Site icon Gujarat Mirror

ગેરકાનૂની અનાજ લેવા આવતી રિક્ષા પકડી લો, અંધારામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો !!

ઉનાના એલેમપુર ગામે રાત્રી સભામાં કલેક્ટરનો આદેશ

ઉના તાલુકાના એલેમપુર ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાત્રી સભામાં સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો લેવા આવતી રીક્ષાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટરે આવા રેશન કાર્ડ ધારકોના કાર્ડ રદ કરવાની પણ સૂચના આપી હતી. આ સભામાં ઉના પ્રાંત અધિકારી પરમાર, મામલતદાર ભીમાણી, ટી.ડી.ઓ. ચવાડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે સરકારી યોજના ઓ લોકો સુધી પહોંચે છે કે નહીં તે અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી અને અધિકારીઓને યોજનાઓનો લાભ આપવા સૂચના આપી હતી.

સભા દરમિયાન, ગ્રામજનોએ કલેક્ટરને જણાવ્યું કે ગામમાં રેશનિંગનું અનાજ કાર્ડધારકો પાસેથી લેવા માટે રીક્ષાઓ આવે છે. આના જવાબમાં કલેક્ટરે કહ્યું કે જો ગામમાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો લેવા રીક્ષા આવે તો તાત્કાલિક મામલતદાર અને પ્રાંત અધિકારી ને જાણ કરો તેવું લોકો ને જણાવ્યું હતું
આ સભામાં ઉના પ્રાંત અધિકારી પરમાર, મામલતદાર ભીમાણી, ટી.ડી.ઓ. ચવાડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે સરકારી યોજના ઓ લોકો સુધી પહોંચે છે કે નહીં તે અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી અને અધિકારીઓને યોજનાઓનો લાભ આપવા સૂચના આપી હતી.

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે દુકાનદારો દ્વારા એવા રેશન કાર્ડ ધારકોની યાદી બનાવવી જોઈએ જેઓ સરકારી અનાજ વેચી દે છે. આવા રેશન કાર્ડ ધારકોના કાર્ડ રદ કરવામાં આવશે. ગ્રામજનોએ કાર્યવાહી અંગે શંકા વ્યક્ત કરતા કલેક્ટરે ખાતરી આપી કે અધિકારી ઓ ચોક્કસ આવશે.તેમણે ગામના યુવાનોને સંબોધતા સ્પષ્ટપણે કહ્યું કે, ’જો અનાજનો જથ્થો લેવા રીક્ષા આવે તો તેમને પકડી લો અને અંધારામાં ખૂણામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો. મારે એક પણ રીક્ષા ગામમાં સરકારી અનાજનો જથ્થો લેવા આવવી જોઈએ નહીં.’ આ અંગે મામલતદારને પણ જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Exit mobile version