ગુજરાત
ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે MLA ક્વાર્ટરની યોજના રદ કરો: મેવાણી
ગાંધીનગરમાં કરોડોના ખર્ચે નવા એમ.એલ.એ કવાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં 110 કરોડના ખર્ચે ફર્નિચર બનાવવામાં આવનાર છે. જે બાબતનો વડગામના ધારાસભ્ય જીગ્નેસ મેવાણીએ વિરોધ કરી આ યોજના સત્વરે રદ કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. ગાંધીનગરમાં સેકટર 17, ખાતે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા ફ્લેટ બની રહ્યા છે એનો હું ફરી સખત વિરોધ નોંધાવી રહ્યો છું. આપ જાણો છો એમ, દરેક ધારાસભ્યો પાસે પોતાના કે પોતાના પરિવારના મકાનો છે જ. અને, વિધાનસભાનું સત્ર 365 દિવસ માંથી બંને સત્ર મળીને માંડ 40 દિવસનું હોય છે; મતલબ કે કોઈ ધારાસભ્ય સદસ્ય નિવાસમાં (MLA ક્વાર્ટરમાં) 365 માંથી 100 દિવસ પણ રહેતા કે રોકાતા નથી. આટલા ઓછા દિવસો માટે નવા MLA ક્વાર્ટરની કે એમાં 110 કરોડના ફર્નિચરની કોઈ જરૂૂર નથી!