રોનું માનીએ તો,સીબીએસઇ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10, 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરશે. બોર્ડ દ્વારા ડેટશીટ જાહેર થતાંની સાથે જ સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા અને સીબીએસઇ બોર્ડના ધોરણ 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પરથી બોર્ડની પરીક્ષાની તારીખ પત્રક 2024ને ચેક અને ડાઉનલોડ કરી શકશે. સીબીએસઇ ડેટશીટમાં બોર્ડની પરીક્ષાનો સમય, બોર્ડની પરીક્ષાની તારીખો, વિષયના નામ અને વિદ્યાર્થીઓ માટે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી વિગતો શામેલ હશે.
હાલમાં બોર્ડ પ્રિ-બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. સીબીએસઇ એ પ્રી-બોર્ડ પરીક્ષા અને બોર્ડ પરીક્ષા માટે નમૂના પેપરો બહાર પાડ્યા છે. બોર્ડે બંને વર્ગોના નમૂના પેપરો બહાર પાડ્યા છે. આ સેમ્પલ પેપર 10મા, 12મા ધોરણના વિષય મુજબ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Continue Reading

india

તેલંગણામાં રેવંત રેડ્ડીનું 12 સભ્યોનું પ્રધાનમંડળ સત્તારૂઢ

Published

on

કોંગ્રેસની જંગી જીત બાદ, રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ સિવાય આજે 11 અન્ય ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિશાળ એલબી સ્ટેડિયમમાં બપોરે 1:04 વાગ્યે યોજાયો હતો.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત ઘણા મોટા કોંગ્રેસી નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
રેવન્ત રેડ્ડી તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી મુખ્ય પ્રધાન છે અને 2014 માં અગાઉના આંધ્ર પ્રદેશના વિભાજન પછી રચાયેલા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન છે. આ ઉપરાંત ભટ્ટી વિક્રમાર્ક મલ્લુુને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા છે. અન્ય મંત્રીઓમાં ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ- નાયબ મુખ્યમંત્રી, નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિંહ, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દુદિલા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી અનસૂયા સિતાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દમ પ્રસાદ કુમારનો સમાવેશ થાય છે.

Continue Reading

india

રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતા ભાવનગરના યુવકનું હાર્ટએટેકથી મોત

Published

on

By

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વિરગતી પામતા તેના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવતા લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. હાર્ટ એટેકથી આમીરમેન યુવાનનું મોત નિપજયું હતુન.
મળતી વિગતો મુજબ ભાવનગરનાં મોરચંદ ગામનાં વતની અને હાલ ભાવનગર શહેરનાં ચકવાડા ચંદ્રદર્શન-2માં રહેતા સંજયભાઇ ભરતભાઇ ચુડાસમા રાજસ્થાન ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જયાં ફરજ દરમ્યાન તીવ્ર હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજયું હતું.
આર્મીમેનના પાર્થીવ દેહને ભાવનગરમાં લાવવામાં આવ્યો હતો. અને પરિવારજનો સમાજનાં આગેવાનો ભારતીય સેનાના જવાનોએ નિવૃત આર્મી જવાનોની ઉપસ્થિતિમાં સંપુર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી.

Continue Reading

Trending