Uncategorized
ભરૂચ પાસે ટ્રકની ઠોકરે કારનો કચ્ચરઘાણ, 4નાં મોત
ભરૂચ – દહેજ રોડ ઉપર ટ્રકમાંથી પથ્થર પડ્યાં ભરૂૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર બનેલી આ ગંભીર ઘટનામાં ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
મહત્વનુ છે કે એસએમે આવી રહેલી કારમાં 4થી 5 લોકો સવાર હતા. કારના પતરાં ચીરી કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. કારમાં સવાર લોકો પૈકી મોટાભાગના મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયુ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી શરૂ કરી છે.
આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એક જ સંતાન હોવાની માહિતી સાંપડી છે. જેને પગલે ચારેય પરિવારના ઉપર આભ ફાટી પડયું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મરણ જનારની યાદી મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન સાકીર યુસુફ પટેલ ઓસામા રહેમાન પટેલ મહંમદ મકસુદ પટેલ ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
Uncategorized
વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.
Uncategorized
રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.
Uncategorized
ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયરથી ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનીસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી પાસે આવેલી નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો યુવાન લટકતો હોય જે અંગે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.મોરવાડીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 25થી 30) હોવાનું અને પરપ્રાંત્તય જેવો લાગતો હોવાનું જણાવ્યું છે. મૃતકના જમણા હાથ ઉપર અંગે્રજીમાં અશોક ત્રોફાવેલું છે.
108ના ઇએમટી ભાવસંગભાઇએ મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતોે આ અંગે તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વાવડી અને કાઠરીયા વિસ્તારમાં તપાસ કરાવી હતી પરંતુ મૃતકની કોઇ ઓળખ ન મળતા વધુ તપાસ યથાવત રાખી છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો