Connect with us

Breaking News

C R પાટીલ એક્શનમાં : બીજા તબક્કાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સહિતના12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

Published

on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં  ચૂંટણી પૂર્વે જ વાઘોડિયા ના ધારાસભ્ય શ્રીવાસ્તવે બળવો પોકાર્યો હતો ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે પહેલા જ ચેતવણી આપી હતી કે કોઈપણ નેતાઓની કે કાર્યકર્તાઓની ગેરવર્તણૂક તેઓ ચલાવી લેશે નહીં.  જે કોઈ બેજવાબદાર હશે તેની સામે ભાજપ દ્વારા કડક દ્વારા પગલાં ભરવામાં આવશે.ત્યારે સીઆર પાટીલે હવે કાર્યવાહી લેતા એકસન મોડમાં  જોવા મળ્યા છે અને 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

આજે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.જેમાં પાદરાના દિનુ પટેલ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, સાવલીમાં કુલદીપસિંહ રાઉલ , પંચમહાલ જિલ્લામાં ખતુભાઈ પગી, મહિસાગરમાં એસ.એમ ખાંટ અને ઉદય શાહ સહિતના નેતઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

Breaking News

ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બે મહિના લંબાવાઈ

Published

on

By

28 જાન્યુઆરી સુધી દોડાવવા રેલવેનો નિર્ણય

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે 26મી નવેમ્બર, 2022 સુધી જાહેર કરવામાં આવી હતી તેને હવે 28મી જાન્યુઆરી, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ અમદાવાદથી 03 ડિસેમ્બર, 2022 થી 28 જાન્યુઆરી, 2023 સુધી દર શનિવારે અમદાવાદથી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 04 ડિસેમ્બર, 2022 થી 29 જાન્યુઆરી, 2023 સુધી દર રવિવારે ઓખાથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09435/36 નું બુકિંગ 27 નવેમ્બર, 2022 થી ઙછજ કાઉન્ટર અને ઈંછઈઝઈ વેબસાઇટ પર શરુ થશે

Advertisement
Continue Reading

Breaking News

26/11 હુમલાની વરસી: તાજનો ધૂમાડો ઓળખ બની ગયો

Published

on

By

160થી વધુ લોકોનો ભોગ લેનારો આતંકી હુમલો દેશની શાનને ચોટ પહોંચાડનારો હતો

26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા, કેટલાક લોકો હંમેશની જેમ મરીન ડ્રાઇવ પર દરિયામાંથી આવતી ઠંડી પવનની મજા માણી રહ્યા હતા. પરંતુ જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ધૂમ મચી ગઈ.
તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 આતંકીઓએ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. આ આતંકવાદી હુમલાને 14 વર્ષ થઈ ગયા છે, પરંતુ ભારતીય ઈતિહાસનો આ કાળો દિવસ છે જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલી શકે તેમ નથી. આતંકી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા.
હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરના રોજ આ આતંકીઓ કરાચીથી દરિયાઈ માર્ગે બોટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા. જે બોટમાંથી આતંકીઓ આવ્યા હતા તે બોટ પણ ભારતીય હતી અને તેમાં સવાર ચાર ભારતીયોની હત્યા કરતી વખતે આતંકીઓએ તેને કબજે કરી લીધી હતી. રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ આતંકવાદીઓ કોલાબા નજીક કફ પરેડના ફિશ માર્કેટમાં ઉતર્યા હતા.
અહીંથી તેઓ ચાર જૂથોમાં વહેંચાઈ ગયા અને ટેક્સી લઈને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા. કહેવાય છે કે જ્યારે આ આતંકવાદીઓ માછલી બજારમાં ઉતર્યા હતા ત્યારે ત્યાંના માછીમારોને પણ તેમને જોઈને શંકા ગઈ હતી. મળતી માહિતી મુજબ માછીમારોએ સ્થાનિક પોલીસને પણ આ માહિતી આપી હતી. પરંતુ પોલીસે તેના પર બહુ ધ્યાન આપ્યું ન હતું.
પોલીસને રાત્રે 09.30 વાગ્યે છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર ગોળીબારની માહિતી મળી હતી. જણાવવામાં આવ્યું હતું કે અહીં રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલાખોરોમાંથી એક મોહમ્મદ અજમલ કસાબ હતો, જેને ફાંસી આપવામાં આવી છે. બે હુમલાખોરોએ એકે47 રાઈફલ્સથી 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો, જેમાં 52 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા.
આતંકવાદીઓનો આ ગોળીબાર માત્ર શિવાજી ટર્મિનલ પૂરતો સીમિત નહોતો. દક્ષિણ મુંબઈમાં લિયોપોલ્ડ કાફે પણ એવા કેટલાક સ્થળોમાંથી એક હતું જે આતંકી હુમલાનું નિશાન બન્યું હતું. મુંબઈની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા 10 લોકોમાં કેટલાક વિદેશીઓ પણ હતા. 1871 થી મહેમાનોને સેવા આપતા આ કાફેની દિવાલો પર બુલેટના નિશાન છે.
રાત્રે 10.30 વાગે સમાચાર આવ્યા કે વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં વિસ્ફોટ થયો છે, જેમાં ડ્રાઈવર અને એક મુસાફરના મોત થયા છે, તો તેના લગભગ 15-20 મિનિટ પહેલા બોરી બંદરથી પણ આવા જ બ્લાસ્ટના સમાચાર મળ્યા હતા, જેમાં એક ટેક્સીનું મોત થયું હતું.ડ્રાયવર અને બે મુસાફરોના મોતની જાણ કરવામાં આવી હતી. આ હુમલામાં લગભગ 15 ઘાયલ થયા હતા.
ભારતીય ઈતિહાસના સૌથી ભયંકર આતંકવાદી હુમલાની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. 26/11ના ત્રણ મુખ્ય મોરચામાં મુંબઈની તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમાન હાઉસનો સમાવેશ થાય છે. જ્યારે હુમલો થયો ત્યારે તાજમાં 450 અને ઓબેરોય ખાતે 380 મહેમાનો હતા. ખાસ કરીને તાજ હોટલની બિલ્ડીંગમાંથી નીકળતો ધુમાડો પાછળથી મુંબઈ પરના આ હુમલાની ઓળખ બની ગયો.

હુમલાખોરોને અદાલતમાં ઘસડી લાવવા જયશંકરની માંગ
વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ટ્વીટ કર્યું હતું કે જેઓએ આ હુમલાની યોજના બનાવી હતી અને તેની દેખરેખ રાખી હતી તેમને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. વિદેશ મંત્રીએ હુમલા સાથે સંબંધિત એક નાનો વીડિયો શેર કરતા આ વાત કહી. 1 મિનિટ 36 સેક્ધડના આ વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ પણ છે, જેમાં તેમણે કહ્યું હતું કે અમે માનીએ છીએ કે એક હુમલો પણ ઘણા બધા છે. એક જીવ પણ અનેક છે. આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી બેસીશું નહીં. જયશંકરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્યો તરીકે તે આપણા પર નિર્ભર છે કે તેઓ તેમના આઘાતને યાદ રાખીએ અને ગુનેગારોને ન્યાય સુધી પહોંચાડવાના અમારા પ્રયાસોમાં અડગ રહીએ.

Advertisement

 

Continue Reading

Breaking News

77 ટકા એપ્રુવલ રેટિંગ સાથે લોકપ્રિય વિશ્ર્વનેતાઓની યાદીમાં મોદી મોખરે

Published

on

By

મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સનો રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ફરી એકવાર વિશ્વભરમાં છવાઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 77 ટકા એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વ નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીઝને 56% એપ્રુવલ રેટિંગ આપવામાં આવ્યું છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને ત્રીજું સ્થાન મળ્યું છે, જેમની એપ્રુવલ રેટિંગ 41% છે.જ્યારે બ્રિટનના પીએમ ઋષિ સુનક 36 % એપ્રુવલ રેટિંગ સાથે પાચમાં ક્રમે છે. ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ યાદી જાહેર કરી છે.સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર, ભાજપે લખ્યું, પફરીથી પીએમ નરેન્દ્ર મોદી વૈશ્વિક મંચ પર ટોચ પર.
મોદી વિશ્વના તમામ મોટા નેતાઓમાં સૌથી વધુ એપ્રુવલ રેટિંગ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 77% રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતાઓની યાદીમાં ટોચ પર છે.જો બિડેન અને ઋષિ સુનક પાછળ રહી ગયા છે. મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ એ એક રેટિંગ ફર્મ છે જે ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, જર્મની, ભારત, મેક્સિકો, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં નેતાઓના રેટિંગને ટ્રેક કરે છે.
અગાઉ જાન્યુઆરી 2022 અને નવેમ્બર 2021માં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા. આ પ્લેટફોર્મ ચૂંટણીઓ, ચૂંટાયેલી સરકારો અને દેશના મોટા મુદ્દાઓ પર વાસ્તવિક ડેટા પ્રદાન કરે છે. મોર્નિંગ ક્ધસલ્ટ દરરોજ 20,000 થી વધુ ઇન્ટરવ્યુ લે છે.

 

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ