વિશ્વની સૈથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. ટેસ્લાએ PMO કાર્યાલયમાં આયાત ડ્યુટી ઘટાડવા અપીલ કરી

વિશ્વની સૌથી મોઇટ ઇલેક્ટ્રી કાર કંપની ટેસ્લા ભારતીય બજારમાં જલ્દીથી પ્રવેશ કરવા માંગે છે. કંપની ભારતીય બજારમાં પ્રવેશ પેહલા ટેક્સમાં રાહત માંગી છે. તેને ધ્યાનમાં રાખીને ટેસ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસને બજારમાં પ્રવેશ કરતા પેહલા ઇલેક્ટ્રિક વાહનો પર આયત ઘટાડવા વિંનતી કરી છે. એક રિપોર્ટ અનુસાર ટેસ્લાએ PMO કાર્યાલયને ઇલેક્ટ્રીક કાર પર આયાત ડ્યુટી ઘટાડવા અપીલ કરી છે. ટેસ્લા આ વર્ષે ભારતમાં આયાટી કારનું વેચાણ કરવા માંગે છે. પરંતુ તેઓ કહે છે કે ભારતમાં ટેક્સવિશ્વમાં સૌથી વધુ છે. જુલાઈમાં પેહલી વખત કંપનીએ ભારત સરકારને ટેક્સ ગટાડવા અપીલ કરી હતી. જે પછી સ્થાનિક કંપનીઓ વાંધા ઉઠાવી રહી છે. સ્થાનિક કંપનીઓ મને છે કે આવા પગલાંથી સ્થાનિક ઉત્પાદનમાં અવરોધ આવી શકે છે.

alt="" class="wp-image-281705" width="779" height="540"/>

મળતી માહિતી મુજબ આ મુદ્દે ટેસ્લા કંપનીના વડા એલોન મસ્ક વાળા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મળવા સમય પણ માંગ્યો છે. આ મામલે ભારતમાં ટેસ્લમાં પોલિસીચીફ મનુજ ખુરાના સહિતના અધિકારીઓએ ગયા મહિને PMO ખાતે ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં કંપનીના અધીકારીઓએ જણાવ્યું કે દેશમાં ટેક્સ ના દર વિશ્વના સૌથી વધુ છે. જોકે PMO તરફથી ટેસ્લાને શું પ્રતિસાદ મળ્યો છે
તે હજુ સ્પષ્ટ નથી

ટેસ્લા આ વર્ષે ભારતમાં તેની આયાતી કારનું વેચાણ શરુ કરવા માંગે છે. બેઠકમાં ટેસ્લાએ જણાવ્યું હતું કે જો ટેક્સના દર ઘટાડવામાં નહિ આવે તો કંપની માટે ભારતમાં વેપાર કરવો સધ્ધર રહેશે નહિ. આ બકઝરમાં 40,000 ડોલર અથવા લગભગ 30 લાખ રૂપિયા સુધીના વાહનો પર 60 % આયાત ડ્યુટી છે પરંતુ તેનાથી ઉપર મૂલ્યના વાહનો પર 100% આયાત ડ્યુટી છે. જો આ ટેરિફ અમલમાં રહેશે , તો ટેસ્લા કાર ગ્રાહકો માટે વર્ચ્યુલ દુર્ગમ હશે.

રિલેટેડ ન્યૂઝ